અખરોટ ખાવાથી દૂર થાય છે ગંભીર શારીરિક સમસ્યાઓ જાણો કઈ રીતે અને ક્યારે કરવું તેનું સેવન

અખરોટ ખાવાથી દૂર થાય છે ગંભીર શારીરિક સમસ્યાઓ જાણો કઈ રીતે અને ક્યારે કરવું તેનું સેવન

કોરોના કાળમાં ભલે વ્યક્તિને કંઈ પણ શીખ મળી હોય પરંતુ સ્વાસ્થ્યની લઈને હવે દરેક સજાગ થઈ ગયું છે દરેક વ્યક્તિ ભલે ગરીબ હોય કે અમીર પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત થઈ ગયું છે તેવામાં અંગ્રેજીમાં એક કહેવત પણ છે હેલ્થ ઇઝ વેલ્થ તો આજે જાણીએ કે કઈ રીતે સવારે ખાલી પેટે અખરોટ ખાવાથી તમે તમારા સ્વાસ્થ્ય ને બનાવી શકો છો નિરોગી. અખરોટ નો ઉપયોગ દૂર ભગાડી શકે છે કેન્સર જેવી ભયાનક બીમારી અખરોટ ડ્રાયફ્રૂટ્સની શ્રેણીમાં આવે છે જેને વિટામીન નો રાજા કહેવામાં આવે છે.

અખરોટમાં આવતા તત્વો ની વાત કરીએ તો તેમાં ફાઇબર હેલ્ધી ફેટ વિટામીન અને મિનરલ ભરપૂર માત્રામાં હોય છે જે માત્ર આપણું મગજ મજબૂત બનાવે છે એટલું નહીં પરંતુ મેમરી માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે તે સિવાય વાત કરીએ તો અખરોટનું સેવન સંપૂર્ણ માનવ શરીર માટે લાભદાયક હોય છે તેનાં નિત્ય સેવનથી અનેક પ્રકારની બિમારીઓમાં રાહત મળે છે અખરોટ ને સુધી ખાવાને બદલે તેની પલાળીને ખાવી જોઈએ.

સ્વાસ્થ્ય વિશેષજ્ઞો માનીએ તો અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે હાર્ટ અને સ્વસ્થ બનાવે છે તેવામાં જો તમે હૃદય મજબૂત બનાવવા માંગો છો તો અખરોટનું સેવન જરૂર કરવું જોઈએ અખરોટને સામાન્ય રૂપથી ખાવું જોઈએ નહીં પરંતુ તેને પલાળી અને ખાવાથી વધારે ફાયદો થાય છે સામાન્ય વ્યક્તિને પ્રશ્ન થાય છે કે અખરોટ પ્રતિદિન કેવી રીતે ખાવું જોઈએ તે ખૂબ જ મોંઘી હોય છે.

તેવામાં તમને જણાવી દઈએ તો મોઘું સસ્તાની કોઈ વાત નથી કારણ કે સ્વસ્થ રહેશો તો મસ્ત રહેશો માત્ર બે અખરોટ દરરોજ ખાવી જોઈએ ત્યારબાદ તમારા સ્વાસ્થ્યમાં બદલાવ જોવા મળશે અખરોટમાં આવતાં પોષકતત્ત્વો માં પ્રોટીન વસા ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ એટલો નથી તેમાં કેલ્શિયમ પોટેશિયમ આયર્ન કોપર ઓમેગા-૩ ફેટી એસિડ મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ફોસ્ફરસ સેલેનિયમ અને ઝીંક હોય છે જે શરીરમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.

કયા કયા રોગોથી બચાવે છે અખરોટ

અનિતા ધ્યાનમાં આ વાત સામે આવી છે કે અખરોટનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર કોલ રેકોર્ડર કેન્સર જેવી ગંભીર બીમારીઓ ના જોખમને ઓછું કરી શકાય છે અખરોટમાં પોલીફેનોલ ઇલાગીટેનીન્સ હોય છે જે અનેક રીતના કેંસર સામે સુરક્ષા પ્રદાન કરે છે અખરોટ ખાવાથી હોર્મોન્સ સાથે જોડાયેલું કેન્સરનું જોખમ પણ ઓછું થાય છે એટલું જ નહીં હાડકાં દાંત પણ અખરોટ ખાવાથી મજબૂત થાય છે તેની પાછળ આ કારણ છે કે અખરોટમાં આલ્ફા લોનોલેનિક  એસિડ હોય છે જે હાડકાને મજબૂત કરવામાં સક્ષમ હોય છે જો તમે મોટાપા ના શિકાર હોય અને તમારું વજન વધતું હોય તો દરરોજ સવારે બે અખરોટ પલાળીને ખાવાથી તે સમસ્યા ઓછી થઇ શકે છે.

તે સિવાય ડાયાબિટીસમાં ફાયદાકારક હોય છે અખરોટ.

આજે ભારતમાં ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ વધી રહી છે તેવામાં ડાયાબિટીસથી છુટકારો મેળવવા માટે અખરોટ નો ઉપયોગ કરી શકાય છે અનેક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો દરરોજ બેથી ત્રણ ચમચી અખરોટનું સેવન કરે છે તેમને ટાઇપ ટુ ડાયાબિટીસના જોખમ ઓછું થઈ જાય છે અખરોટ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જેનાથી ડાયાબીટિઝનું જોખમ ઓછું થઈ જાય છે

અખરોટ પાચન પ્રણાલીને મજબૂત કરે છે જેનાથી કબજિયાત જેવા રોગો માં છુટકારો મળે છે તેવામાં જો અખરોટ ને વિટામિન્સ નો રાજા કહેવામાં આવે છે તો તેના ગુણ પણ તેવા જ છે અખરોટનું સેવન કરવાથી કોઇ નુકસાન થતું નથી. રોજ 2 પલાળેલી અખરોટનું સેવન કરવાથી તમે સ્વસ્થ રહી શકો છો બસ એક વાતનું ધ્યાન રાખવું કે કોઈપણ પ્રકારની એલર્જી હોય તો અખરોટનું સેવન કર્યા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લેવાનો વિચાર કરો છો તો પહેલા ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *