એક્ટિંગમાં ચાલી શકી નહીં પરંતુ સુંદરતાથી દરેક લોકોનાં હોશ ઉડાવે છે આ ૪ અભિનેત્રીઓ, જુઓ સુંદર તસ્વીરો

બોલીવુડમાં અભિનેત્રીઓને સુંદરતા ખૂબ જ મહત્વ ધરાવે છે. પરંતુ ફક્ત સુંદરતાને ધ્યાનમાં રાખવી યોગ્ય હોતી નથી. બોલીવુડમાં એવી ઘણી એક્ટ્રેસ છે જે ખૂબ જ સુંદર છે, પરંતુ તેમની એક્ટિંગ કારકિર્દી કંઈ ખાસ ચાલી શકી નથી. આજે અમે તમને અમારા આર્ટિકલમાં બોલીવુડની ૪ એવી અભિનેત્રીઓ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ.
નેહા શર્મા
નેહા શર્માને એક વખત જોતાની સાથે જ તમે તેના દિવાના બની જશો. તેની તસ્વીરો પરથી તમે પોતાની નજર હટાવી શકશો નહીં. નેહા શર્મા બોલીવુડની સુંદર અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે નેહા શર્મા એ હિન્દી સિનેમામાં પોતાના પગલા ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ “ક્રૂક” થી રાખ્યા હતા.
નેહા શર્મા બોલીવુડમાં તુમ બીન-૨, યંગીસ્તાન, જયંતાભાઈ કિ લવ સ્ટોરી, અને કયા સુપર કૂલ હૈ હમ જેવી ફિલ્મોમાં નજર આવી ચૂકેલી છે. જોકે તેની કારકિર્દી વધારે ચર્ચામાં રહી નથી. નેહા શર્મા પોતાની સુંદરતા ની જેમ કારકિર્દીમાં આગળ વધી શકી નહીં અને ફ્લોપ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ થઈ ગઈ. જણાવી દઈએ કે નેહા શર્મા બિહારના ભાગલપુર કોંગ્રેસ વિધાયક અજીત શર્મા ની દીકરી છે.
યામી ગૌતમ
યામી ગૌતમની સુંદરતા જોઈને લોકો દીવાના બની જાય છે. તે સુંદર હોવાની સાથે સાથે તેનો રંગ પણ ખૂબ જ ગોરો છે. ફિલ્મોમાં કદમ રાખતા પહેલા યામી ગૌતમ નાના પડદા પર કામ કરી ચૂકેલી છે. બાદમાં તેણે ફિલ્મોમાં એન્ટ્રી લીધી અને પોતાની સુંદરતાથી દરેક લોકોને દિવાના બનાવી દીધા. તે સુંદરતાની બાબતમાં બોલીવુડની ઘણી ટોપ હસીનાઓને પણ ટક્કર આપે છે.
જણાવી દઈએ કે બોલીવુડમાં યામી ગૌતમ કાબીલ બાલા, વિકી ડોનર, ઉરી : ધ સર્જીકલ સ્ટ્રાઈક જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી છે. તેની ઘણી ફિલ્મો સફળ રહેલી છે, પરંતુ તેમ છતાં પણ યામી ગૌતમ ની ગણતરી મોટી એક્ટ્રેસમાં થતી નથી.
એવલીન શર્મા
અભિનેત્રી એવલિન શર્મા પોતાની એક ખાસ ઓળખ બનાવી ચુકેલી છે. જોકે તે સફળ બોલીવુડ અભિનેત્રી બની શકી નહીં. એવલીન શર્મા પણ પોતાની સુંદરતાથી દરેક લોકોના હોશ ઉડાવે છે. તે ઘણી બોલીવુડ ફિલ્મોમાં નજર આવી ચૂકેલી છે.
તે વાત માં જરા પણ બેમત નથી કે એવલિન શર્મા ખૂબ જ સુંદર છે. જોકે તેની ફિલ્મી કારકિર્દી કંઈ ખાસ ચાલી રહી નથી. તે યે જવાની હે દીવાની, યારીયા, મે તેરા હીરો સહિત અમુક ફિલ્મોમાં જોવા મળે છે. તે મોટાભાગે ફિલ્મોમાં સાઈડ અથવા સપોર્ટિંગ રોલ કરતી નજર આવે છે.
ઇલિયાના ડિક્રુઝ
ઇલિયાના ડિક્રુઝે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત દક્ષિણ ભારતીય ફિલ્મોથી કરી હતી. તેણે સાઉથની ઘણી હિટ ફિલ્મો માં કામ કરેલું છે. ત્યારબાદ ઇલિયાના ડિક્રુઝ હિન્દી સિનેમા તરફ આગળ વધી હતી. જોકે અપેક્ષા અનુસાર એલિયાના બોલીવુડમાં નામ કમાઈ શકી નહીં.
ઇલિયાના ને પસંદ કરવા વાળા લોકોની સંખ્યા લાખોમાં છે. તે અવારનવાર પોતાની સુંદર તસ્વીરોથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવતી રહે છે. તેણે બોલીવુડમાં અક્ષય કુમાર અને અજય દેવગન જેવા દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કરેલું છે. જોકે તેમ છતાં પણ તેની બોલીવુડ કારકિર્દી ખાસ ચાલી શકી નહીં અને બોલીવુડમાં તેનો જાદુ ચાલ્યો નહીં.