આજથી શરૂ કરી દો ગોળ અને દાળિયાનું સેવન, પિરિયડ્સ થી લઈને વાળ ખરવા સુધીની આ ૧૦ સમસ્યાઓ થશે દુર

કોરોના મહામારી આ સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત બની ગયા છે. આ યોગ્ય સમય છે કે પોતાની ડાયટમાં વધુમાં વધુ હેલ્ધી ચીજોને સામેલ કરવામાં આવે. ગોળ અને દાળિયા તેમાંથી એક છે. આપણા ઘરના મોટા વડીલો અવારનવાર ગોળ અને દાળીયાનું સેવન કરતા હતા અને તેઓ આપણને પણ તેનું સેવન કરવાની સલાહ આપતા હતા. ઘણા લોકો ભગવાનને પ્રસાદના રૂપમાં પણ ગોળ અને દાળિયા ચડાવે છે. આજે અમે તમને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
- દાળિયા પ્રોટીનનો સારો સ્ત્રોત હોય છે. તેમાં વધારે માત્રામાં ન્યુટ્રિશ્યસ હોય છે. જો તમે દાળિયા અને ગોળનું સેવન કરો છો, તો તેનાથી તમારા શરીરમાં પ્રોટીન બેલેન્સ જળવાઈ રહે છે.
- દાળિયા અને ગોળ ખાવાથી તમને વિટામીન B6 મળે છે. આ વિટામિન B6 તમારા મગજ માટે ખૂબ જ લાભકારી હોય છે. ખાસ કરીને જે લોકો પોતાના મગજને તેજ બનાવવા માંગે છે અથવા તો યાદશક્તિ વધારવા માંગે છે, તેમણે દરરોજ ગોળ અને દાણાનું સેવન કરવું જોઈએ.
- જો ખાંડ વધારે માત્રામાં લેવામાં આવે તો નુકસાન કરી શકે છે, તેના બદલે તમે ગોળનો ઉપયોગ કરી શકો છો. બાળકોને જ્યારે મીઠી વસ્તુ ખાવાનું મન થાય તો તેમને બજારમાંથી ચોકલેટને બદલે ગોળ અને દાળીયા અપાવી દેવા. તેનાથી તેમના મગજનો વિકાસ થશે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
- સ્ટ્રેસ થવા પર ગોળ અને દાળીયાનું સેવન કરવું લાભકારી હોય છે. હકીકતમાં તે serotonin હોર્મોનને વધારવાનું કામ કરે છે. આ એક મુડ હોર્મોન હોય છે, જે બોડીમાંથી સ્ટ્રેસને બહાર કાઢવામાં મદદ કરે છે. એટલા માટે જ્યારે પણ તમે ઉદાસ અથવા દુઃખી હોય તો ગોળ અને દાળીયાનું સેવન કરવું જોઇએ. તેનાથી તમારો મુડ સારો રહેશે.
- કમજોરી મહેસૂસ થઇ રહી હોય તો ગોળ અને દાળીયાનું સેવન કરવાથી શરીરમાં એનર્જી વધે છે. તે ઊર્જાનો એક સારો સ્ત્રોત હોય છે.
- વાળ ખરવાની સમસ્યા માટે પણ ગોળ અને દાળિયા બેસ્ટ માનવામાં આવે છે. તેનાથી તમારા ખરતા વાળ અટકી જાય છે.
- ગોડ અને દાળીયામાં આયરન અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેવામાં તે તમારા હિમોગ્લોબીન સ્તરને વધારવામાં મદદ કરે છે. ખાસ કરીને જ્યારે મહિલાઓમાં પીરિયડ્સમાં હોય તો આ બ્લડ લોસ ને કારણે થયેલી કમજોરીને દૂર કરવાનું કામ કરે છે.
- ઇમ્યુનિટી વધારવા માટે પણ ગોળ અને દાળિયા ખૂબ જ લાભકારી હોય છે. તેનાથી તમારી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.
- ગોળ અને દાળીયા તમારા હૃદય માટે પણ ખૂબ જ ગુણકારી છે. તે તમારા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.
- ગોળ અને દાળીયામાં પોટેશ્યમ અને ફોસ્ફરસ હોવાને કારણે તે તમારા દાંત માટે પણ લાભકારી માનવામાં આવે છે.
નોંધ : ગર્ભવતી મહિલાઓ, નવજાત બાળકો અને ગંભીર બીમારીઓથી પીડિત લોકોએ તેનું સેવન શરૂ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.