આ વખતે હનુમાન જયંતી પર થઈ રહ્યું છે ૨ સંયોગ નું નિર્માણ, બજરંગ બલી અપાવશે દરેક સંકટમાંથી મુક્તિ

પૌરાણિક માન્યતા અનુસાર જોવામાં આવે તો હનુમાન જયંતી નાં દિવસે સંકટ મોચન મહાબલી હનુમાનજી નો જન્મ થયો હતો. તેથી દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમ ની તિથી નાં હનુમાન જયંતિ નાં રૂપમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે હનુમાન જયંતી ૨૭ એપ્રિલ ૨૦૨૧નાં ઉજવવામાં આવી રહી છે. આ દિવસ હનુમાનજી નાં ભક્તો માટે ખૂબ જ ખાસ ગણવામાં આવે છે. હનુમાન જયંતી નાં દિવસે હનુમાનજીની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, હનુમાનજી પોતાના ભક્તો નાં દરેક સંકટ દૂર કરે છે. આ કારણે તેને સંકટમોચન કહેવામાં આવે છે. હનુમાન જયંતિનો દિવસ બજરંગ બલી ની પૂજા કરવા માટે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ દિવસે ઘણા મંદિરો માં હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી લોકોને ભય, ગ્રહ દોષ અને સંકટમાંથી છુટકારો મળે છે. હનુમાન જયંતી નાં દિવસે દરેક હનુમાન ભક્ત બજરંગ બલી ની પૂજા અર્ચના કરે છે. અને પોતાના જીવનની દરેક પરેશાનીમાં થી છુટકારો મેળવવા માટે પ્રાર્થના કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે હનુમાન જયંતી પર વિશેષ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. વિશેષ યોગ ની સાથે જ આ દિવસ પણ શુભ છે. આજે અમે તમને આ લેખ નાં માધ્યમથી હનુમાન જયંતી પર કયો વિશેષ યોગ બની રહ્યો છે તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
૨૭ એપ્રિલ નાં હનુમાન જયંતી ઉજવવામાં આવશે. આ દિવસે સિદ્ધિ યોગ અને વ્યતિપાત યોગનું નિર્માણ થઇ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસે સંધ્યા ૮ ને ૩ મિનીટ ત્રણ વાગ્યા સુધી રહેશે સિદ્ધિ યોગ રહેશે. ત્યારબાદ વ્યતિપાત યોગ લાગશે. તમને જણાવી દઈએ કે, જ્યારે વાર, તિથિ અને નક્ષત્ર વચ્ચે શુભ તાલમેળ હોય છે. તેના કારણે સિદ્ધિ યોગ નું નિર્માણ થાય છે. ચાલો જાણીએ આ સિદ્ધિ યોગ થી શું ફાયદો થાય છે અને વ્યતિપાત ય્પ્ગ નું શું ફળ મળેછે.
વ્યતિપાત યોગ નું ફળ
વ્યતિપાત યોગ એક પ્રકારનો અશુભ યોગ ગણવામા આવે છે. જો આ યોગમાં કોઈપણ કાર્ય કરવામાં આવે તો તેનાથી હાનિનો સામનો કરવો પડી શકે છે. આ યોગમાં કરવામાં આવેલ કાર્યથી ખૂબ જ નુકશાનનો સામનો કરવો પડે છે. આ યોગમાં તમે કોઈનું ગમે એટલું સારું કરો. છતાં પણ તમને ખરાબ પરિણામ મળેછે. આ યોગમાં કોઇપણ કાર્યનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી. તેથી આ યોગ માં કોઇ પણ શુભ કાર્ય કરવું જોઈએ નહીં. પરંતુ આ યોગમાં મંત્ર જપ, ગુરુપૂજા અને ઉપવાસ વગેરે કરવા જોઈએ.
સિદ્ધિયોગ નું ફળ
સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે, વાર,નક્ષત્ર,અને તિથી વચ્ચે સારો તાલમેળ હોવાને કારણે સિદ્ધિ યોગનું નિર્માણ થાય છે. ભગવાન ગણેશજીને સિદ્ધિ યોગ નાં સ્વામી ગણવામાં આવે છે. અને સિદ્ધિયોગ માં કોઈપણ કાર્ય કરવામાં આવે તો કાર્ય વિઘ્ન વગર સફળ થાય છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની સિદ્ધિ પાપ્ત કરવા માટે, પ્રભુ નાં નામસ્મરણ માટે આ યોગ અતિ ઉત્તમ ગણવામાં આવે છે. હનુમાન જયંતી પર સિદ્ધિ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. તેથી આ દિવસે બજરંગ બલી ની પૂજા કરવી અતિ શુભ ફળદાયી ગણાય છે. જે લોકોનો આ યોગમાં જન્મ થાય છે. તે ધનવાન નથી બનતા પરંતુ તેના જીવનમાં અન્ન, ધન અને વ્રસ્ત્ર કમી રહેતી નથી.
હનુમાન ચાલીસા આ નક્ષત્રોમાં ઉજવવામાં આવેછે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાન જયંતી નાં શુભ અવસર સાંજના ૮કલાક અને ૮ મિનીટ સુધી સ્વાતિ નક્ષત્ર રહેશે. ત્યારબાદ વિશાખા નક્ષત્ર લાગશે. તમને જણાવી દઈએ કે, વેપાર પરિવહન, દૂધ અને કપડા જેવા કામો માટે સ્વાતિ નક્ષત્ર યોગ્ય માનવામાં આવે છે. જુઓ વિશાખા નક્ષત્ર ની વાત કરીએ તો વીમો, શેરબજાર અને રસાયણ સાથે સંબંધિત કાર્યો માટે તે યોગ્ય ગણવામાં આવે છે.