નશાની આદત માટે આ સિતારાઓએ પોતાની કારકિર્દી પણ ભુલાવી દીધી હતી, આજે જીવી રહ્યા છે ગુમનામ જીવન

એક ખુબ પ્રખ્યાત કહેવત છે કોઈ પણ વસ્તુનું વ્યસન ખરાબ છે. ભલે તે કોઈને સારી આદત કેમ ના હોય. બોલિવૂડ સ્ટાર્સ વિશે તે પણ પ્રખ્યાત છે કે તેમને મોટાભાગે વ્યસનની આદત હોય છે. આ સ્ટાર્સમાં તેવા ઘણા નામ છે, જેમની નશાની આદત છે અને તે નશા ને મેળવવા માટે તેમણે પોતાની કારકિર્દીને બગાડી નાંખી છે. આજે તમને તે સ્ટાર્સ વિશે જણાવીશું જેમણે નશામાં રહેવા માટે પોતાનું જીવન બગાડ્યું છે.
સંજય દત્ત
સંજય દત્ત, આ અભિનેતાની કોણ નથી જાણતું. એક સમય એવો હતો જ્યારે સંજય દત્ત પોતાના જીવનનાં લગભગ ૧૨ વર્ષ નશામાં બગાડ્યા હતા. સંજય દત્ત ડ્રગ્સનાં નશામાં સવારથી લઇને સાંજ સુધી ડૂબેલા રહેતા હતા અને તેમને નશાની આદત એટલી લાગી હતી કે તેમને ભાન પણ રહેતું ન હતું. સંજય દત્તનાં પિતા સુનીલ દત્તે અમેરિકામાં તેમનો ઇલાજ કરાવ્યો હતો. ત્યારબાદ સંજય દત્ત ની આદત છૂટી ગઈ.
પ્રતીક બબ્બર
પ્રતીક બબ્બર રાજ બબ્બરનાં પુત્ર છે. તેમની એક દિવાના ફિલ્મમાં જોવા મળ્યા હતા. પ્રતીક બબ્બરને પણ ખુબ જ ઓછી ઉંમરમાં નશાની આદત લાગી ગઈ હતી. ઘણી વખત નશા મુક્તિ કેન્દ્ર જવા છતાં પણ પ્રતીક બબ્બર પોતાની આદતને છોડી શક્યા ન હતા. ત્યારબાદ પ્રતીકે પોતાની ઈચ્છા શક્તિની મદદથી નશાને છોડ્યું.
ધર્મેન્દ્ર
અભિનેતા ધર્મેન્દ્રને પણ નશાની આદત હતી. એક્ટર ધર્મેન્દ્ર પણ નશાખોરીને પોતાના જીવનનો મહત્વનો ભાગ બનાવી ચૂક્યા હતા. એક વખત ઇન્ટરવ્યૂ દરમિયાન ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે તે હંમેશાં જરૂરતથી વધારે ડ્રીંકનાં નશામાં રહેતા હતા. થોડાંક વર્ષ પહેલાં બગડતા સ્વાસ્થ્યના લીધે તેમણે ડ્રિંકને હંમેશા માટે મૂકી દીધું.
હની સિંહ
હની સિંહ પોતાના રેપ સોંગ માટે ભારતભરમાં ધમાલ મચાવીને રાખી છે. આજે હની સિંહ લાંબા સમયથી લાઈમલાઇટ થી દુર છે. લાખો કરોડો લોકોના દિલમાં રહેતા હની સિંહ પણ નશામાં સવારે-સાંજે ડૂબેલા રહેવા લાગ્યા છે. હવે ધીરે ધીરે તે સુધરી રહ્યા છે.
મમતા કુલકર્ણી
મમતા કુલકર્ણીની આ ઇન્ડસ્ટ્રીઝની સારી અને સુંદર અભિનેત્રીમાં ગણતરી કરવામાં આવતી હતી. અભિનેત્રી મમતા કુલકર્ણીનાં નામ સાથે કોઈને કોઈ વિવાદ જરૂરથી જોડાયેલો રહે છે. બોલિવૂડની દુનિયાથી દૂર થઈને મમતાએ નશાને પોતાની દુનિયા બનાવી હતી.
પૂજા ભટ્ટ
પૂજા ભટ્ટની પણ નશામાં રહેવાની આદત હતી. ૧૬ વર્ષની ઉંમરમાં જ પુજાને ડ્રિંક જેવી લત લાગી હતી કે તેમને કઈ પણ ખબર પડતી ન હતી. ત્યારબાદ તેમને ફિલ્મ મળવાનું પણ બંધ થઈ ગઈ.
મહેશ ભટ્ટ
પ્રસિદ્ધ ડાયરેક્ટર મહેશ ભટ્ટનું નામ આ લિસ્ટમાં આવે છે. મહેશ ભટ્ટને પણ નશાની આદત હતી. તે નશામાં એટલા ડૂબેલા હતા કે તેમની કોઈની પણ ચિંતા ન હતી. તેમનો બધા સાથે સંબંધ તૂટી ગયો હતો. ત્યારબાદ પોતાની પુત્રી શાહીન માટે મહેશ ભટ્ટે આ ખરાબ આદતને છોડવાનો નિર્ણય લીધો હતો.
ફરદીન ખાન
ફરદીન ખાન જાન ફિલ્મમાં આવ્યા હતા, ત્યારે તેમને સુપરસ્ટાર માનવામાં આવતા હતા. તેમની પાસે લુક્સ થી લઈને એક્ટિંગ પણ હતી. પરંતુ તેમના નસીબ ને બીજું કંઈ મંજુર હતું. કારકિર્દીમાં નામ મેળવવાની સાથે જ તેમને નશાની લત લાગી ગઈ હતી. તેમણે પોતાની કારકિર્દીને કુરબાન કરી દીધી. વર્ષ ૨૦૦૧માં ફરદીન ખાન ની નશાનાં વિવાદમાં ધરપકડ કરવામાં આવી હતી.
મનીષા કોઈરાલા
મનીષા કોઈરાલા પોતાના સમયની સૌથી મોટી અભિનેત્રી હતી. મનીષા કોઈરાલાને પણ નશાની આદત હતી. તે પણ ડ્રીંક અને અન્ય ચીજોની આદતમાં હતી. ત્યારબાદ તેમને ફિલ્મ મળવાનું બંધ થઈ ગયું અને આજે મનીષા નશાથી દૂર છે.