આજથી પરિવર્તન થશે આ રાશિના જાતકોની કિસ્મત, થશે થશે ચિંતાઓ દુર, ધન,યશ કીર્તિ માં થશે વૃદ્ધિ

આજથી પરિવર્તન થશે આ રાશિના જાતકોની કિસ્મત, થશે થશે ચિંતાઓ દુર, ધન,યશ કીર્તિ માં થશે વૃદ્ધિ

ભૌતિક સુખ પ્રદાન કરનાર શુક્રદેવ નો પોતાની રાશિ વૃષભ માં પ્રવેશ થયો છે. આ રાશિમાં તે ૨૮ મે રાત્રીનાં ૧૧ કલાક  ને ૫૭ મિનીટ સુધી ગોચર કરશે. ત્યારબાદ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર નો પ્રભાવ દરેક રાશિપર જોવા મળશે.

મેષ રાશિ

શુક્ર નાં ગોચર  થી તમારો આર્થિક પક્ષ મજબૂત થશે. આકસ્મિક ધન પ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે. ભાષા શૈલી મધુર અને વ્યવહાર ઉત્તમ કોટિનો રહેશે. તમારી  જવાબદારીઓની સારી રીતે નિભાવી શકશો. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. વિશેષ કરીને આંખની બીમારી થી બચવું.

વૃષભ રાશિ

કોઈ પણ કાર્યની શરૂઆત માટે સમય ઉત્તમ રહેશે. કેન્દ્ર કે રાજ્ય સરકાર નાં વિભાગમાં કાર્ય સંપન્ન થશે. સરકારી ટેન્ડર પણ પ્રાપ્ત કરવા ઇચ્છતા હશો તો સમય અનુકૂળ રહેશે. વિદેશ સંબંધી કરવામાં આવેલા પ્રયત્નો સફળ રહેશે.

મિથુન રાશિ

ભૌતીક સુખ સુવિધા ની વસ્તુઓ પાછળ વધારે ખર્ચ થશે. વિદેશ સબંધી બાબતોમાં સફળતા મળશે. આવક અને ખર્ચ બન્ને બરાબર રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. પરિવાર નાં સભ્યો સાથે સંબંધ બગાડવા ન દેવા.

કર્ક રાશિ

આવક નાં સાધનોમાં વધારો થશે. ભાઇઓ નો સહયોગ મળશે. કાર્ય વ્યવહારમાં પ્રગતિ થશે. વિવાહ સંબંધિત બાબત  માં સફળતા પ્રાપ્ત થશે. સંતાન સંબંધી ચિંતા દૂર થશે.

સિંહ રાશિ

કાર્ય વ્યવહારમાં સારી પ્રગતિ થશે. સરકારી નોકરી માટે આવેદન કરવા ઇચ્છતા લોકો માટે સમય અનુકૂળ રહેશે. વારસાગત સંપત્તિની પ્રાપ્તિ થવાના યોગ બની રહ્યા છે. મકાન અને વાહન નાં કાર્ય માટે સમય અનુકૂળ રહેશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. વેપારીઓ માટે આ સમય વરદાન સમાન સાબિત થશે. શાસન સતા નો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

કન્યા રાશિ

આ સમયમાં ભાગ્ય ઉદય થશે. ધર્મ અને આધ્યાત્મમાં તમારી રૂચી માં વધારો થશે. તમે દાન પુણ્ય નાં કાર્ય કરી શકશો. તમારો નિર્ણય અને કાર્યોની પ્રશંસા કરવામાં આવશે. પરિવારમાં માંગલિક કાર્ય નું આયોજન થઈ શકશે. લગ્ન સબંધી બાબતમાં સફળતા પ્રાપ્ત થશે.

તુલા રાશિ

સમાજમાં તમારા માન સન્માન માં વૃદ્ધી થશે. સ્વાસ્થ્યની ચિંતા રહેશે. તમારા પોતાના વ્યક્તિઓ તમારા વિરુદ્ધ ષડયંત્ર કરશે. કોર્ટ કચેરી ની બાબતમાં પરસ્પર વાતચીત કરી અને નિવારણ કરી લેવું સમજદારી રહેશે. ભૌતિક સુખ સુવિધા પર વધારે ખર્ચ  થશે. તમારા પોતાના લોકો જ તમને નીચા બતાવવાની કોશિશ કરશે.

વૃશ્ચિક રાશિ

વેપારીઓ માટે સમય સારો રહેશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. સસરાપક્ષ તરફથી સહયોગ મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર નાં વિભાગો માં કાર્ય સંપન્ન થશે. કોઇપણ સરકારી ટેન્ડર પણ મેળવવા ઈચ્છી રહ્યા હશો તો સમય અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને સારી સફળતા પ્રાપ્ત થશે.

ધન રાશિ

સ્વાસ્થ્ય પર વિપરિત પ્રભાવ જોવા મળશે. ગુપ્ત શત્રુઓ ની બાબતમાં વધારે સાવધાન રહેવું. યાત્રામાં મુશ્કેલી આવી શકે છે. મિત્રો તથા સંબંધીઓ પાસેથી તરફથી અપ્રિય સમાચાર પ્રાપ્ત થશે. આવકમાં કેટલીક અડચણો આવી શકે છે.

મકર રાશિ

વિદ્યાર્થીઓ ને પ્રતિયોગિતામાં સારી સફળતા પ્રાપ્ત થશે. સંતાન સંબંધી ચિંતામાંથી મુક્તિ મળશે. નવ દંપતિને સંતાન પ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધી બાબતમાં મધુરતા રહેશે. પ્રેમ વિવાહ કરવા ઇચ્છતા હોવ તો સમય અનુકૂળ રહેશે. સરકારી કામકાજ સારી રીતે પૂર્ણ થઇ શકશે.

કુંભ રાશિ

સમાજમાં તમારામાં માન સમ્માન માં વૃદ્ધિ થશે. મિત્રો તથા સંબંધીઓ તરફથી સારા સમાચાર મળશે. જમીન મકાન સાથે જોડાયેલ કાર્યો સંપન્ન થશે. મકાન ખરીદવા માટે સમય અનુકૂળ રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે.

મીન રાશિ

ભાઈ બહેન વચ્ચે પરસ્પર તાલમેળ રહેશે. તમારા સાહસ અને પરાક્રમ વૃદ્ધિ થશે. તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયની પ્રશંસા કરવામાં આવશે. વિદેશ માટે કરવામાં આવેલ પ્રયત્નો સફળ થશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *