અદ્ભુત પથ્થર – જેને કાપવાથી નીકળે છે લોહી, હેરાન કરી દે તેવું છે કારણ

અદ્ભુત પથ્થર – જેને કાપવાથી નીકળે છે લોહી, હેરાન કરી દે તેવું છે કારણ

જો કોઈ પથ્થર જમીન પર પડે તો તેના બે ટુકડા થઈ જાય છે. પણ જો એ તૂટેલા પથ્થરમાંથી લોહી વહેવા લાગે તો ડરથી તમારી હાલત બગડી જશે. પરંતુ આ કોઈ વાર્તા નથી પરંતુ વાસ્તવમાં એવા પથ્થરો છે જેને ઈજા થાય ત્યારે લોહી નીકળે છે એટલું જ નહીં પરંતુ હવે આ પત્થરોમાંથી જે માંસ નીકળે છે તે પણ બજારમાં ખૂબ વેચાય છે.

ચિલી અને પેરુના સમુદ્ર તટમાં આ પથ્થરોની મોટી સંખ્યા જોવા મળે છે. જો કોઈ વ્યક્તિ આ પથ્થરોને પહેલી નજરે જોશે તો તે સામાન્ય પથ્થર જેવો જ લાગશે. આ પથ્થર પ્યુરા ચિલિએન્સિસ તરીકે ઓળખાય છે.

આ પથ્થર તૂટતાની સાથે જ આ પથ્થરમાંથી લોહી વહેવા લાગે છે. આ પથ્થર ખડકો સાથે ચોંટી જાય છે અને ધીમે ધીમે તેનો એક ભાગ બની જાય છે. આ પથ્થરને પીરિયડ રોક પણ કહેવાય છે.

આ પથ્થર વિશે આશ્ચર્યજનક વાત એ છે કે આ પથ્થરમાંથી માત્ર લોહી જ નહીં પણ માંસ પણ નીકળે છે. ઉપરથી સખત દેખાતો આ પથ્થર અંદરથી ખૂબ જ નરમ છે.

લોકો આ પથ્થરની શોધમાં સમુદ્રના ઊંડાણમાં શોધ કરે છે કારણ કે લોકોને આ પથ્થરમાંથી નીકળતું માંસ ખૂબ જ પસંદ હોય છે. જેના કારણે તેની માંગ દિવસે ને દિવસે વધી રહી છે.

આ પથ્થરનું માંસ કાઢવા માટે લોકોને ધારદાર છરીની જરૂર પડે છે. પથ્થરના માંસમાંથી ઘણી વાનગીઓ અને સલાડ બનાવવામાં આવે છે. પરંતુ સ્થાનિક લોકો આ પથ્થરને કાચો ખાવાનું પસંદ કરે છે.

આવો જાણીએ શું છે આ પથ્થરનું રહસ્ય? આ પથ્થર દરિયાઈ પ્રાણી છે. જે શ્વાસ લે છે અને ખોરાક પણ ખાય છે. ઉપરાંત, તે લિંગ બદલવાની ક્ષમતા ધરાવે છે, જેની મદદથી તે બાળકો પણ ઉત્પન્ન કરે છે. પરંતુ આ જીવ બિલકુલ પથ્થર જેવો દેખાય છે.

Bhumi Pandya

Leave a Reply

Your email address will not be published.