વાસ્તુ શાસ્ત્ર : અચાનક થી વધવા લાગે ઘરનો ખર્ચ તો થઈ જાઓ સાવધાન, તુરંત આ વાતો પર આપો ધ્યાન

મનુષ્ય પોતાના જીવનમાં ઘણી બધી પરેશાનીઓ માંથી પસાર થાય છે. નોકરીની પરેશાની હોય કે વેપારની કે પછી આર્થિક પરેશાની, જો તમે પણ આ બધી પરેશાનીઓથી છુટકારો મેળવવા માંગો છો તો તેના માટે વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલ અમુક નિયમોનું પાલન કરી શકો છો. હકીકતમાં ઘરની અંદર જો નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહે છે, તો તેના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઘરનો ખર્ચ અચાનક વધવા લાગે છે, ઘરમાં વારંવાર કોઈને કોઈ વાતને લઈને પરેશાની ઉભી થતી રહે છે.
જો તમે પણ આ બધી પરેશાનીઓ માંથી સતત ઘેરાયેલા રહો છો, તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ હોઇ શકે છે. એટલા માટે સમય રહેતા તેનો સમાધાન કરી લેવું જોઈએ. આજે અમે તમને વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલ અમુક મહત્વપૂર્ણ વાતો વિશે જાણકારી આપવાના છીએ. જેના પર જો તમે ધ્યાન આપો છો તો અને પરેશાનીઓ માંથી મુક્તિ મેળવી શકો છો.
રાત્રે સુતા પહેલા ગંદા વાસણ સાફ કરી લો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ગંદા વાસણ ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે. ઘણા લોકોની આદત હોય છે કે તેઓ રાતના સમયે ભોજન લીધા બાદ વાસણ સાફ કર્યા વગર સૂઈ જતા હોય છે. પરંતુ તમારી આ આદત તમારી પરેશાનીનું મુખ્ય કારણ બની શકે છે. જો તમે રાતના સમયે ગંદા વાસણ છોડીને સુઈ જાઓ છો, તો તેના કારણે નકારાત્મક ઊર્જા સક્રિય થઈ જાય છે. જેના કારણે લગ્ન જીવનમાં પરેશાનીઓ ઊભી થવા લાગે છે. ઘરના કોઈ ને કોઈ સદસ્યની તબિયત અચાનક ખરાબ થઈ જાય છે. દવા કરાવવા છતાં પણ સ્વાસ્થ્યમાં સુધારો થતો નથી. એટલું જ નહીં પરંતુ તેના કારણે ધનહાનિ નો સામનો પણ કરવો પડે છે, એટલા માટે રાત્રીના સમયે ગંદા વાસણ જરૂરથી સાફ કરી લેવા જોઈએ.
ધન હાનિની નિશાની છે પાણી ટપકવું
અવારનવાર જોવામાં આવે છે કે ઘરની અંદર લગાવેલ અથવા કોઈ પાઇપ લાઇનમાંથી પાણી ટપકતું રહે છે. જેના પર વ્યક્તિ ધ્યાન આપતા નથી, પરંતુ જો તમે તેને ધ્યાનમાં લેશો નહીં તો તમને જીવનમાં ધન સાથે જોડાયેલી પરેશાનીઓ માંથી પસાર થવું પડી શકે છે. તેના કારણે તમારા ખર્ચમાં વધારો થવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણી ટપકવું શુભ માનવામાં આવતું નથી. જો તમારા ઘરમાં પણ કોઈ જગ્યાએથી પાણી ટપકી રહ્યું હોય તો તુરંત તેને ઠીક કરાવી લેવો જોઇએ.
શુ રૈક દરવાજા પાસે ન રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના મુખ્ય દરવાજાની પાસે શુ રૈક રાખવામાં આવેલ હોય તો તેના કારણે ધનને બરબાદ થવા લાગે છે. હાથમાં આવેલા પૈસા પણ ટકતા નથી. ખોટા ખર્ચ થવા લાગે છે, એટલા માટે શુ રૈક એવી જગ્યા પર રાખવા જોઈએ, જ્યાં આવવા-જવા વાળા લોકોની દ્રષ્ટિ ન પડે.
ઘરમાં રાખેલા તૂટેલા વાસણ થી થાય છે ખર્ચમાં વૃદ્ધિ
જો તમારા ઘરમાં કોઈ એવો સામાન રાખવામાં આવે છે જે કોઈ કામનો ના હોય અથવા તૂટેલો ફૂટેલો હોય, તો તમારે તેને ઘરમાંથી તુરંત બહાર કાઢી નાખવો જોઈએ. કારણ કે ઘરની અંદર રાખવામાં આવેલ તૂટેલા વાસણોને લીધે ખર્ચમાં વધારો થવા લાગે છે.