અમિતાભ બચ્ચન અડધી રાતે ખાય છે આ ચીજ, ઇન્સ્ટાગ્રામ પર કર્યું પોસ્ટ તો મોટા-મોટા સેલિબ્રિટીએ કરી કોમેન્ટ

લોકડાઉન થી પહેલા પણ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહેતા હતા અને હવે લોકડાઉન પછી તે વધારે સમય સોશિયલ મીડિયા ઉપર પસાર કરે છે. તેવામાં મિસ્ટર બચ્ચન સોશિયલ મીડિયા ઉપર કોઈક ને કોઈક પોસ્ટ કરતા રહે છે. જણાવી દઈએ તો હાલમાં બચ્ચન સાહેબે એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે અડધી રાત્રે અમિતાભ બચ્ચન રાતનાં ૧૨ વાગ્યે શું ખાય છે. અહીં મજેદાર વાત એ છે કે આ પોસ્ટ પર રણવીર સિંહનું રિએક્શન પણ જોવા મળ્યું છે.
અમિતાભ બચ્ચન રાતનાં ૧૨ વાગે ખાય છે આ ચીજ
હાલમાં મિસ્ટર બચ્ચાને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે ચોકલેટનું રેપરને શેર કર્યું છે. તેની સાથે જ તેમણે લખ્યું છે કે રાતના ૧૨ વાગે જે મજા આ ચીજને ખાવાની છે, તે બીજે ક્યાંય નથી. આ પોસ્ટમાં અમિતાભ બચ્ચન ચોકલેટ ની વાત કરી રહ્યા છે. સામાન્ય રીતે તો અમિતાભ બચ્ચનની આ પોસ્ટ ઉપર તેમના અનેક ચાહકો અને બોલિવૂડ સેલિબ્રિટીઝ કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ સૌથી વધારે રણવીર સિંહનું કોમેન્ટ વાયરલ થયું છે.
બચ્ચન સાહેબની પોસ્ટ ઉપર રણવીર સિંહે કરી આ કોમેન્ટ
રણવીર સિંહે પોસ્ટ ઉપર કોમેન્ટ કરતાં લખ્યું કે, “ઓહ બચ્ચન સાહેબ, યે ક્યા કર રહે હો આપ?” રણવીર સિંહ નોર્મલ કોમેન્ટ કરી છે પરંતુ જે અંદાજમાં તેમણે અમિતાભ બચ્ચનને પૂછ્યું કે ઘણા લોકોને પસંદ આવ્યું છે અને આ જ કારણથી રણવીર સિંહની કોમેન્ટને ઘણા લોકોએ લાઈક કરી છે. અમિતાભ બચ્ચન જ્યારથી હોસ્પિટલમાંથી પાછા આવ્યા છે ત્યારથી તે રોજ પોતાનું ખુશનુમા જીવન જીવી રહ્યા છે અને બીજાને પણ મનોરંજન કરતા રહે છે.
ફિલ્મ અને કેબીસી ને લઈને ચર્ચામાં છે અમિતાભ બચ્ચન
જો તેમના કામની વાત કરીએ તો અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” ની સાથે કેબીસી ને લઈને પણ ખૂબ જ ચર્ચામાં છે. તે સિવાય મિસ્ટર બચ્ચન નાગરાજ મંજુલે ની ફિલ્મને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. તમને ખબર પડી ગઈ હશે કે અડધી રાત્રે અમિતાભ બચ્ચન શું ખાય છે, પરંતુ તે છતાં પણ તમે આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો.