આ અચુક ઉપાયથી શનીદેવ અને હનુમાનજીને કરી શકો છો પ્રસન્ન, તમારા જીવનની બધી જ તકલીફો ચપટી વગાડતા દુર થઈ જશે

મનુષ્યના જીવનમાં જોવામાં આવે છે કે કોઇને કોઇ પરેશાની ઉત્પન્ન થતી રહે છે. મનુષ્ય કોઈને કોઈ સંકટને કારણે હતાશ રહે છે. પરંતુ તમારા જીવનની બધી જ પરેશાનીઓ સમાધાન શાસ્ત્રોમાં બતાવેલ છે. જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર સમુદ્ર શાસ્ત્રમાં અમુક એવી વિદ્યા છે, જેના પ્રયોગથી આપણે પોતાના જીવનમાં આવી રહેલી પરેશાનીઓને દૂર કરી શકીએ છીએ. ઘણા બધા લોકો એવા છે જે શાસ્ત્રોમાં બતાવવામાં આવેલા ઉપાયો અને પોતાના જીવનની તકલીફોને દુર કરવા માટે અજમાવે છે.
એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી વ્યક્તિ પોતાનું જીવન ખુશહાલ બનાવી શકે છે. આજે અમે તમને અમુક ઉપાય વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે શનિદેવની સાથે-સાથે હનુમાનજીને પણ પ્રસન્ન કરી શકો છો અને પોતાના જીવનને ખૂબ જ ખુશહાલી પૂર્વક પસાર કરી શકશો.
લાલ દોરાનાં વિશેષ ઉપાયથી પોતાની પરેશાની કરો દૂર
આજે અમે તમને જ્યોતિષશાસ્ત્ર અનુસાર લાલ દોરાનાં અચૂક ઉપાય વિશે જાણકારી આપવાના છીએ. જો તમે લાલ દોરાનો ઉપાય વિધિ વિધાનપૂર્વક કરો છો, તો તેનાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. તમને ધન લાભ મળવાની પણ સંભાવના વધારે રહેશે. આ ઉપાય તમને શુભ ફળ આપશે.
શનિ દોષ માંથી છુટકારો મેળવવા માટે
એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદોષ છે તો તેના કારણે તેના જીવનમાં ઘણી બધી પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. દરેક તરફથી વ્યક્તિ મુશ્કેલીઓથી ઘેરાયેલી રહે છે. જો તમે શનિદોષથી માંથી છુટકારો મેળવવા માંગો છો, તો તેના માટે શનિવારના દિવસે પીપળાના વૃક્ષ પર જઈને જળ અર્પિત કર્યા બાદ પીપળાના વૃક્ષની ૨૧ વખત પરિક્રમા કરો. પરિક્રમા કરતા સમયે પોતાની મનોકામના મનમાં બોલવી. ત્યારબાદ પીપળાના વૃક્ષ પર લાલ દોરો વીંટાળી દેવો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી શનિ દોષ દૂર થાય છે અને ધન સંબંધિત બધી જ પરેશાનીઓ માંથી મુક્તિ મળે છે.
લાલ દોરાનાં આ ઉપાયથી હનુમાન થશે પ્રસન્ન
જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીને પ્રસન્ન કરવા માટે લાલ દોરાનો ઉપયોગ કરી શકાય છે. જો તમે પોતાના જીવનની પરેશાનીઓ દૂર કરવા માંગો છો અને પોતાની મનોકામનાઓને ખૂબ જલ્દી પૂર્ણ કરવા માંગો છો, તો તેના માટે મંગળવાર અથવા શનિવારનાં દિવસે પોતાની લંબાઈ જેટલો લાલ દોરાનો ટુકડો લો અને અમુક આંબાના પાન લો. ત્યારબાદ તમે પોતાની મનોકામના બોલતા આંબાનાં પાન પર લાલ દોરો બાંધો અને ત્યારબાદ તમે આ આંબાના પાનને હનુમાનજીનાં કોઈપણ મંદિરમાં જઈને અર્પિત કરો. તેનાથી ખૂબ જ જલ્દી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઇ જશે.
રોગ અને નોકરીની પરેશાની દૂર કરવા માટે
મનુષ્ય ઘણી વખત નોકરી સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. ઘણી બધી કોશિશ કરવા છતાં પણ સારી નોકરી મળતી નથી અથવા તો જો તમે કોઈ લાંબી બીમારીથી પરેશાન થઇ રહ્યા છો તો તેના માટે તમારે બુધવારના દિવસે લાલ દોરો લઈને ભગવાન ગણેશજીના મંદિરમાં જઈને પોતાના જમણા હાથમાં આ દોરો બાંધી લો. આ ઉપાય કરવાથી તમને બધી જ બીમારીઓમાંથી છુટકારો મળી જશે અને ખૂબ જલ્દી સારી નોકરી મળવાની પણ સંભાવના વધી જશે.