અક્ષય કુમારની સાથે આ ઍક્ટ્રેસે કર્યો હતો રોમાન્સ, કારકિર્દીને લાત મારીને કર્યા લગ્ન, હવે થઈ આવી હાલત

અક્ષય કુમારની સાથે આ ઍક્ટ્રેસે કર્યો હતો રોમાન્સ, કારકિર્દીને લાત મારીને કર્યા લગ્ન, હવે થઈ આવી હાલત

બોલીવુડ અભિનેત્રી અશ્વિની ભાવે આ વર્ષે પોતાનો ૪૯મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમનો જન્મ ૭ મે, ૧૯૭૨માં થયો હતો. અશ્વિની હિન્દી અને મરાઠી ભાષાની એક થી એક ફિલ્મમાં અભિનય કર્યો છે. ૯૦ના દશકમાં થી બોલીવુડની એક મોટી અભિનેત્રી હતી. અશ્વિની હિન્દી અને મરાઠી ભાષામાં અનેક ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે. ૯૦નાં દશકમાં બોલિવુડની એક ડિમાન્ડડેડ અભિનેત્રી રહી ચૂકી છે.

પોતાની ડેબ્યુ ફિલ્મનાં ૨ વર્ષ પછીથી અક્ષય કુમારની સાથે ફિલ્મ સૈનિક માં જોવા મળી હતી. આ ફિલ્મને લીધે તે લાઈમલાઈટમાં આવી ગઈ હતી. ત્યારબાદ તેમણે વર્ષ ૨૦૦૭માં સોફ્ટવેર એન્જિનિયર કિશોર પારિકર સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી અમેરિકાનાં સેનફ્રાન્સિસ્કો માં રહેવા લાગી. ફિલ્મ હિના માં અશ્વિની ભાવે એક સાઇડ પાત્ર ભજવેલું હતું, જેનાથી તે છવાઈ ગઈ હતી. અશ્વિનીએ પોતાની કારકિર્દીમાં ૨૦ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની સાથે જ ૯૦નાં દશકની અનેક ફિલ્મોમાં તેમણે યાદગાર કામ કર્યું છે.

અક્ષય કુમારની સાથે અશ્વિની ભાવે માત્ર સૈનિક માં જોવા મળી હતી. એટલું નહીં પરંતુ ઝખ્મી દિલ માં પણ તેમણે શાનદાર કામ કર્યું હતું. તમને જણાવી દઈએ તો રાજુ સુબ્રમણ્યમનાં ડાયરેક્શનમાં બનાવવામાં આવેલી ફિલ્મ ૧૯૯૪માં રિલીઝ થઈ હતી. અશ્વિની ભાવે પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત ટીવી શો દરમિયાન કરી હતી. તેમના કામને પહેલી વખત હિન્દીના સાયન્સ ફિક્શન સીરીયલ અંતરિક્ષમાં જોવા મળી હતી.

રિશી કપૂરની સાથે ફીલ્મ હીના માં અશ્વિની તેમની કો-સ્ટાર હતી. ત્યારબાદ તેમને ઋષિ કપૂરના મૃત્યુ દરમિયાન ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું. જણાવી દઈએ તો આ અભિનેત્રી ફિલ્મોને હવે અલવિદા કહી ચૂકી છે અને પોતાના પતિની સાથે અમેરિકામાં રહે છે. આજે તે બે બાળકોની માતા પણ બની ગઈ છે. અશ્વિની ભાવેની પુત્રીનું નામ સાચી છે. આજે તે અભિનેત્રી ભલે અમેરિકામાં રહે છે, પરંતુ આજે પણ પોતાના બાળકોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રાખ્યા છે. અમેરિકામાં તેમની પુત્રી પોતાના હાથથી બનાવેલા ગણપતિ ઘરમાં લાવે છે.

તમને જણાવી દઈએ તો આ અભિનેત્રીએ છેલ્લી વખત ૧૯૯૮માં ફિલ્મ બંધન માં જોવા મળી હતી. અમેરિકા ગયા પછી ત્યાં તેમની ફિલ્મ મેકિંગનો કોર્સ પણ કર્યો. ૧૦ વર્ષ પછી ૨૦૧૭માં અશ્વિની એક વખત ફરી ભારત આવી. તેમના પાછા ભારત આવવાનું કારણ મરાઠી જોનરની ફિલ્મ હતી. સૌથી મોટું કારણ એ છે કે તે મહેશ માંજરેકર સ્ટારર ફિલ્મ ધ્યાનીમની માં કામ કરવા માટે ઇન્ડિયા આવી હતી.

અભિનેત્રી અશ્વિની ભાવે બોલીવુડની અત્યાર સુધી ૨૦ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં હિના, મીરા કા મોહન, હનીમૂન, સૈનિક, પરંપરા, કાયદા-કાનૂન, ઝખ્મી દિલ, અશાંત, ચીતા, ચૌરાહા, એકકા રાજા રાની, પુરુષ, જૂર્માના, ભૈરવી, જજ મુજરીમ, યુગપુરુષ, સરકાર નામા અને બંધન જેવી અમુક પ્રમુખ ફિલ્મો છે. અશ્વિની ભાવે ગયા વર્ષે વેબ સીરીઝ “દ રાયકર કેસ” થી ફરી કમબેક કર્યું. મરાઠી ભાષાની આ વેબ સીરીઝ માં તેમની સાથે અતુલ કુલકર્ણી, લલિત પ્રભાકર,  મનવા નાઈક જેવા અનેક અભિનેતાઓએ કામ કર્યું હતું. તેમની પાસે અમુક વેબ સીરીઝ પ્રોજેક્ટમાં છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *