આખાત્રીજ પર બની રહ્યો છે ધન યોગ, માં લક્ષ્મી નાં આશીર્વાદ મેળવવા માટે રાશિ પ્રમાણે કરો આ ઉપાય

આખાત્રીજ પર બની રહ્યો છે ધન યોગ, માં લક્ષ્મી નાં આશીર્વાદ મેળવવા માટે રાશિ પ્રમાણે કરો આ ઉપાય

૧૪ મે નાં અખાત્રીજ નો પર્વ આવે છે. આ પર્વ ને  ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસ ને ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને ધનની દેવી માતા લક્ષ્મી પૂજા-અર્ચના કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર અખાત્રીજ પર સોનું ખરીદવું ખૂબ જ શુભ ગણવામાં આવે છે. જે લોકો આ દિવસે સોનાની ખરીદી કરે છે તેના ઘરમાં માં લક્ષ્મીનો વાસ થાય છે. અને તેના ઘરમાં ધન, વૈભવ અને સમૃદ્ધિ વધે છે. અને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી. આ વર્ષે અખાત્રીજ પર લક્ષ્મી યોગ બની રહ્યો છે. આ યોગમાં કરવામાં આવેલ કોઈ પણ  કામ નું શુભ ફળ પ્રાપ્ત થાય છે.

અખાત્રીજ નો શુભ યોગ

 

અખાત્રીજ પર માં લક્ષ્મી ની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે શુક્રવારનાં આખાત્રીજ આવી રહી છે. અખાત્રીજ પર રોહિણી નક્ષત્ર માં સુક્રમા અને ધૃતિ યોગ બની રહ્યા છે. જ્યોતિષ માં આ બંને યોગ ને  ખૂબ જ શુભ ગણવામાં આવે છે. રાતના ૧૨ કલાક અને ૧૫ મિનિટથી ૧ કલાક અને ૪૬ મિનિટ સુધી સુક્રમા યોગ રહેશે ત્યારબાદ ધૃતિ યોગ શરૂ થશે.

થયો હતો માં લક્ષ્મી નો જન્મ

 

પૌરાણિક માન્યતા અનુસાર અખાત્રીજ નાં દિવસે માં લક્ષ્મી નો જન્મ થયો હતો અને આ દિવસે પૂજા કર્યા બાદ અખાત્રીજ ની કથા જરૂર વાંચવી કથા વાંચવા થી  શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

અખાત્રીજ ની પૌરાણિક કથા

પૌરાણિક કથા અનુસાર એક ધર્મદાસ નામનો વૈશ્ય  રહેતા હતા. ધર્મદાસ શાક્લ નગરમાં પોતાની પત્નીની સાથે રહેતા હતા. ધર્મદાસ નો સ્વભાવ ખૂબ જ અધ્યાત્મિક હતો અને તેઓ હંમેશા પૂજા-પાઠ કરતા હતા. એક દિવસ ધર્મદાસને અખાત્રીજ વિશે ખ્યાલ આવ્યો. વૈશાખ શુક્લ ત્રીજના દિવસે દેવતાઓ નું  પૂજન અને બ્રાહ્મણ નો આપવામાં આવેલ દાન અક્ષય થઈ જાય છે. આ સાંભળીને ધર્મદાસે અખાત્રીજ નું વ્રત રાખવાનું શરૂ કર્યું. સાથેજ ગંગાસ્નાન કરી અને પિતૃઓનું તર્પણ કર્યું. એટલું જ નહીં આખાત્રીજ નાં દિવસે ધર્મ દાસે બ્રાહ્મણોને ગોળ, દહીં, ચણા, ઘઉ, ખાંડ વગેરે વસ્તુઓનું દાન કર્યું.

ધર્મદાસ નાં પત્ની દર વર્ષે અખાત્રીજ નાં દાન કરવાથી તેમને રોકતા હતા. પરંતુ ધર્મદાસે દાન નું કાર્ય ચાલુ રાખ્યું અને ઘણા વર્ષો સુધી અખાત્રીજ પર પૂજન અને દાન કર્યું. જ્યારે ધર્મ દાસ નું નિધન થયું અને તેનો બીજો જન્મ થયો ત્યારે તે એક જ રાજા થયા. ધર્મદાસ કુશાવતી નગર નાં રાજા બન્યા પૌરાણિક માન્યતા અનુસાર અખાત્રીજના દિવસે દાન અને પૂજા કરવાના કારણે ધર્મદાસ ને રાજયોગ મળ્યો  માટે અખાત્રીજ પર દાન જરૂર કરવું.

અખાત્રીજ પર રાશિ અનુસાર કરો દાન

મેષ રાશિ

મેષ રાશિના જાતકો એ અખાત્રીજ પર મસૂરની દાળનું દાન કરવું.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોએ અખાત્રીજ પર ચોખા અને બાજરા નું દાન કરવું.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોએ મગની દાળ અને વસ્ત્રનું દાન કરવું.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકોએ દૂધ અને ચોખાનું દાન કરવું.

સિંહ રાશિ

જ્યોતિષ અનુસાર આ રાશિના લોકોએ આ દિવસે લાલ રંગના ફળોનું ગરીબને દાન કરવું.

કન્યા રાશિ

આખાત્રીજ પર કન્યા રાશિના લોકોએ મગની દાળનું દાન કરવું.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકોએ ચોખા અને ખાંડ નું દાન કરવું.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોએ પાણી અને ગોળ નું કોઇ ગરીબ વ્યક્તિને દાન કરવું.

ધન રાશિ

ધન રાશિના જાતકોએ કેળા અને ચોખાનું દાન જરૂર કરવું. એવું કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

મકર રાશિ

અખાત્રીજ નાં દિવસે મકર રાશિવાળા લોકોએ કાળી દાળ અને દહી દાન કરવું.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોએ કાળા તલ અને વસ્ત્રોનું દાન કરવું.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોએ હળદર અને ચણાની દાળનું દાન કરવું.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *