અમિતાભ અને રેખા ની વચ્ચે નહોતી આવવા માંગતી જયા બચ્ચન, યશ ચોપડાનાં કહેવા પર આ ફિલ્મમાં કર્યું કામ

અમિતાભ અને રેખા ની વચ્ચે નહોતી આવવા માંગતી જયા બચ્ચન, યશ ચોપડાનાં કહેવા પર આ ફિલ્મમાં કર્યું કામ

હિન્દી સિનેમા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને દિગ્ગજ અને સુંદર અભિનેત્રી રેખાની જોડીને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. આ ફિલ્મી દુનિયાની એક સદાબહાર જોડી રહી છે. આ જોડી વર્ષ ૧૯૮૧માં સાથે જોવા મળી હતી. ફિલ્મ “સિલસિલા” માં બંને છેલ્લી વખત સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ અત્યાર સુધી ૪૦ વર્ષમાં આ જોડી ફરી સાથે જોવા મળી નથી.

કહેવામાં આવે છે કે આ ફિલ્મની સાથે જ બંનેનો પ્રેમ સંબંધનો અંત આવી ગયો હતો. ખાસ વાત એ છે કે વર્ષ ૧૯૮૧માં આવેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચને મુખ્ય રોલ નિભાવ્યો હતો. પહેલા તો જયા બચ્ચન આ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર ન હતી, પરંતુ ફિલ્મના નિર્દેશક યશ ચોપરા સાથે કઈક એવું વચન આપેલું હતું જેના લીધે તે ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઈ ગઈ. તો ચાલો જાણીએ તેના વિશે.

દિગ્ગજ અભિનેત્રી રેખાનું જીવન “રેખા : ધ અનટોલ્ડ સ્ટોરી” નાં લેખક અને જાણીતા પત્રકાર યાસિર ઉસ્માને પોતાની એક ઇન્ટરવ્યુમાં આ ફિલ્મ સંબંધિત વાત કરતાં જણાવ્યું હતું કે યશ ચોપરાએ સિલસિલામાં કામ કરવા માટે અમિતાભ બચ્ચન અને રેખાને મનાવી લીધા હતા. પરંતુ જયા બચ્ચને પહેલા ફિલ્મ માટે હાં કહ્યું ન હતું. પરંતુ યશ ચોપરાએ જયા બચ્ચનને ક્લાઇમેક્સ ની જાણકારી આપી ત્યારે તે ફિલ્મમાં કામ કરવા માટે રાજી થઈ ગઈ.

પોતાના ઇન્ટરવ્યુમાં યાસિર ઉસ્માને કહ્યું હતું કે જયા બચ્ચનને માનવવાની જવાબદારી યશ ચોપડાએ પોતે સંભાળી હતી. શરૂઆતમાં જયા બચ્ચને ફિલ્મોમાં કામ કરવા માટેના કહ્યું હતું, પરંતુ જ્યારે યશ ચોપડા ક્લાઇમેક્સ સંભળાવ્યું ત્યારે ફિલ્મમાં કામ કરવા માટે તે તૈયાર થઈ ગઈ.

કહેવામાં આવે છે કે જયા બચ્ચને યશ ચોપડાની વચન આપ્યું હતું કે અમિતાભ બચ્ચન ક્લાઈમેક્સમાં પોતાની ગર્લફ્રેન્ડને છોડી હંમેશા માટે તેમની પાસે આવી જાય છે. આ સાંભળી જયા બચ્ચન ખુબ જ ખુશ થઇ ગઇ હતી અને તે ખુશીથી ફિલ્મમાં કામ કરવા માટે રાજી થઇ ગઇ હતી.

રેખા અને અમિતાભ બચ્ચનનું અફેર તે દિવસોમાં ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. રેખા અને અમિતાભ બચ્ચન વચ્ચેનો પ્રેમ ક્યારે છુપાયેલો રહ્યો નથી. બંનેનું અફેયર ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી ચર્ચિત અફેરમાં એક કહેવામાં આવે છે. સિલસિલા ફિલ્મ દરમિયાન તે બંનેના સંબંધનો અંત આવી ગયો હતો.

જણાવી દઈએ તો પડદા ઉપર અમિતાભ બચ્ચન અને રેખાની જોડી ખૂબ જ જામતી હતી. બંને કલાકારોએ સાથે સુહાગ, રામ બલરામ, મુકદ્દર કા સિકંદર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બન્નેની પહેલી મુલાકાત ફિલ્મ “દો અંજાને” નાં સેટ ઉપર થઈ હતી. આ ફિલ્મમાં બંને જોડી ખૂબ જ જામી હતી. કહેવામાં આવે છે કે વર્ષ ૧૯૭૬માં આવેલી આ ફિલ્મ દરમિયાન બંનેના પ્રેમ પ્રસંગની શરૂઆત થઇ હતી.

યશ ચોપરાએ રેખા અને જયા સાથે લીધું હતું વચન

જયા બચ્ચનને પણ રેખા અને અમિતાભ બચ્ચનનાં અફેયરની ખબર હતી અને તેવામાં ત્રણેય કલાકારોને નું એક સાથે કોઈ ફિલ્મમાં કામ કરવું નાની વાત ન હતી. ખાસ કરી રેખા અને જયા વચ્ચે કોઇ પ્રકારની અનહોની ના થાય તેના માટે યશ ચોપરાએ બંને અભિનેત્રીઓ સાથે પહેલાથી વચન લીધું હતું કે શૂટિંગ દરમિયાન બંને વચ્ચે ઠીક રહેશે. જયા અને રેખા બંનેએ યશ ચોપરાને આપેલું વચન પણ પૂરું કર્યું હતું.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *