અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય અને જયા બચ્ચન નાં સંબંધો માટે કર્યો ખુલાસો

અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય અને જયા બચ્ચન નાં સંબંધો માટે કર્યો ખુલાસો

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને ૨૦૦૭ માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા. લગ્ન પછી બંને ચર્ચામાં રહે છે. પરંતુ ચાહકો જાણવા માંગે છે કે, એશ્વર્યા નાં તેની સાસુ જયા બચ્ચન સાથે કેવા સંબંધો છે?બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય ની સુંદરતા નાં કરોડો લોકો તેમના ચાહકો છે. પરંતુ તેમણે પોતાના જીવનસાથીના રૂપમાં અભિષેક બચ્ચનને પસંદ કર્યો. બંને નાં લગ્ન વર્ષ ૨૦૦૭ માં ખૂબ જ ધૂમધામથી કરવામાં આવ્યા હતા. આ લગ્ન ઇન્ડસ્ટ્રી નાં ગ્રેડ લગ્નમાંથી એક હતા. લગ્ન પછી તેમના અને અભિષેક નાં રોમેન્ટિક ફોટો વાયરલ થતા રહે છે તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને ઐશ્વર્યા પૂરા બચ્ચન પરિવાર નું ખૂબજ સન્માન કરે છે. પરંતુ દરેક તે જાણવા માગે છે કે, એશ્વર્યા રાયના તેની સાસુ જયા બચ્ચન સાથે કેવા સંબંધો છે. તેના પર એક વખત અભિષેક બચ્ચને વાત કરી હતી.

અભિષેક વિરુદ્ધ રચે છે ષડયંત્ર

અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, એશ્વર્યા અને જયા બચ્ચન તેમના વિરુદ્ધ ષડ્યંત્ર કરે છે. અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે, માતા જયા બચ્ચન અને પત્ની એશ્વર્યા તેમના વિરુદ્ધ જઈને તે બંને એકબીજા સાથે બંગાળીમાં વાતો કરે છે. જયા બચ્ચન ને સારું બંગાલી આવડે છે. ત્યાં જ એશ્વર્યા ફિલ્મ ચોખેર બાલી માટે બંગાળી શીખી હતી. તેવામાં તેમને પણ બંગાળી આવડે છે.

સાસુ-વહુ વચ્ચે સારું બોન્ડિંગ

જણાવી દઈએ કે, જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે સારું બોન્ડિંગ છે. જયા બચ્ચન હંમેશા પોતાની વહુ નો પક્ષ લેતી રહે છે. એક વખત જ્યારે જયા બચ્ચન પરિવારની કોઈ પાર્ટીમાં પહોંચી ત્યારે ફોટોગ્રાફ્સ એ એશ્વર્યાને એશ કહીને બોલાવી તેમાં જયા બચ્ચન ભડકી ઉઠી હતી અને તેમણે કહ્યું હતું કે કેમ એશ કહી બોલાવી રહ્યો છે. એશ્વર્યાજી અથવા મિસીસ બચ્ચન કહો. ઐશ્વર્યા કોઈ પણ અવસર પર પોતાની સાસુ જયા બચ્ચન ની સાથે સોશિયલ મીડિયા પર ફોટા શેયર કરતી રહે છે.

અભિષેક અને ઐશ્વર્યાની પહેલી મુલાકાત

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય ની લવ સ્ટોરી ની વાત કરીએ તો તે બન્નેની પહેલી મુલાકાત ૧૯૯૭ માં એક ફિલ્મ નાં સેટ પર થઈ હતી તે સમયે એશ્વર્યા બોબી દેઓલ ની સાથે ફિલ્મ ‘ઓર પ્યાર હો ગયા’ માં કામ કરી રહી હતી. ત્યારબાદ અભિષેકની સાથે પહેલી વખત ફિલ્મ ધાઈ અક્ષર પ્રેમ માં જોવા મળી હતી. તે સિવાય વર્ષ ૨૦૦૩ માં બંને એ કુછ ના કહો ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તે સમયે બંને બીજા કોઈની સાથે રિલેશનશિપમાં હતાં. એશ્વર્યા સલમાન ખાન ને ડેટ કરી રહી હતી અને અભિષેક બચ્ચન કરિશ્મા કપૂર ને ડેટ કરી રહ્યા હતા. પરંતુ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું. અને બંને વચ્ચે નજદીકી વધવા લાગી અને ફિલ્મ ગુરુ દરમિયાન અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *