આંસુ રોકવા પડી શકે છે ભારે, સ્વાસ્થ્ય ને થાય છે નુકશાન જાણો રડવાના ફાયદાઓ

આંસુ રોકવા પડી શકે છે ભારે, સ્વાસ્થ્ય ને થાય છે નુકશાન જાણો રડવાના ફાયદાઓ

આપણે બધા હંમેશા હસતા રહેવા માંગીએ છીએ. કોઈ રડવા માંગતું નથી. ખાસ કરીને પુરુષો નું માનવું છે કે, આંસુ વહાવવા તે તેની શાન થી વિરુદ્ધ છે. પરંતુ શું તમે જાણો છો કે, આંસુ વહાવવા થી શરીરમાં ઘણો બધો ફાયદો થાય છે. અત્યાર સુધી હસવાનાં ફાયદાઓ વિશે તમે બધાએ ઘણું બધું સાંભળ્યું હશે. પરંતુ રડવા નાં પણ અલગ જ ફાયદાઓ હોય છે. આજે અમે તમને તેનાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ઝેરી પદાર્થો ને બહાર કાઢે છે આંસુ

તણાવ માં રહેવાને લીધે શરીરમાં ઘણા પ્રકારનાં ઝેરી પદાર્થ ઉત્પન્ન થાય છે. હવે જો આ ઝેરી પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવામાં ના આવે તો તે શરીરને નુકશાન પહોંચાડે છે. તેથી જયારે તણાવ આવે ત્યારે થોડું રડી લઈએ અને આંસુ વહાવી લઈએ તો આ ઝેરી પદાર્થો ધીરે ધીરે શરીરથી બહાર નીકળી જાય છે. તેનો એક ફાયદો એ પણ થાય છે કે, તમારો તણાવ ઓછો થઈ જાય છે.

સારી ઊંઘ આપે છે આંસુ

એક સંશોધન અનુસાર રડ્યા પછી ખૂબ જ સારી અને ગાઢ ઊંઘ આવે છે. તમે નાના બાળકોને જોયા હશે તે રડી રડીને પછી સુઈ જાય છે. જયારે આવું થાય છે ત્યારે તેઓ ખૂબ જ શાંતિથી સુવે છે. ખરેખર આપણા રડવાથી આપણું મન શાંત થાય છે. તેની અંદર જેટલી હચમચાહટ હોય છે તે બધી શાંત થઈ જાય છે. આ જ કારણ છે કે આંસુ વહાવ્યા પછી ખૂબ જ સારી ઊંઘ આવે છે.

તણાવથી મુક્તિ આપે છે આંસુ

તણાવ માં હોઈ એ ત્યારે મન પર ખૂબ જ ભારે પણું લાગે છે. પરંતુ જ્યારે તમે રડો છો ત્યારે થોડો હળવો અહેસાસ કરો છો. થોડા આંસુ વહાવ્યા પછી તમને સારું લાગે છે. તમારો તણાવ પણ ઓછો થઈ જાય છે. રડવાથી શરીરમાં ઓક્સીટોસિન અને એન્ડોરફીન નામનાં  રસાયણનો સ્રાવ થાય છે. તે તમારો મૂડ સારો કરી દે છે. તેથી ભવિષ્યમાં ક્યારેય પણ તણાવ અથવા ભારે લાગણીનો અનુભવ થાય તો થોડા આંસુ વહાવવાનું  ભૂલશો નહીં.

આંસુ આંખો ને સાફ કરે છે

વાતાવરણ, પ્રદૂષણ અને લેપટોપ, સ્માર્ટફોન, ટીવી વગેરે ની આપણી આંખો પર ખરાબ અસર પડે છે. જો તમે થોડું રડી લો છો તો તમારી આંખોની સારી સફાઈ થઈ જાય છે. પ્રદૂષણની અસર પણ ઓછી થાય છે. આંખની સારી તંદુરસ્તી માટે રડવું ખૂબ જ જરૂરી છે.તમે જ્યારે રડો છો ત્યારે તમારા આંસુ બંધ કરવાનો પ્રયાસ ન કરશો. તેના બદલે ખુલ્લેઆમ અને સંપૂર્ણ હૃદયપૂર્વક રડો. તેનાથી તમને ફાયદો જ થશે. ખાસ કરીને પુરુષો એ પણ સ્ત્રીઓની જેમ રડવું જોઈએ. તેમાં કંઈ પણ ખોટું કે શરમજનક નથી. છેવટે તમે પણ મનુષ્ય જ છો. તમારા અંદર પણ કેટલીક ભાવનાઓ હોય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *