આમિર ખાન ને બદલે શાહરૂખ ખાનને સેટ પર જોઈને ગુસ્સે થઈ હતી જુહી ચાવલા, કહ્યું હતું મારી સાથે દગો થઈ ગયો

આમિર ખાન ને બદલે શાહરૂખ ખાનને સેટ પર જોઈને ગુસ્સે થઈ હતી જુહી ચાવલા, કહ્યું હતું મારી સાથે દગો થઈ ગયો

બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનની જોડી એમ તો ઘણી અભિનેત્રીઓ સાથે જામે છે. પરંતુ અમુક અભિનેત્રીઓ એવી પણ છે જેની સાથે શાહરૂખ ખાનની જોડી ‘મેડ ફોર ઈચ અધર’ જોવા મળે છે. સૌથી વધારે દર્શકોને શાહરૂખ ખાનની સાથે કાજોલની જોડી સારી લાગે છે. કજોલ પછી કોઈની વાત કરવામાં આવે તો તેનું નામ છે જુહી ચાવલા. બોલીવુડમાં શાહરૂખ ખાન અને જુહી ચાવલા ની જોડી એ ડર, યસ બોસ, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, વન ટુ કા ફોર ,રામજાને ,જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

પહેલી મુલાકાત ની વાત ખૂબ જ સરસ છે. જેના વિશે ખુદ જુહી ચાવલા એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. વાસ્તવમાં જુહી ચાવલા અને આમિર ખાનની જોડી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ માં જોવા મળી હતી. આ જોડી દર્શકોને સામે ખૂબ જ હિટ પણ હતી. તેથી મેકર્સે નિર્ણય લીધો કે, રાજુ બન ગયા જેન્ટલમેન માં આમિર ખાન અને જુહી ચાવલા ને કાસ્ટ કરવામાં આવે. પરંતુ કોઇ કારણથી તે સંભવ થયું નહીં અને ત્યારબાદ તે ફિલ્મ શાહરૂખ ખાનના ખાતામાં જતી રહી. જુહી ચાવલા અને શાહરૂખ ખાન ની સાથે આ પહેલી ફિલ્મ હતી.

જુહી કહે છે કે, મેં જ્યારે પહેલી વખત શાહરુખ ખાન ને જોયો હતો ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા. જ્યારે જુહી ચાવલાને પ્રોડ્યુસર વિવેક વાસવાની ફિલ્મ રાજુ બન ગયા જેન્ટલમેન માટે સાઇન કરી હતી. ત્યારે જુહી ચાવલાએ હોઈરો વિશે પૂછ્યું હતું. ત્યારે જણાવવા  માં આવ્યું હતું કે, નવો હીરો, ટીવી સ્ટાર છે અને બિલકુલ આમિર ખાનની જેમ જ લાગે છે. જ્યારે જુહી ચાવલા સેટ પર પહોંચી ત્યારે શાહરુખ ખાન ને જોઈ ને ઉદાસ થઇ ગઈ હતી. અને ફિલ્મ મેકર્સ ને કહેવા લાગી હતી કે, કઈ બાજુ થી તમને આમિર ખાનની જેવો લાગે છે. આતો મારી જોડે દગો થઈ ગયો.

જુહી ચાવલાએ આગળ કહ્યું કે, તે સમય શાહરુખ ખાન ખુબ દુબળા પાતળા અને તેમનો રંગ શ્યામ હતો અને વાળ લાંબા હતા. માથા સુધી આવતા હતા. પરંતુ ત્યારબાદ જુહી ચાવલા શૂટિંગ માટે માની ગઈ. કારણ કે તેમણે ફિલ્મ સાઈન કરી હતી. અને ત્યારબાદ તેમને શાહરૂખ ખાનની સાથે કામ કરવામાં ખૂબ જ મજા આવી. કારણ કે શાહરૂખ ખાનનું સેન્સ ઓફ હ્યુમર ખૂબ જ સારું હતું.

ત્યારબાદ શાહરુખ ખાન અને જુહી ચાવલા એકબીજાના સારા મિત્રો બની ગયા. આજે પણ એક સારા સંબંધો શેયર કરે છે. ત્યારબાદ  તેમણે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની પહેલી ફિલ્મથી આ જોડી હિટ સાબિત થઈ હતી અને આગળ જઈને તે બંનેને ડર, ડુપ્લીકેટ, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, વન ટુ કા ફોર અને ભૂતનાથ ફિલ્મ માં કામ કર્યું છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *