આ સ્ટાર્સ વિશે ઊડેલી છે અફવાઓ, સોનાક્ષીને કહેવામાં આવેલ છે રીના રૉયની દિકરી તો કરીના હતી નવમાં ધોરણમાં પ્રેગ્નન્ટ

આ સ્ટાર્સ વિશે ઊડેલી છે અફવાઓ, સોનાક્ષીને કહેવામાં આવેલ છે રીના રૉયની દિકરી તો કરીના હતી નવમાં ધોરણમાં પ્રેગ્નન્ટ

સોશિયલ મીડિયાના સમયમાં હંમેશા એવા સમાચાર સામે આવતા રહે છે જે જુઠા સાબિત થાય છે. આ પ્રકારનાં સમાચારોને અફવા કહેવામાં આવે છે. બોલીવુડમાં અનેક મોટા કલાકારોને પણ તેનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કોઈ અભિનેત્રીને પ્રેગ્નેન્ટ તો કોઈ અભિનેતાનું નિધન થઈ ગાયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. તો ચાલો જાણીએ આવા જ અમુક કલાકારો વિશે જેમને લઈને ખોટા સમાચાર અને અવિશ્વસનીય અફવા ઉડી હતી.

કાજોલ – અજય દેવગન

હિન્દી સિનેમાનાં પાવર કપલમાં આવતા અજય દેવગન અને કાજોલને લઈને પણ એક રોચક અને આશ્ચર્ય થતી અફવા ઉડી હતી. ખોટી અફવા સાથે કાજોલ અને અજય દેવગનનો સંબંધ રહ્યો છે. હકીકતમાં એક વખત એક અફવા ઉડી હતી, જેમાં અજય દેવગન અને કાજોલ ની વચ્ચે કંઈ સારું ચાલી રહ્યું નથી. તેના લીધે કાજોલ અજય દેવગનનું ઘર મુકી અને ચાલી ગઇ હતી. બંનેના અલગ રહેવાની માત્ર અફવા નીકળી હતી.

કરીના કપુર ખાન

બોલીવુડની મશહુર અને સુંદર અભિનેત્રી કરિના કપુર ખાનને લઈને પણ એક એવા સમાચાર આવ્યા હતા, જેની ઉપર વિશ્વાસ કરવો ઘણો અઘરો હતો. થોડાક વર્ષો પહેલા અફવા આવી હતી કે કરીના માત્ર નવમાં ધોરણમાં હતી, ત્યારે ગર્ભવતી થઈ ગઈ હતી.

અમિતાભ બચ્ચન

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને લઈને પણ અનેક સમાચારો સામે આવ્યા છે. એક વખત તો સમાચાર આવ્યા હતા કે અમિતાભ બચ્ચનનું નિધન થઈ ગયું છે. હકીકતમાં એવી અફવા સામે આવી હતી કે સદીનાં મહાનાયકનું એક સડક દુર્ઘટનામાં નિધન થઈ ગયું છે.

ઇલિયાના ડિક્રુઝ

દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ થી બોલીવુડમાં પગ રાખી અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ એક વખત ફરી ગર્ભવતી કહેવામાં આવ્યું છે. વળી એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેમણે પોતાનું એબોર્શન કરાવ્યું છે. આ બાબતમાં વાત કરતાં તેમણે પોતાના સાક્ષાત્કારમાં કહ્યું હતું કે ઘણા લોકો છે, જે આવી મજાક કરતા રહે છે. જેમાંથી એક ખબર મારી પ્રેગ્નન્સી અને એબોર્શન સાથે જોડાયેલી છે. લોકો આવી ખબરો લખે છે તે ખૂબ જ દુઃખદ છે. એટલું જ નહીં પરંતુ તેના વિશે એવું પણ લખવામાં આવ્યું હતું કે મેં જીવન ટુંકાવવાનો પણ પ્રયત્નો કર્યા હતા, પરંતુ મારી નોકરાણી મને બચાવી લીધી. વળી તમને જણાવી દઉં કે મારી કોઈ નોકરાણી નથી અને હું જીવતી છું. આવા સમાચાર માત્ર અફવા હોય છે. મને નથી ખબર કે આવા સમાચાર ક્યાંથી મળે છે.

કેટરીના કૈફ

બોલીવુડની સુંદર અભિનેત્રી કેટરિના કૈફનાં નામને લઈને પણ એક અફવા સામે આવી હતી. ખબર પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે તે નકલી પાસપોર્ટની સાથે ભારતમાં છુપાઈ રહે છે. વાસ્તવમાં બોલીવુડ ડેબ્યુ થી પહેલા અભિનેત્રીનું સરનેમ Turquotte હતું અને ત્યારબાદ તે કૈફ થઈ ગઈ. તેવામાં તેમની ઉપર પાસપોર્ટમાં છેડછાડનો આરોપ લાગ્યો હતો.

ગૌહર ખાન

ટીવી ઈન્ડસ્ટ્રીઝને જાણીતી અભિનેત્રી ગૌહર ખાનને લઈને પણ એક સમાચાર સામે આવ્યા હતા, જેમાં તે ગર્ભવતી હોવાનું કહેવામાં આવ્યું હતું. તે વાત ઉપર સ્પષ્ટતા કરતાં ગૌહર ખાને કહ્યું હતું કે હમણાં મારા પિતાનું નિધન થયું છે. માત્ર તે વાતની શરમ કરો અને મીડિયા હાઉસને આવી ખબર છાપતાં પણ શરમ આવવી જોઇએ. ગૌહર ખાનનાં થોડાક મહિના પહેલા લગ્ન થયા છે અને તે પોતાના બોયફ્રેન્ડ જૈદ દરબાર સાથે લગ્ન સંબંધમાં બંધાઈ છે.

સોનાક્ષી સિંહા

પહેલાના જમાનાની અભિનેત્રી રીના રોય અને અભિનેત્રી સોનાક્ષી સિંહનો ચહેરો ખૂબ જ મળતો આવે છે અને તેને લઈને સોનાક્ષીને ઘણી વખત રીના રોયની પુત્રી પણ કહેવામાં આવ્યું છે. જ્યારે સોનાક્ષી સિંહા પુનમ સિંહાની પુત્રી છે, પરંતુ એક સમય સોનાક્ષીના પિતા દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાનું નામ રીના રોય સાથે રહ્યું છે અને તેમાં લોકો રીના અને સોનાક્ષીની માતા-પુત્રી માની રહ્યા છે, પરંતુ વાસ્તવમાં સોનાક્ષી પુનમ સિંહાની પુત્રી છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *