આમિર ખાન અને સલમાન ખાનની દુશ્મનીનો આ કિસ્સો કદાચ તમે નહીં જાણતા હોય

આમિર ખાન અને સલમાન ખાનની દુશ્મનીનો આ કિસ્સો કદાચ તમે નહીં જાણતા હોય

કોરોનાએ એક વખત ફરી દરેકના જીવનને રોકી લીધેલું છે. દરેક જગ્યા પર લોકડાઉન લાગેલું છે. સામાન્ય માણસની સાથે જ સ્ટાર્સનાં કામ પણ બંધ પડી ગયા છે. મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન લાગેલું છે. આ કારણથી મુંબઈમાં ફિલ્મોનું શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું છે. દરેક સેલિબ્રિટી પોતાના ઘરમાં અને પોતાના પરિવારને સમય આપી રહ્યા છે. તેવામાં અત્યારનાં સોશિયલ મીડિયા ઉપર આ સેલિબ્રિટીની ઘણી કહાની-કિસ્સા, ફોટોઝ અને વિડિયોઝ ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

આ કહાનીમાં સલમાન ખાન અને આમિર ખાનનો કિસ્સો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ કિસ્સામાં બંનેની મિત્રતા નહીં, પરંતુ દુશ્મની છે. બોલીવુડમાં એક સમય એવો હતો જ્યારે આમિર ખાન અને સલમાન ખાન એકબીજાને જોવાનું પણ પસંદ કરતા ન હતા. આમિર ખાન અને સલમાન ખાને માત્ર એક જ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને તે ફિલ્મ “અંદાજ અપના અપના” હતી.

જ્યારે આ ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું હતું તે દરમિયાન બંને વચ્ચે મતભેદ થઇ ગયો હતો. આમિર ખાન અને સલમાન ખાન બંને આ ઈન્ડસ્ટ્રીઝમાં લગભગ સાથે આસમાનની ઉંચાઈઓ જોઈ છે. આજે તે બંને સુપરસ્ટારમાં સામેલ છે. આજે તે બંને ખૂબ જ સારા મિત્ર છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે સલમાન ખાનનાં એટીટ્યુડને લીધે આમીર ખાન તેમને જરા પણ પસંદ કરતા ન હતા.

આમિર ખાને સલમાન ખાનને લઈને એક વખત કરણ જોહરનાં ચેટ શો “કોફી વિથ કરણ” માં ખુલાસો કર્યો હતો. આમિર ખાને કહ્યું હતું કે તેમની ઉપર તે સમયે સલમાન ખાનને લઈને પહેલું ઇમ્પ્રેશન ખૂબ જ ખરાબ રહ્યું હતું. આમિર ખાને કહ્યું હતું કે ફિલ્મ “અંદાજ અપના અપના” ને લઈને સલમાન ખાનની સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો ન હતો. સલમાન ખાન તે સમયે મને પૂરી રીતે અજીબ અને અનપ્રોફેશનલ લાગી રહ્યા હતા. તેમની સાથે કામ કરીને મને થયું કે તેમનાથી દૂર રહેવું જ સારું છે.

તે બંનેને સ્ક્રીન પર જોઈને જરા પણ લાગ્યું નહીં કે તે બંનેના સંબંધો સારા નથી. આ ફિલ્મ રાજકુમાર સંતોષી એ બનાવી હતી. આ ફિલ્મમાં આમિર ખાન, સલમાન ખાન સિવાય કરિશ્મા કપૂર, રવીના ટંડન અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં છે. ત્યારબાદ તે બંને સારા મિત્રો બની ગયા. આ બંનેની મિત્રતા તે સમયે વધી જ્યારે ૨૦૦૨માં આમિર ખાન પોતાની પત્ની ટીના દત્તા સાથે છૂટાછેડા લેવાના હતા.

તે દિવસોમાં આમીર ખાન ડ્રિંકનાં નશામાં રહેતા હતા. તેવામાં એક દિવસે સલમાન ખાન તેમના ઘરે આવ્યા. આમિર ખાનનાં જણાવ્યા પ્રમાણે સલમાન ખાન તેમના જીવનમાં ત્યારે આવ્યા, જ્યારે તે ખૂબ જ એકલું મહેસુસ કરતા હતા. તે સાંજે બંનેએ સાથે બેસી ડ્રિંક લીધું. ત્યારથી આજ સુધી આમિર ખાન સલમાન ખાન સારા મિત્ર છે.

જો પ્રોજેક્ટની વાત કરીએ તો આમિર ખાનની અપકમિંગ ફિલ્મ “લાલસિંહ ચઢ્ઢા” છે. આ ફિલ્મમાં તેમની સાથે કરિના કપૂર ખાન નજર આવશે. સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ, ટાઈગર-૩, કભી ઈદ કભી દિવાલી જેવી ફિલ્મો છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *