આવી દેખાતી હતી કપિલ ની ઓન સ્કીન વાઈફ સુમોના, આમિર, અનીલ સાથે કરી ચૂકી છે આ ફિલ્મમાં કામ

કોમેડી ની દુનિયામાં કપિલ શર્માએ એક મોટી છાપ છોડી છે. કપિલ શર્માનો કોમેડી શો ભારતની સાથે દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. કપિલ ને આ શોથી એક ખાસ અલગ ઓળખાણ મળી છે. પરંતુ કપિલની સાથે તેના સાથી અને શો ના અન્ય કલાકારોને પણ સારી ઓળખાણ મળી છે. જ્યારે કમાણીની વાતમાં આ કલાકારો પણ આગળ છે.
કપિલ શર્માના શો “ધ કપિલ શર્મા શો” નાં કલાકારો ની ચર્ચા થતી રહે છે. તેવામાં આજે આ લેખ માં તમને કપિલ ની પત્ની નાં રૂપમાં જોવા મળતી અભિનેત્રી સુમોના ચક્રવર્તી વિશે જણાવીશું સુમોના ચક્રવતી લાંબા સમયથી આ શોનો હિસ્સો છે. તે હંમેશા કપિલની પત્નીના રૂપમાં જોવા મળે છે. આજે તમને સુમોના ચક્રવર્તી ની અમુક ખાસ વાતો વિશે જણાવીશું.
આમિર, અનીલ અને મનીષાની આ ફિલ્મમાં કામ કરી ચૂકી છે સુમોના
સુમોના જ્યારે છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે તે બોલિવુડમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ નાં રૂપમાં જોવા મળી હતી. કહેવામાં આવે છે કે, સુમોના ચક્રવર્તી એ આમિર ખાન, અનિલ કપૂર અને મનીષા કોઈરાલા ની ફિલ્મ “મન” માં કામ કર્યું છે. તે સમયે તેની ઉંમર ૧૨ વર્ષની હતી. ૨૪ જૂન ૧૯૮૮ માં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં જન્મેલી સુમોના નો ફિલ્મ મન માં ખૂબ જ નાનો રોલ હતો. તે ફિલ્મ વર્ષ ૧૯૯૯ માં રિલીઝ થઈ હતી.
લખનઉ મુંબઈથી પૂર્ણ કર્યો અભ્યાસ
સુમોના નો શરૂઆત નો અભ્યાસ લખનઉમાં જ થયો છે. તે લખનઉ નાં લોરેટો કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ત્યાં જ કોલેજનો અભ્યાસ તેમણે મુંબઈમાં પૂર્ણ કર્યો. તેમણે મુંબઈમાં જય હિન્દ કોલેજમાં અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. સુમોના ને પેન્ટિંગ, સ્વિમિંગ અને ડાન્સનો શોખ છે.
૨૦૦૭ માં કર્યું ટીવી ડેબ્યુ
કહેવામાં આવે છે કે, નાની ઊંમરથી જ તે ફિલ્મી દુનિયા માં આવી હતી. તેના લીધે તેમણે મન ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યાં જ વર્ષ ૨૦૦૭ માં તેની નાના પડદા ઉપર એન્ટ્રી થઈ હતી. સીરીયલ ‘કસમ’ માં તેમણે કામ કર્યું છે. ત્યારબાદ સોની ટીવીનો ફેમસ રહેલો શો ‘બડે અચ્છે લગતે હો’ માં પણ જોવા મળી છે. અને આ શોથી તેને સારી ઓળખાણ પણ મેળવી. આ સીરીયલ માં સાક્ષી તન્વર અને રામ કપૂર એ મુખ્ય ભૂમિકા કરી હતી. ત્યારબાદ તેમણે કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં એન્ટ્રી કરી અને કપિલની પત્ની બની હિટ થઈ ગઈ. કહેવામાં આવે છે કે, સુમોના ને પાર્ટી કરવી પસંદ નથી તે પાર્ટી નો ભાગ બનતી નથી અને લોકોને વધારે મળવાનું પણ પસંદ કરતી નથી. તેની સોશિયલ મીડિયા ઉર સારી ફેન ફોલોઈંગ છે. તેને ઇન્સ્ટાગ્રામ પર દસ લાખથી વધારે લોકો ફોલો કરે છે.
સિગરેટ નાં કશ લગાવી ખૂબ રહી હતી ચર્ચામાં
થોડાક વર્ષો પહેલા સુમોના ચક્રવર્તીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. જેમા તે સિગરેટ પીતી જોવા મળી હતી. તેમનો અંદાજ જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે વીડિયો શૂટિંગ બ્રેક દરમિયાન નો છે. મરાઠી સાડીમાં જોવા મળેલી સુમોના પોતાના સ્ટાફ સાથે વાત કરતાં સિગરેટ નાં કશ લગાવવામાં મશગુલ જોવા મળી હતી.
સુમોના ચક્રવર્તી ની ફીસ
સુમોના ચક્રવતી ‘ધ કપિલ શર્મા શો’ માંથી સારી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મેકર્સ સુમોના ને એક એપિસોડ માટે ૫ થી ૭ લાખ રૂપિયા આપે છે. મુંબઇમાં પોતાનું ઘર છે. અને તે મર્સિડીઝ જેવી મોંઘી ગાડી ની માલકીન છે. અત્યારે ચાહકો ‘ધ કપિલ શર્મા શો’ ના નવા અંદાજમાં આવવાની રાહ જોઈ રહ્યા છે. વાસ્તવમાં શો જાન્યુઆરી ૨૦૨૧ ના અંતથી બંધ થઈ ગયો છે. કપિલ નાં પ્રમાણે તે જલ્દી જ શો ને નવી રૂપ રેખા સાથે લઈને આવશે.