અક્ષય ખન્નાની સાથે બોલીવૂડમાં લોન્ચ થઈ હતી આ અભિનેત્રી, જાણો હવે શું કરે છે આ સુંદર હિરોઈન

અક્ષય ખન્નાની સાથે બોલીવૂડમાં લોન્ચ થઈ હતી આ અભિનેત્રી, જાણો હવે શું કરે છે આ સુંદર હિરોઈન

હિન્દી ફિલ્મોની દુનિયામાં ૯૦ નાં દશક ને અનેક સુંદર ચહેરા ઓના લીધે યાદ રાખવામાં આવે છે. તે સમયે અનેક એવી અભિનેત્રીઓએ બોલિવૂડમાં પોતાના કરિયર ની શરૂઆત કરી હતી. જેમની સુંદરતા નો દાખલો આજે પણ આપવામાં આવે છે. તેમને નેચરલ બ્યુટી કહેવામાં આવે છે. આ અભિનેત્રીઓ માંથી એક હતી અંજલા ઝવેરી. વાંકડિયા વાળ, કાળી આંખો અને તિક્ષ્ણ નેંન નક્ષ વાળી અભિનેત્રી પડદા ઉપર આવતા જ છવાઇ ગઇ હતી.

અત્યારે અંજલા ફિલ્મી દુનિયાથી દૂર છે. અને ગુમનામી નું જીવન જીવી રહી છે. પરંતુ તેમની ફિલ્મો જોઈને હંમેશા બધાના મનમાં પ્રશ્ન થાય છે. કે હવે ક્યાં છે અંજલા ઝવેરી? ક્યાં રહે છે? અને શું કરે છે? તો આજે તમને તમારા આ સવાલનો જવાબ આપીશું.અંજલા ને વિનોદ ખન્ના ની શોધ કહેવામાં આવે છે. વિનોદ ખન્ના જ્યારે પોતાના મોટા પુત્ર અક્ષય ખન્ના ને બોલિવૂડમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે તેમને એક સુંદર ચહેરાની શોધ હતી. ફિલ્મ ની હિરોઈન માટે લંડન માં એક કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું. આ શોધ પૂરી થઈ હતી તેમની ઈંગ્લેન્ડમાં રહેતી અંજલા ઝવેરી પર આવી ને.

 

વિનોદ ખન્નાએ અંજલાને પોતાના પુત્ર અક્ષય ખન્ના સાથે ફિલ્મ “હિમાલય પુત્ર” થી બોલીવુડમાં લોન્ચ કરી. આ ફિલ્મ બે નવા એક્ટર્સ નાં લીધે ખૂબ જ ચર્ચાઓ રહી હતી. પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી. પરંતુ અંજલા ઝવેરી ના ભાગમાં ખૂબ જ ચર્ચાઓ આવી હતી.આ ફાયદો અંજલા ને વધુ મળ્યો નહીં અને ફિલ્મ સિવાયના બેક ગ્રાઉન્ડ થી આવતી અંજલા ફિલ્મી પસંદગીની બાબતમાં કાચી સાબિત થઈ.

તેમની એક હિટ હિન્દી ફિલ્મ હતી ‘પ્યાર કીયા તો ડરના ક્યા’ જેમાં તે સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અંજલા એ  કાજલ ની બહેનપણી નો રોલ કર્યો હતો.બોલિવૂડમાં અંજલા ને સફળતા મળી નહીં. પરંતુ ટોલીવૂડમાં અંજલા ને ખૂબ જ સફળતા મળી. તેણે નાગાર્જુન, નંદા મોરી, બાળ કૃષ્ણ, સુદીપ અને મમૂટી જેવા ટોપ સ્ટાર્સની સાથે કામ કર્યું.

હવે અંજલા ઝવેરી એ સાઉથની ફિલ્મો થી પણ દૂરી બનાવી લીધી છે. તેમની છેલ્લી ફિલ્મ ૨૦૧૨ માં આવેલી તેલુગુ ફિલ્મ “લાઇફ ઇઝ બ્યુટીફૂલ” હતી.અંજલા ઝવેરી પોતાના લગ્ન જીવનમાં વ્યસ્ત છે. તેણે મોડલ અને એક્ટર તરુણ અરોડા સાથે લગ્ન કર્યા છે.

તરુણ એ એક્ટર છે જેમણે “જબ વી મેટ” માં કરીના કપૂરનાં બોય ફ્રેન્ડ અંશુમન નો રોલ પ્લે કર્યો હતો .હાલમાં તરૂણ અરોડા અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી માં MLA શંકર નાં રોલમાં જોવા મળ્યા હતા.તરુણ અને અંજલા નાં લગ્ન ને ૯ વર્ષ થઇ ગયા છે. તરૂણ ની સાથે અંજલા ખૂબ જ ખુશ છે. તરુણ હંમેશાં અંજલા સાથે પોતાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેયર કરતા રહે છે. ૪૯વર્ષ ની અંજલા આજે પણ સુંદર અને ફિટ લાગે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *