એમેઝોનની સાથે કામ કરીને મહિને કમાઈ શકો છો ૬૦ થી ૭૦ હજાર રૂપિયા, જાણો શું કરવું પડશે

એમેઝોનની સાથે કામ કરીને મહિને કમાઈ શકો છો ૬૦ થી ૭૦ હજાર રૂપિયા, જાણો શું કરવું પડશે

દુનિયાની સૌથી મોટી કંપનીમાં નોકરી કરવી દરેક લોકોનું સપનું હોય છે. પરંતુ જો કામ ડિલેવરી બોયનું હોય તો લગભગ અમુક લોકો પાછળ હટી જશે. પરંતુ હકિકત એ છે કે તે કોઈ મામૂલી કામ નથી. તેમાં મહેનત સિવાય સારી એવી કમાણી પણ થાય છે. બેરોજગારો માટે તે ઓપ્શન સૌથી શ્રેષ્ઠ હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેમને આ કામ દુનિયાની સૌથી મોટી ઓનલાઇન શોપિંગ કંપની માટે કરવાનું હોય છે. આ નોકરીમાં કોઈ નિયંત્રણ નથી. જો તમે ફૂલ ટાઈમ જોબ કરી શકતા નથી તો તેને પાર્ટ ટાઈમ જોબ તરીકે પણ કરી શકો છો. તો ચાલો જાણી તેના માટે શું કરવું પડશે.

કોણ હોય છે ડિલેવરી બોય

ડિલેવરી બોય અને ડીલેવરી ગર્લ એ યુવકો અને યુવતીઓને કહેવામાં આવે છે જે ઓનલાઈન કે રિટેલ કંપનીઓના પ્રોડક્ટ કે પેકેજને ગ્રાહકો સુધી પહોંચાડે છે. ડિલેવરી બોય એમેઝોનના વેરહાઉસ થી પેકેજ લઈને ગ્રાહકો સુધી પહોંચાડે છે. દેશભરમાં ડિલેવરી બોય રોજના લાખો પેકેજ ડિલિવરી કરે છે. એક ડિલેવરી બોયને સૌથી દોઢસો પેકેજ એક દિવસમાં ડિલિવરી કરવાના હોય છે.

૧૦ થી ૧૫ કિલોમીટરની રેન્જમાં કરવાની હોય છે ડિલિવરી

એમેઝોનના દિલ્હીમાં લગભગ ૧૮ સેન્ટર છે. આવા જ સેન્ટરો મોટાભાગના શહેરોમાં પણ છે. બધા જ પેકેજને ગ્રાહકના સરનામા પર પહોંચાડવામાં આવે છે. એમેઝોન સેન્ટરના લગભગ ૧૦ થી ૧૫ કિલોમીટરના વિસ્તારમાં પેકેજ ડિલેવરી કરવામાં આવે છે.

કેટલા કલાકની હોય છે શિફ્ટ

ડિલેવરી બોયને આખો દિવસ કામ કરવાનું હોતું નથી. ડિલેવરી બોયના ભાગમાં એ પેકેજ આવે છે જે તેમના વિસ્તારના હોય છે. જોકે એમેઝોન સવારના ૭ વાગ્યાથી લઈને સાંજના ૮ વાગ્યા સુધી ડિલેવરી કરે છે. દિલ્હીના ડિલેવરી બોયનું કહેવું છે કે તે એક દિવસમાં લગભગ ૪ કલાકમાં ૧૦૦/૧૫૦ પેકેજ ડિલિવરી કરે છે.

ડિલેવરી બોય બનવા માટે શું છે જરૂરી

ડિલેવરી બોય બનવા માટે તમારી પાસે ડિગ્રી હોવી જરૂરી છે. જો તમે સ્કૂલ કે કોલેજ પાસ હોય તો પાસિંગ સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે ડિલીવરી કરવા માટે તમારી પાસે પોતાની બાઈક કે સ્કૂટર હોવું જરૂરી છે. બાઈક કે સ્કૂટરનો ઈન્સ્યોરન્સ, આર.સી હોવી જોઈએ સાથે જ આવેદન કરનારની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે.

કેવી રીતે કરશો એપ્લાય

ડિલેવરી બોયની નોકરી કરવા માટે તમે સીધા જ એમની વેબસાઈટ પર આવેદન કરી શકો છો. તેના સિવાય પણ એમેઝોનના કોઈપણ સેન્ટર પર જઈને નોકરી માટે આવેદન કરી શકો છો. મોટાભાગના સેન્ટરોમાં ડીલેવરી બોય માટે જગ્યા હંમેશા ખાલી જ હોય છે. પરંતુ જો જગ્યા ના હોય તો પણ ભવિષ્ય માટે તમારું નામ રજિસ્ટર થઈ શકે છે. જગ્યા ખાલી થવા પર તમને જગ્યા મળી શકે છે.

ઓનલાઇન પણ કરાવી શકો છો રજીસ્ટર

એમેઝોનમાં ડિલેવરી બોયની નોકરી કરવા માટે તમારા ઈ-મેલ આઈ.ડી દ્વારા પણ તમે રજીસ્ટર કરાવી શકો છો. તેના માટે તમારે પૂરું ફોર્મ વ્યવસ્થિત રીતે ભરવું પડશે. કોઈ જાણકારી ભરવાની છોડો નહી. ટર્મ ઓફ સર્વિસને પણ ધ્યાનથી વાંચી લો. તમારા બેકગ્રાઉન્ડની તપાસ માટે કંપની તમને પૂછી શકે છે તેના માટે તમે ના પાડશો નહિ.

કંપની તમને વાહન આપશે ?

જો તમારી પાસે પોતાનું સ્કુટર કે બાઈક હોય તો તમે પસંદગીની પ્રોડક્ટ્સની ડિલેવરી માટે પોતાના વાહનનો ઉપયોગ કરી શકો છો પરંતુ જો કોઈ મોટા પ્રોડક્સ ડિલેવરી કરવાના હોય તો કંપની અમુક શરતો પર તમને મોટુ વાહન પણ આપી શકે છે.

પોતાની પસંદગીની જ ચીજ પર કરી શકો છો ડિલેવરી

ડિલેવરી બોયની ઓફિસ અને ઘર બંને જગ્યા પર ડિલેવરી કરવાની હોય છે. જો કે તે નક્કી ડિલીવરી બોય જ કરે છે કે તેને કયા પ્રોડક્ટની ડિલેવરી કરવી છે. નાના સામાનથી લઈને તમે ફ્રીજ, ટીવી, એ.સી.ની પણ ડિલિવરી કરી શકો છો. તેના માટે મોટા વાહનની જરૂર પડે છે. જે એમેઝોન તમને વાહનની સગવડ કરી આપશે.

કામ પણ શીખવશે કંપની

નોકરી પર તમે જોડાઈ ગયા બાદ કંપની તમને એ વિશે જાણકારી પણ આપશે કે પ્રોડક્ટને કઈ રીતે ડિલેવરી કરવાની છે. ક્યા પ્રોડક્ટની સમયના હિસાબથી ડિલેવરી કરવાની છે. મતલબ કે ડિલેવરી સાથે જોડાયેલ પુરી ટ્રેનિંગ એમેઝોન તરફથી આપવામાં આવે છે.

નોકરી પરમેનેન્ટ હોય છે કે કોન્ટ્રાક્ટ?

એમેઝોન ડિલેવરી બોયની નોકરી ના પરમેનેન્ટ હોય છે કે ના કોન્ટ્રાક્ટર પર. તમે જ્યારે ઈચ્છો ત્યારે નોકરી છોડી શકો છો. વળી કંપની તમારા પર્ફોર્મન્સને જોઈને પણ તમને નોકરીમાંથી કાઢી શકે છે.

એમેઝોન ડિલેવરી બોયની કેટલી હોય છે સેલરી ?

એમેઝોન ડિલેવરી બોયને દર મહિને નિયમિત સેલરી મળે છે. એમેઝોનમાં ડિલીવરી બોયને ૧૨ થી ૧૫ હજાર રૂપિયાની ફિક્સ સેલરી મળતી હોય છે. પેટ્રોલનો ખર્ચ તમારો હોય છે. પરંતુ એક પ્રોડક્ટ કે એક પેકેજની ડીલેવરી કરવા પર તમને ૧૫ થી ૨૦ રૂપિયા મળે છે. ડિલેવરી સર્વિસ આપવા વાળી કંપનીના અનુસાર જો કોઈ એક મહિનાનું કામ કરે છે તો અને રોજ ૧૦૦ પેકેજની ડિલેવરી કરે છે તો તે આરામથી ૬૦ થી ૭૦ હજાર રૂપિયા મહિને કમાઈ શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *