આ વસ્તુઓનું સેવન કરવાથી તમારું મસ્તિષ્ક અને મૂડ બંને હંમેશા રહેશે જવાન અને ફ્રેશ

આ વસ્તુઓનું સેવન કરવાથી તમારું મસ્તિષ્ક અને મૂડ બંને હંમેશા રહેશે જવાન અને ફ્રેશ

સામાન્ય રીતે જોવામાં આવે તો આપણો મૂડ ઘણીવાર કોઈ પણ કારણ વગર ખરાબ થઇ જતો હોય છે. આપણે કારણ વગર જ સ્ટ્રેસ લેતા હોઈએ છીએ.  એવામાં ઘણીવાર મીઠું ખાવાથી અથવા તો કંઈક અલગ ખાવા ની ચ્છા થાય છે. જેનાથી આપણો મૂડ સારો થઈ શકે છે. કેટલાક લોકો એવા માં ફાસ્ટ ફૂડ ખાવાનું પસંદ કરે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે કોઈપણ પ્રકારે સારું હોતું નથી. એવામાં અમે તમને કેટલીક કેટલાક પૌષ્ટિક આહાર વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જે તમારા મૂડને સારો કરી શકે છે.

ઓટ્સ

ઓટ્સ કેટલા ફાયદાકારક છે તેના વિશે આપણે બધા જાણીએ છીએ. તેની અંદર ફાઇબર હોય છે જે બ્લડ શુગર લેવલને યોગ્ય બનાવી રાખે છે. એવામાં તેમાં આર્યન ની ભરપૂર માત્રામાં હોય છે જે તમારા મૂડને કંટ્રોલ કરે છે. તેમાં તમે દૂધ મધ અને કિસમિસ મિક્સ કરવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે.

અખરોટ

અખરોટમાં ઓમેગા ૩ ફેટી એસિડની સાથે સાથે  મેગ્નેશિયમ ની ભરપૂર માત્રામાં હોય છે. તેનું રોજ સેવન કરવાથી તણાવ દૂર થાય છે. જો તમે તેને તમારા આહારમાં સામેલ કરો છો તો તેનાથી સારી ઉંઘ પણ આવે છે.

શક્કરિયા

શક્કરિયા માં કાર્બોહાઈડ્રેટ સૌથી વધારે હોય છે તે તમારા મગજ નાં સેરોટોનીન ને વધારવામાં મદદરૂપ થાય છે. તે આપણા મુડ ખૂબ જ સારો રહે છે. અને તેના સેવન થી ઊંધ પણ સારી આવે છે.

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટમાં મુડ બુસ્ટર કોમ્પોનેટ રહે છે. તે બ્રેનમાં બ્લડ ફલો ને વધારે છે. અને તેને ખાવાથી તરત જ મુડ પણ સારો રહે છે. માટે થોડી માત્રામાં ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ.

કોફી

કોફીમાં કેફીનની માત્રા હોય છે. એવામાં જો તમે દિવસમાં બે કપ કોફીનું સેવન કરો છો તો તેનાથી તમારો મૂડ સારો રહે છે.

ઈંડા

ઈંડામાં લેસિથીન તત્વ હોય છે. તે મૂડ કંટ્રોલ કરેછે તેમાં કોલીન પોષક તત્વ પણ હોય છે તેને ખાવાથી માનસિક આરામ મળે છે. અને તેમાં વિટામીન બી ૧૨  પણ હોય છે. તેની સાથે ઈંડા પ્રોટીન નો પણ સૌથી સારો અને સસ્તો સ્ત્રોત છે.

ફેટી ફિશ

ફેટી ફિશ તમારા મુડ ને પણ ખૂબ જ સારો રાખે છે. માછલી નું સેવન ખૂબ જ ફાયદાકારક રહે છે. તેમાં તેમાં વિટામિન ડી અને ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે. તે ડિપ્રેશનનું રિસ્ક ઓછું કરી દે છે. તેની સાથે જ ઘણા રિસર્ચ માં જણાવવામાં આવે છે કે, ફેટી ફિશ આપણા હૃદય માટે પણ ખૂબ જ સારી રહે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *