અમંગળ થી બચવું છે તો મંગળવારનાં દિવસે ભુલ થી પણ ન કરો આ કામ, સંકટમાં આવી શકે છે ઘર-પરિવાર

મંગળવાર હનુમાનજીનો પ્રિય દિવસ છે, એટલા માટે જ આ દિવસે તેમની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. જ્યોતિષમાં પણ મંગળ ગ્રહને સર્વાધિક નુકશાન પહોંચાડનાર ગ્રહ માનવામાં આવે છે. કાલ પુરુષ સિદ્ધાંત અનુસાર મંગળ ગ્રહ મનુષ્યનાં હાડકા પર પ્રભાવ પાડે છે. મંગળ ગ્રહ રોગ અને વિચારોનું શમન કરીને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે. જો તમારાથી મંગળવારનાં દિવસે અમુક ભૂલ થઈ જાય તો તેનો પ્રભાવ તમારા ઘર અને પરિવાર પર પડે છે અને સંકટનો સામનો કરવો પડી શકે છે. પરંતુ જો તમે નીચે બતાવવામાં આવેલી વાતો ધ્યાનમાં રાખો છો, તો તમારા પર મંગળનો પ્રભાવ શું કરે છે અને ધન તથા સુખ શાંતિની પ્રાપ્તિ થશે.
મંગળવારનાં દિવસે શું ન કરવું
- મંગળવારનાં દિવસે નખ કાપવા નહીં અને નેલ કટર નો ઉપયોગ કરવો નહીં.
- મંગળવારનાં દિવસે ભૂલથી પણ પોતાના વાળ કાપવા નહીં
- મંગળવારનાં દિવસે ચાકુ અને કાતર જેવી ધારવાળી ચીજો બિલકુલ ખરીદવી નહીં.
- મંગળવારનાં દિવસે ભોજન બનાવતા સમયે રોટલી અથવા શાક બિલકુલ દાઝવા દેવું નહીં.
- સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે મંગળવારનાં દિવસે કોઇપણ પ્રકારનું માંસાહાર ઘરમાં બનાવવું નહીં અને તેનું સેવન કરવું નહીં.
મંગળવારનાં દિવસે શું કરવું જોઈએ
- મંગળવારનાં દિવસે હનુમાનજીને ગોળનો ભોગ લગાવવો અને તે ભોગ ગાયને ખવડાવી દેવો.
- મંગળવારનાં દિવસે હનુમાનજીની મુર્તિ પર ચમેલીનાં તેલનો દીવો પ્રગટાવો.
- મંગળવારનાં દિવસે લાલ રંગનો રૂમાલ પોતાના ખિસ્સામાં રાખો. તેનાથી ધનલાભ થશે.
- મંગળવારનાં દિવસે કોઈ ગરીબ મજુરને ભોજન આપો તથા દાન કરો.
- મંગળવારનાં દિવસે ગરીબ લોકો અને બાળકોને મિઠાઈ વહેંચો.
રાશિ અનુસાર મંગળવારનાં દિવસે કરો આ ઉપાય
- મેષ રાશિ : મેષ રાશિનાં જાતકોએ મંગળવારના દિવસે દૂધમાં મધ ઉમેરીને કોઈ વૃક્ષ પર ચઢાવવું જોઈએ.
- વૃષભ રાશિ : વૃષભ રાશિના જાતકોએ મંગળવારનાં દિવસે પોતાના માથાની પાસે મસૂરની દાળનાં ૬ દાણા રાખીને સૂઈ જવું.
- મિથુન રાશિ : મિથુન રાશિના જાતકોએ મંગળવારના દિવસે ગાયને ગોળ ખવડાવવો જોઈએ.
- કર્ક રાશિ : કર્ક રાશિના જાતકોએ મંગળવારના દિવસે પોતાના જમણા હાથના કાંડા પર સિંદૂર લગાવવું જોઈએ.
- સિંહ રાશિ : મંગળવારનાં દિવસે હનુમાન મંદિરમાં જઇને ૩ ફળ ચડાવવા.
- કન્યા રાશિ : મંગળવારનાં રોજ ૨ રૂપિયાનાં સિક્કા પર સિંદુર લગાવીને કોઈ ભિખારીને તેનું દાન કરો.
- તુલા રાશિ : કોઈ ગરીબ મહિલાને મીઠાઈનું દાન કરો.
- વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળવારના દિવસે લાલ ફૂલ જમીનમાં દાટવા જોઈએ.
- ધન રાશિ : ગરીબ બાળકોને લાલ કપડાંનું દાન કરો.
- મકર રાશિ : પુજા ઘરમાં રેવડી નો પ્રસાદ ચઢાવો.
- કુંભ રાશિ : હનુમાનજીનાં ફોટા પર ચડાવવામાં આવેલી નાડાછડીને ઘરના મુખ્ય દરવાજા પર બાંધો.
- મીન રાશિ : મીન રાશિના જાતકોએ મંગળવારનાં દિવસે ભોજપત્ર પર સિંદૂરથી “આયુષ્ય” લખીને તિજોરીમાં રાખવું.