આર્થિક લાભ મેળવવા માટે શરીર નાં આ હિસ્સા પર બાંધો કાળો દોરો, ધનથી ભરાઈ જશે તિજોરી

આર્થિક લાભ મેળવવા માટે શરીર નાં આ હિસ્સા પર બાંધો કાળો દોરો, ધનથી ભરાઈ જશે તિજોરી

કાળો દોરો બાંધવા સાથે ઘણા પ્રકાર નાં લાભ જોડાયેલા છે શરીર પર કાળો દોરો બાંધવાથી ઘણી પરેશાનીઓ દૂર થાય છે. સામાન્ય રીતે કાળો દોરો ગળામાં, કમર પર અથવા તો કાંડા પર બાંધવામાં આવે છે. લાલ કિતાબ અનુસાર કાળો દોરો ધારણ કરવો ખૂબ જ લાભકારી હોય છે. જોકે કાળો દોરો પહેરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તમે આ નિયમો અનુસાર તેને ધારણ કરો છો તો તમને ઘણા લાભ પ્રાપ્ત થાય છે.

ખરાબ નજરથી બચાવે છે

કાળો દોરો પહેરવાથી ખરાબ નજર થી રક્ષા થાય છે. જે લોકોને સરળતાથી નજર લાગી જતી હોય તેઓએ જરૂર તેને ધારણ કરવો. ખરાબ નજરથી બચવા માટે તેને પગમાં ધારણ કરવો. તેમ જ બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કાળા દોરા ને હાથ પર બાંધવો.

શનિ ગ્રહ રહેશે શાંત

કળા દોરા નો સબંધ શનિદેવ સાથે માનવામાં આવે છે. આ દોરો ધારણ કરવાથી કુંડળીમાં શનિ ગ્રહ મજબુત થાય છે. અને શનિ દોષથી મુક્તિ મળે છે. જોકે શનિદેવ કાળા રંગ નાં કારક છે. તેથી કાળા દોરને ધારણ કરવો લાભકારી ગણવામાં આવે છે. જોકે આ દોરા ને તમે ફક્ત શનિવાર નાં દિવસે ધારણ કરવો. આ દોરો પહેરવાતા પહેલા તેને શનિદેવ નાં ચરણોમાં અર્પણ કરવો. ત્યારબાદ પૂજા કરવી. પૂજા કર્યા બાદ કાળા દોરાને પહેરવો. તેને ગળામાં અથવા હાથ પર ધારણ કરવો.

આર્થિક લાભ માટે

ઘણા લોકો આર્થિક લાભ માટે કાળો દોરો ધારણ કરે છે. કાળો દોરો ધારણ કરવાથી ધન સાથે  જોડાયેલી સમસ્યા દૂર થાય છે. અને ઘરમાં સમૃદ્ધિનું આગમન થાય છે. આર્થિક લાભ મેળવવા માટે મંગળવાર નાં દિવસે કાળા દોરાને ધારણ કરવો.કાળો દોરો સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ ગણવામાં આવે છે. જે લોકોને પેટ નાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તે લોકોએ પોતાના પગ નાં અંગુઠામાં દોરા ને બાંધવો. એવું કરવાથી પેટનો દુખાવો ઓછો થઈ જાય છે. અને તેમાં આરામ મળે છે. એટલું જ નહીં પગમાં કાળો દોરો બાંધવા થી પગ પર લાગેલ ઘાવ પણ બરાબર થઈ જાય છે. જે બાળકોની રોગ પ્રતિકારક ક્ષમતા કમજોર હોય તેમણે પગ નાં અંગૂઠા પર કાળો દોરો બાંધવો. એવું કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.

 ઘરને બચાવો ખરાબ નજરથી

ઘરને ખરાબ નજરથી બચાવવા માટે કાળો દોરો મુખ્ય દરવાજા પર બાંધવો. એવું કરવાથી ઘરની સુરક્ષા ખરાબ નજરથી થાય છે. આ ઉપાય માટે તમારે કાળા દોરામાં લીંબુ મરચા બાંધીને તેને ઘરનાં મુખ્ય દરવાજા પર લગાવી શકો છો. અને સમય સમય પર તેની બદલતા રહેવું. આ દોરો તમે વ્યાપાર નાં સ્થળ પર પણ બાંધી શકો છો. વેપાર સ્થળ પર બાંધવાથી વેપારમાં પ્રગતિ થાયછે.

રાખો આ વાતોનું ધ્યાન

  • કાળો દોરો પહેરતા પહેલા ઘણા પ્રકારની સાવધાની રાખવી જરૂરી છે. જે આ પ્રકારે છે.
  • શરીર નાં જે ભાગ પર કાળો દોરો બાંધી રહ્યા છો તે ભાગ પર બીજો કોઈ દોરો ન હોવો જોઈએ. જો પહેલેથી કોઈ બીજો દોરો બાંધેલો હોય તો પહેલા તેને દૂર કરી પછી જ કાળો દોરો ધારણ કરવો.
  • કાળો દોરો બાંધવા માટે શનિવારનો દિવસ સૌથી ઉત્તમ ગણવામાં આવે છે.
  • કાળા દોરાને અભિમંત્રિત કર્યા બાદ ધારણ કરવો. તેને અભિમંત્રિત કરવા માટે તમે કોઈ જ્યોતિષની મદદ લઈ શકો છો.
  • એકવાર તેને ધારણ કર્યા બાદ તેને વારંવાર ન છોડવો. એવું કરવાથી તેની અસર ઓછી થવા લાગે છે.
  • કાળો દોરો બાંધવા વાળા વ્યક્તિ એ રુદ્ર ગાયત્રી મંત્ર નાં જાપ કરવા જોઈએ. જે આ પ્રકારે છે.

मंत्र तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि
 तन्नो रुद्रः प्रचोदयात्॥

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *