આ ત્રણ ચીજોને દાન કરવાથી મળે છે બધાં જ પાપોમાંથી મુક્તિ અને વૈકુંઠની પ્રાપ્તિ

આ ત્રણ ચીજોને દાન કરવાથી મળે છે બધાં જ પાપોમાંથી મુક્તિ અને વૈકુંઠની પ્રાપ્તિ

હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ સાથે સાથે કર્મને પણ મહત્વ આપવામાં આવ્યું છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર વ્યક્તિને તેમના કર્મોના આધારે ફળ ભોગવવું પડે છે. વ્યક્તિને તેમના સારા કે ખરાબ કર્મોનું ફળ આગળના જન્મમાં કે પછી આ જન્મમાં જ આ પૃથ્વી પર ભોગવવું પડે છે. ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે સારા કર્મ કરો નહિતર ભગવાનનો તમને શ્રાપ લાગશે. ભગવાન જેમના પર મહેરબાન થાય છે તેમનું જીવન બનાવી દે છે. પરંતુ જેનાથી નારાજ થઈ જાય છે તેમના જીવનમાં સમસ્યાઓ જ સમસ્યા આવી જાય છે.

ધર્મના અનુસાર વ્યક્તિને હંમેશા સારા કર્મ કરતા રહેવું જોઇએ અને દરેક લોકોનું ભલું કરવું જોઈએ. ઘણા લોકો એવા હોય છે જે ફક્ત પોતાના વિશે જ વિચારતા હોય છે. જ્યારે દરેક માણસનું કર્તવ્ય હોય છે કે તે પોતાના વિશે વિચારવાની સાથે જ પોતાના આસપાસના લોકો અને સમાજના ગરીબ લોકોનું પણ ધ્યાન રાખે. જે લોકો પાસે પૈસા હોય અને બીજી ચીજો પણ હોય તેમણે જરૂરિયાત લોકોને તેનું દાન કરવું જોઈએ. દાન કરવાથી ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ આજકાલ તે ખૂબ જ ઓછું જોવા મળે છે.

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર બૃહસ્પતિને દેવતાઓના ગુરૂ માનવામાં આવે છે. ગુરુની ઉપાસના કરવાથી વ્યક્તિને જ્ઞાન, સૌભાગ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન એક એવી ચીજ હોય છે જે દરેક લોકો માટે મહત્વપૂર્ણ હોય છે. જો પોતાના જ્ઞાનને પોતાના સુધી જ સીમિત રાખવામાં આવે તો તેનાથી ફક્ત એક વ્યક્તિનું કલ્યાણ થાય છે. પરંતુ જો તેમનું દાન કરવામાં આવે તો સેંકડો-હજારો લોકોનું કલ્યાણ થાય છે. બૃહસ્પતિ સ્મૃતિમાં ત્રણ એવી ચીજો ના વિશે જણાવવામાં આવ્યું છે કે જેનું દાન મહાદાન માનવામાં આવે છે. ગાય, વિદ્યા અને જમીનનું દાન કરવાથી વ્યક્તિને બધાં જ પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને તેમને વૈકુંઠની પણ પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ આ ત્રણ ચીજો વિશે.

ગાય

હિન્દુ ધર્મમાં ગાયનું શું મહત્વ છે તેના વિશે કોઈને પણ જણાવવાની જરૂર નથી. ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ગાયનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. જે લોકો ગાયનું દાન કરે છે તેમની જીવનનાં બધાં જ પાપોમાંથી મુક્તિ તો મળી જ જાય છે સાથે જ ભાગ્યનો ઉદય પણ થાય છે.

જ્ઞાન

ઘણીવાર અમુક લોકોને તમે જોયા હશે કે તે ખૂબ જ ગરીબ હોય છે અને તેમની પાસે કંઈ જ હોતું નથી. પરંતુ તેમની પાસે અઢળક જ્ઞાન હોય છે. આવા લોકોએ પોતાના જ્ઞાન નું દાન કરવું જોઈએ. વિદ્યાનું દાન કરવાથી પણ પુણ્ય કમાઈ શકીએ છીએ. અજ્ઞાની લોકોને જ્ઞાન ધર્મ અને વિદ્યા ની વાતો જણાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.

જમીન

કોઈ જરૂરિયાત વ્યક્તિ કે કોઈ સારા કામ એટલે કે સમાજની ભલાઈ માટે જમીનનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે. તેનાથી વૈભવની પ્રાપ્તિ થાય છે અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

શાસ્ત્રોના અનુસાર બૃહસ્પતિ દેવ એટલે કે ગુરુની ઉપાસના કરવાથી વ્યક્તિને સૌભાગ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર કુંડળીમાં ગુરુ ગ્રહને ભાગ્યનો કારક માનવામાં આવે છે. ગુરુ ને બધા જ ગ્રહોના ગુરુ માનવામાં આવે છે. આ કારણથી જ તે બધા અન્ય ગ્રહોમાંથી શુભ છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *