આયુષ્ય મંત્રાલયે જણાવ્યો કોરોનાથી બચાવ માટેનો મંત્ર, આ કાર્યો કરવાથી મજબૂત બને છે ઇમ્યુનિટી

આયુષ્ય મંત્રાલયે જણાવ્યો કોરોનાથી બચાવ માટેનો મંત્ર, આ કાર્યો કરવાથી મજબૂત બને છે ઇમ્યુનિટી

કોરોના થી બચવા માટે ઇમ્યુનિટી મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. જે લોકોની ઇમ્યુનિટી બરાબર હોય છે. તેઓને વાયરસ નું જોખમ ન બરાબર રહે છે. તેમજ જો ભૂલથી પણ વાયરસ લાગી જાય છે તો મુબુત ઇમ્યુનિટી ની મદદથી તેની સામે લડી શકાય છે. અને તેનો ખરાબ પ્રભાવ શરીર પર પડતો નથી. માટે તમારી ઇમ્યુનિટી કમજોર પડવા ના દેવી. દરેકના મનમાં એક જ સવાલ આવે છે કે, આખરે આપણી ઇમ્યુનિટી ને કઈ રીતે વધારી શકીએ. ઇમ્યુનિટી વધારવા માટે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ. જો તમારી રી ઇમ્યુનિટી ને મજબૂત રાખવા ઇચ્છતા હોવ તો નીચે જણાવેલી વાતો નું પાલન જરૂર કરવું. તેને અપનાવવાથી શરીર ને મજબૂતી પ્રદાન થાય છે. અને શરીરની રક્ષા કોરોના વાયરસથી થાય છે. આયુષ્ય મંત્રાલય અનુસાર જે લોકો નીચે જણાવેલી વાતોનો રોજ પાલન કરે છે. તેમનો બચાવ આ ઘાતક વાયરસથી થઈ શકે છે.

Advertisement

હળદર વાળું દૂધ પીવું

હળદર વાળા દૂધ ને ઉત્તમ ગણવામાં આવે છે. આ દૂધ નું સેવન કરવાથી ઇમ્યુનિટી બરાબર રહે છે. જે લોકો હળદર વાળા દૂધનું સેવન કરે છે તેને આ રોગ આસાનીથી લાગતો નથી. કોરોનાવાયરસ નો સૌથી ખરાબ પ્રભાવ ફેફસા પર પડે છે. આયુર્વેદ અનુસાર હળદર ફેફસાં માટે ફાયદાકારક છે. તેને ખાવાથી ફેફસા માં સંક્રમણ થતું નથી. તેથી રોજ એક ગ્લાસ હળદર વાળું દૂધ જરૂરથી પીવું.હળદર વાળું દૂધ ની જગ્યાએ તમે પાણી સાથે પણ તેનું સેવન કરી શકો. રોજ ખાલી પેટે એક ચમચી હળદર અને તેના પર નવશેકું ગરમ પાણી પી લેવું. એવું કરવાથી ફેફસાઓને સુરક્ષા પ્રદાન થાય છે.

ગરમ પાણી પીવું

કોરોનાવાયરસ થી બચવા માટે ગરમ પાણી પીવું જોઈએ. મંત્રાલય અનુસાર ગરમ પાણી પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. અને વાયરસ થી લડવામાં શરીરને તાકાત પ્રદાન થાય છે.

ઘરનું ભોજન લેવું

આયુષ્ય મંત્રાલય અનુસાર ઘરમાં બનાવેલ ભોજનનું સેવન કરવું. મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવેલ છે કે, હળદર જીરૂ, સુકી હળદર લસણ જેવા મસાલાનો ઉપયોગ ભોજન બનાવતી વખતે જરૂર કરવું. આ વસ્તુ શરીરને મજબૂતી પ્રદાન કરે છે. સાથે જ ભોજનમાં દાળ નો સમાવેશ જરૂર કરવો.

નિયમિત યોગ અને વ્યાયામ કરવો

મંત્રાલયની સલાહ અનુસાર દરરોજ ઓછામાં ઓછા ૩૦ મિનિટ માટે યોગ કરવા. પ્રાણાયામ અને મેડિટેશન કરવાથી શરીર ને મજબુતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સારી ઉંઘ પણ આવે છે. ઓછામાં ઓછા આઠ કલાક સુધી ઊંઘ કરવી.

ચ્યવનપ્રાશનું સેવન કરવું

ઇમ્યુનિટી વધારવા માટે બે વાર ચ્યવનપ્રાશનું સેવન કરવું સવારે અને સાંજે ૨૦ ગ્રામ ચ્યવનપ્રાશ નવશેકા પાણી સાથે લેવું. તો વધારે ફાયદો થાય છે. અથવા તો તેના સેવન બાદ પાંચ મિનિટ બાદ ઉપરથી ગરમ દૂધ પી લેવું.

આ દવાઓનું સેવન

ગીલોય ૫૦૦ મિલીગ્રામ અશ્વગંધા ૫૦૦ મિલીગ્રામ દરરોજ બે વાર લેવી. તેને નવશેકા પાણી સાથે લેવી. આ દવા ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. અને તેને લેવાથી શરીર મજબૂત બને છે. આ ઉપરાંત વિટામિન સી લેવાથી ઇમ્યુનિટી બરાબર રહે છે. આ ઉપરાંત ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવી અને પી શકો છો.

 હર્બલ ચા પીવી

હર્બલ ચા પીવાની સલાહ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે એક ગ્લાસ પાણીને ગરમ કરવા માટે ગેસ પર રાખો વરીયાળી, સૂકી હળદર અને મરી ને પાણીમાં નાખી અડધી કલાક સુધી ઉકાળવું. ત્યારબાદ ગેસ બંધ કરી દો. પાણીને ગાળી લેવું. આ ચાનું દિવસ માં બે વાર સેવન કરવું.

નાકમાં તેલ નાખવું

દિવસમાં બે વાર નાકની અંદર તલનું તેલ, નાળિયેરનું તેલ અથવા તો ગાયનું ઘી નાખવું. દિવસમાં બે વાર ઓઈલ પુલિંગ થેરેપી કરવાથી લાભ થાય છે. તેનું આ ઉપરાંત વરાળ જરૂરથી લેવી. સાથે જ ગરમ પાણીનાં કોગળા પણ અવશ્ય કરવા.

લવિંગ ખાવું

 

વાઇરસનો સૌથી વધારે પ્રભાવ ગળા પર પડે છે. વાયરસ થવા પર ગળામાં ખરાશ અને ઉધરસની સમસ્યા થઈ જાય છે. ગળામાં ખરાશ થવા પર લવીંગ અને મરીનો પાઉડર અને મધ સાથે મિક્સ કરી દિવસમાં બે અથવા ત્રણ વાર લેવું. તેનાથી ઉધરસ અને ગળામાં ખરાશ થી રાહત મળે છે.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.