આમિર ખાને આ કારણે નહતું કર્યું શાહરૂખ ખાન નાં ઘરે ડિનર

આમિર ખાન અત્યાર નાં દિવસોમાં પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ડા ને લઈને ચર્ચામાં છે. પોતાના જન્મદિવસ પર અમીરખાને ફિલ્મ ની ઘોષણા કરી હતી. આમિર ખાન આ ફિલ્મમાં એક સરદાર નો રોલ કરતા જોવા મળશે. આમિર ખાને કહ્યું હતું કે, આ પાત્ર માટે તેમણે ૨૦ કિલો વજન ઉતાર્યું છે. આમિર ખાન પોતાની હેલ્થને લઈને પણ ખૂબ જ સતર્ક રહે છે. હાલમાં તેમણે તેને લઈને એક કિસ્સો શેયર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, આ વખતે શાહરૂખ ખાન નાં ઘરે તે પાર્ટીમાં ગયા હતા પરંતુ ત્યાં તેમણે ભોજન કર્યું ન હતું.
સલમાન અને શાહરુખ ખાન વચ્ચે મતભેદ નાં સમાચારો આવ્યા પછી બંને વચ્ચે ગયા વર્ષથી સારું બોન્ડિંગ છે. અને બન્ને વચ્ચે મિત્રતા જોવા મળી રહી છે. દસ કા દમ હોય અથવા બિગ બોસ શાહરૂખખાન પોતાના ફિલ્મ પ્રમોશન માટે સલમાન ખાનના શો પર પહોંચી જાય છે. એટલું જ નહીં એકબીજાની ફિલ્મોમાં પણ કેમિયો રોલમાં નજર આવે છે. આ બંને ખાન સિવાય ઓડિયન્સ આમિર ખાન અને શાહરુખ ખાન વચ્ચે પણ આવી મિત્રતા અને પ્રેમ જોવા માટે તત્પર રહે છે.બંને એકબીજા સાથે કદાચ ક્યારેક જોવા મળ્યા હશે. પરંતુ હમણાં એક ઇન્ટરવ્યૂમાં આમિર ખાને કહ્યું કે જ્યારે ટીમ કુક આવ્યા હતા ત્યારે શાહરૂખ ખાને પાર્ટીમાં આ અભિનેતા ને બોલાવ્યો હતા. પરંતુ તેમણે ત્યાં ભોજન કર્યું ન હતું. તેના પાછળનું કારણ આમિર ખાને જણાવ્યું ચાલો તમને પણ જણાવીએ
જાણો આમિર ખાન તેના પાછળ શું કારણ જણાવ્યું
જેમ કે આપણે બધા જાણીએ છીએ અમીરખાન નાં દરેક પાત્ર માં પૂરી રીતે ઢળી જાય છે. તેમાં સત્ય અને જીવ નાખવા માટે કોઈ પણ કસર મૂકતા નથી. તેવામાં તેમના ડાયટ પ્લાનને પણ ગંભીરતાથી ફોલો કરે છે. જિમ જવું દરેક વસ્તુ મહેનતની સાથે કરે છે. આ વાત એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવી હતી.
હાલમાં એક ઇવેન્ટ દરમિયાન મિસ્ટર પરફેક્ટે આ વાતો પર ખુલાસો કરતા કહ્યું હતું કે, હું કોઈપણ પાર્ટીમાં જાવ છુ તો હંમેશા પોતાની સાથે ટિફિન લઈને જાઉં છું. હું મોટી પાર્ટી માં મારી સાથે લઈ ગયેલ ભોજન જ કરું છું. જો એવું નથી કરી શકતો તો પાર્ટી માં હાજર રહેલી ચીજો ખાઈ શકતો નથી. આ જ કારણ છે કે, જ્યારે હું શાહરૂખ ખાનની પાર્ટીમાં ગયો હતો. ત્યારે ટિફિન લઈને ગયો હતો જ્યારે ગૌરી ખાન એ મને જમવા માટે બોલાવ્યો ત્યારે મેં કહ્યું કે, હું મારું ભોજન લઈ આવ્યો છું.
આમિર ખાને દંગલ માટે વધાર્યું હતું વજન
આમિર ખાન પોતાના ફિલ્મ નાં રોલ પ્રમાણે પોતાને તૈયાર કરે છે. તેના માટે વજન વધારવા નું હોય અથવા વજન ઓછુ કરવાનું હોય. તેમણે ૨૦૧૬ માં આવેલી ફિલ્મ દંગલ માં પહેલવાન નાં પાત્ર માટે ખૂબ જ વજન વધાર્યું હતું. આ ફિલ્મ માટે આમિર ખાને ૨૦ થી ૨૫ કિલો વજન વધાર્યું હતું. તમને જણાવી દઈએ કે, ફિલ્મ પછી તે અભિનેતાએ ફરી મહેનત કરી પોતાને ફેટ માંથી ફીટ બનાવી લીધા હતા.