આર્થિક તંગીનો સામનો કરી રહી છે બોલીવુડની આ સુંદર હિરોઈન, મકાનનાં હપ્તા ભરવાના પણ પૈસા નથી

આર્થિક તંગીનો સામનો કરી રહી છે બોલીવુડની આ સુંદર હિરોઈન, મકાનનાં હપ્તા ભરવાના પણ પૈસા નથી

હાલનાં દિવસોમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે. સતત સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. સમગ્ર દેશમાં લોકડાઉનની જરૂર અનુસાર કરવામાં આવી રહ્યો છે. તેવામાં સિનેમા જગતના લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જાણીતી અભિનેત્રી શ્રુતિ હસન ગયા વર્ષમાં અનેક સારી ફિલ્મો આપી છે. તે સાઉથની સાથે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પણ પોતાના અભિનય માટે જાણીતી છે, પરંતુ કોરોના વાયરસને લીધે લોકડાઉનને લીધે તેમની આર્થિક હાલત ખરાબ કરી છે.

લોકડાઉન અને કોરોનાની અસર શ્રુતિ હસનના જીવન પર સ્પષ્ટ જોવા મળી રહી છે. કારણ કે તેમણે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેમને પૈસાની જરૂર છે. હિન્દુસ્તાન ટાઇમ્સનાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે હું પોતાને ઘરમાં બંધ રાખી કોરોના પૂર્ણ થવાની રાહ જોઇ શકું તેમ નથી.

આર્થિક તંગીનો કર્યો ખુલાસો

શ્રુતિ હસને તેની આગળ પોતાના હાલાત વિશે ખુંલીને વાત કરી છે. તેમણે કહ્યું કે હું ખોટું બોલતી નથી. અમને પણ કામ પર જવું પડશે, કારણ કે અન્ય લોકોની જેમ હું પણ પૈસાની તંગીનો સામનો કરી રહી છું. જ્યારે પણ લોકો શૂટ માટે તૈયાર થશે. મને પણ ઘરથી બહાર શૂટ કરવા જવું પડશે. મારી પાસે અત્યારના સમયમાં અનેક અધૂરા શૂટિંગ છે, જે મારે પૂર્ણ કરવાના છે.

પરિવારથી નહીં મળે મદદ

આપણે બધા જાણીએ છીએ કે શ્રુતિના પરિવારમાં દરેક લોકો સિનેમા જગતમાં સ્થાપિત છે. સુપરસ્ટાર કમલ હસનની પુત્રી શ્રુતિની આર્થિક રૂપથી પરિવારની મદદ વિશે જણાવ્યું,  મારા પરિવારમાં દરેક અલગ અલગ કમાણી કરે છે. પરંતુ અમારા ઘણા બિલ પણ હોય છે, જેને અમારે જાતે ચૂકવવા પડે છે. તેથી મને કામ પર જવું પડશે.

સ્વતંત્ર યુવતી છે શ્રુતિ

પોતાને એક સ્વતંત્ર ગર્લનાં રૂપમાં સાબિત કરતા શ્રુતિ હસનને કહ્યું કે મારી પોતાની હદો છે. મારી પાસે માતા-પિતા નથી, જેની પાસે હું મદદ માંગી શકુ અને તે કરશે. મારા પોતાનો સારો અને ખરાબ નિર્ણય જાતે જ લઉં છું. તેથી આ જવાબદારી પણ મારી છે.

ઘરનાં હપ્તા પર છે સંકટ

શ્રુતિ હસને એવો પણ ખુલાસો કરે છે કે તેમની પાસે અત્યારના સમયમાં પોતાના ઘરના હપ્તા ભરવાનું પણ સંકટ છે. તેમણે કહ્યું કે કોરોના પહેલા તેમણે ઘર ખરીદ્યુ હતું, જેની EMI ભરવા માટે તેમને પૈસાની જરૂર છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *