આ વ્યક્તિ નાં કારણે એકબીજા ની સાથે લડી પડ્યા હતા એશ્વર્યા અને મનીષા, વિશ્વ સુંદરી તો રડી પડ્યા હતા

આ વ્યક્તિ નાં કારણે એકબીજા ની સાથે લડી પડ્યા હતા એશ્વર્યા અને મનીષા, વિશ્વ સુંદરી તો રડી પડ્યા હતા

બોલિવૂડમાં અભિનેત્રીઓ વચ્ચે અણબનાવ નાં સમાચારો સામે આવે તે કોઈ મોટી વાત નથી. હંમેશા સેટ પર કામ કરતા સમયે બે અભિનેત્રીઓ વચ્ચે લડાઈ અને ગરમા ગરમી નાં સમાચાર આવતા રહે છે. પરંતુ બે અભિનેત્રીઓ એવી પણ છે જેમના વચ્ચે એટલો ભયંકર ઝઘડો થયો હતો કે, એક અભિનેત્રી રડી પડી હતી. આજે તમને વાત કરી રહ્યા છીએ અભિનેત્રી મનિષા કોઈરાલા અને ઐશ્વર્યા રાય નાં ઝઘડા વિશે,  હા ઐશ્વર્યા અને મનીષા કોઈરાલા વચ્ચે એવો ઝઘડો થયો હતો કે, બંને એ આ વાતને લઈને ઈન્ટરવ્યુ પણ આપ્યું હતું. આજે તમને જણાવીશું કે કયા માણસ નાં લીધે થયો હતો ઝધડો અને આ ઝઘડા પછી એશ્વર્યા રાય કેમ રડી પડી હતી.

એશ્વર્યા રાય અને સલમાન ખાન ની અધુરી પ્રેમ કહાની ની ચર્ચાઓ તો ખૂબ જ ફેમસ થઈ છે. પરંતુ એશ્વર્યા સલમાન થી પહેલા બીજા કોઈને ડેટ કરી રહી હતી. તેનો ખુલાસો મનીષા કોઈરાલા નાં એક ઇન્ટરવ્યુંમાં થયો હતો. મનીષા કોઈરાલાએ એશ્વર્યા રાય અને ફેમસ મોડલ રાજીવ મુલચંદા ની નું નામ જોડ્યું હતું. મનીષા કોઈરાલાએ એશ્વર્યા નાં લગ્ન પછી એક મેગેઝિનમાં આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. અને ત્યાર પછી એશ્વર્યાએ તેને ખૂબ જ ખરું ખોટું સંભળાવ્યું હતું.

રાજીવ તે સમયે મોડેલિંગની દુનિયામાં નામચીન ચહેરો હતો અને તે મનીષા કોઈરાલાનો પણ મિત્ર હતો. મનીષા એ એક મેગેઝિન નાં ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, રાજીવ મૂલચંદાની એ એશ્વર્યા રાયને મૂકી અને તેને પસંદ કરી હતી. એશ્વર્યા રાય માટે આ વાત ખૂબ જ મોટી હતી કારણ કે, તે સમયે એશ્વર્યાની કારકિર્દીની શરૂઆત થઈ રહી હતી. આ વાતો ૧૯૯૪ ની છે. જ્યારે મનીષાએ ફિલ્મ મેગેઝીન માં કહ્યું હતું કે, તે રાજીવ ને ડેટ કરી રહી છે. અને તેની સાથે રિલેશન માં આવવા માટે રાજીવ એ એશ્વર્યા રાય સાથે બ્રેકઅપ કરી લીધું છે.

ત્યારબાદ વર્ષ ૧૯૯૯ માં એક મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યૂમાં એશ્વર્યા રાયે પુરી ઘટના ને પોતાના પક્ષમાં રાખી હતી અને કહ્યું હતું કે, રાજીવ તેના સારા મિત્ર છે અને તેની આગળ કંઈ નથી. તેમણે રાજીવ ને કહ્યું હતું કે, તે પોતાની લવ સ્ટોરી નો ભાગ તેને બનાવે નહીં.

એશ્વર્યા એ કહ્યું હતું કે, બે મહિના પછી રાજીવ અને મનીષા અલગ થઈ ગયા હતા. જ્યારે મનિષા દરેક બીજા મહિને બીજા કોઈ અલગ છોકરાને ડેટ કરતી હતી. એટલું જ નહીં મનીષા એ તો ત્યાં સુધી કહ્યું હતું કે, તેમણે લવ લેટર જોયા છે જે રાજીવે એશ્વર્યાને લખ્યા છે. ત્યારે એશ્વર્યાએ કહ્યું હતું કે આ મારા માટે કોઈ આધાત થી ઓછું નથી આ બધું સાંભળી હું રડી હતી. એશ્વર્યા રાયે કહ્યું હતું કે, મનીષા એ રેખા અને શ્રીદેવી જેવી સિનિયર્સની પણ કદર નથી કરી તો મારી શું કરશે. તે છતાં પણ હું ઇચ્છું છું કે, તે ખુશ રહે અને પોતાના જીવનમાં સેટલ થઈ જાય.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *