અજય દેવગન ની પહેલા આ અભિનેતા ને પોતાનું દિલ આપી બેઠી હતી કાજોલ, કરણ જોહરે કર્યો હતો આ વાતનો ખુલાસો

અજય દેવગન ની પહેલા આ અભિનેતા ને પોતાનું દિલ આપી બેઠી હતી કાજોલ, કરણ જોહરે કર્યો હતો આ વાતનો ખુલાસો

સુપર સ્ટાર અજય દેવગન અને અભિનેત્રી કાજોલની જોડી ને બોલિવૂડ માં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બંનેની જોડી ઈન્ડસ્ટ્રી માં પાવર કપલ ના રૂપમાં ઓળખાય છે. અજય દેવગન અને કાજોલ નું અફેર પ વર્ષ સુધી રહ્યું હતું. બંનેએ વર્ષ ૧૯૯૯ માં લગ્ન કર્યા હતા. પરંતુ શું તમને ખબર છે કે, તેના પહેલા કાજોલ દિગ્ગજ અભિનેતા અક્ષયકુમારને પસંદ કરતી હતી. એક સમયે કાજોલ અક્ષય કુમાર ની દિવાની હતી.

બોલિવુડ નાં ખેલાડી અક્ષય કુમારનું અફેર હિન્દી સિનેમા ની  અડધો ડઝન અભિનેત્રીઓ સાથે રહ્યું છે ત્યાં જ ક્યારેક કાજોલ પણ અક્ષય કુમારને દિલ આપી બેઠા હતા. બંને નું અફેર તો થયું ન હતું. પરંતુ કાજોલ નું અક્ષય પર ક્રશ હતું. આ માત્ર એક તરફનો પ્રેમ હતો અને કાજોલ અક્ષય કુમારનું પીછો કરતી હતી. આ સંબંધ નો ખુલાસો ફેમસ ફિલ્મ નિદર્શન કરણ જોહરે કપિલ શર્મા કોમેડી શો ‘ધ કપિલ શર્મા’ કર્યો હતો.

કરણ એ કપિલ નાં શોમાં ખુલાસો કરતા કહ્યું હતું કે., હિના ફિલ્મની પાર્ટી દરમિયાન મારી મુલાકાત કાજોલ જોડે થઈ હતી. કાજોલને અક્ષય કુમાર પર ક્રશ હતો. અને તે પાર્ટી દરમિયાન અક્ષય કુમાર ને શોધી રહી હતી. અને હું તેમાં તેને મદદ કરી રહ્યો હતો. નિર્દેશક કરણે આગળ કહ્યું કે, હું અને કાજોલ બંને મળી અક્ષય કુમારને શોધી રહ્યા હતા. તે દરમિયાન અક્ષય સ્ટાર બન્યા નહતા. અમને અક્ષય કુમાર તો મળ્યા નહીં પરંતુ અમારા બંનેની મિત્રતા જરૂર થઈ ગઈ. ત્યાંથી અમારી દોસ્તી ની શરૂઆત થઈ.

જણાવી દઈએ તો અક્ષય કુમાર હિન્દી સિનેમા માં પોતાના કરિયર ની શરૂઆત વર્ષ ૧૯૯૧ માં આવેલી ફિલ્મ “સોગંદ” થી કરી હતી. પહેલી ફિલ્મ પછી કાજોલ અક્ષય ને પસંદ કરવા લાગી હતી. ત્યાં જ કાજોલની ફિલ્મ કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૨ માં થયેલી હતી. કાજોલ ની પહેલી ફિલ્મ બેખુદી હતી.

અક્ષયની સાથે કાજોલે કર્યું કામ

 

ખૂબ જલ્દી કાજોલ અને અક્ષયે એક સાથે સ્ક્રીન પર શેયર કરી હતી. વર્ષ ૧૯૯૪ માં બંને એકસાથે ફિલ્મી પડદા પર જોવા મળ્યા હતા. અક્ષય અને કાજોલ ની ફિલ્મ “યે દિલ્લગી” તે દરમિયાન રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને રીમા લાગુ જેવા કલાકારો એ પણ મુખ્ય રોલ કર્યો હતો.

ત્યારબાદ અજય દેવગન સાથે કર્યું કામ

અક્ષય ની સાથે કામ કર્યા પછી કાજોલ ને અજય દેવગન સાથે કામ કરવાનો અવસર મળ્યો. બંનેની જોડી પહેલી વખત ૧૯૯૫માં આવેલી ફિલ્મ “હલચલ” માં જોવા મળી હતી. બંને વર્ષ ૧૯૯૪ માં એકબીજાને મળ્યા હતા અને કહેતા હતા કે, હલચલ નાં શૂટિંગ દરમિયાન બંનેનું અફેર ચાલુ થયું હતું.વર્ષ ૧૯૯૪ માં કાજોલ અને અજય દેવગનનું અફેર પાંચ વર્ષ સુધી રહ્યું. આ અફેરની ચર્ચા ઓ બધે થવા લાગી ત્યારબાદ બંને વર્ષ ૧૯૯૯ માં લગ્ન કરી લીધા. અને બંને આજે બે બાળકો પુત્રી ન્યાસા અને પુત્ર યુગ નાં માતા પિતા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *