આ શુક્રવારે કરો આ એકદમ સરળ ઉપાય, ગરીબી નહીં ભટકે આસપાસ, બની જશો ધનવાન

આ શુક્રવારે કરો આ એકદમ સરળ ઉપાય, ગરીબી નહીં ભટકે આસપાસ, બની જશો ધનવાન

આજના સમયમાં દરેક વ્યક્તિ માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા માંગે છે. દરેકની ઇચ્છા હોય છે કે માં લક્ષ્મી તેમની ઉપર હંમેશા પ્રસન્ન રહે. ઘણા ભક્તો એવા હોય છે જે દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને અનેક ઉપાય પણ કરે છે જેથી માં લક્ષ્મી તુરંત જ પ્રસન્ન થઈ જાય. શાસ્ત્રોમાં લક્ષ્મીજીને ધનની દેવી કહેવામાં આવી છે. જો તેમની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર થઈ જાય તો તે વ્યક્તિના જીવનમાં ખુશી જળવાઈ રહે છે અને ધનની સાથે જોડાયેલ દરેક સમસ્યા દૂર થઈ જાય છે. માતા લક્ષ્મીજીનાં આશીર્વાદથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જો તમે પણ માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માંગતા હોય અને ધનવાન બનવા માગતા હોય તો શુક્રવારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે શુક્રવારના દિવસે સરળ ઉપાય કરી પોતાના જીવન માંથી ધન સંબંધી સમસ્યાઓ દૂર કરી શકો છો.

શુક્રવારનાં ઉપાય

  • જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો, તો સૌથી પહેલાં તમારે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ. શુક્રવારના દિવસે સવારે ઊઠી સ્નાન કરી, માતા લક્ષ્મીજીને નમન કરી સફેદ વસ્ત્ર ધારણ કરવું જોઈએ અને માતા લક્ષ્મીજીનાં શ્રી સ્વરૂપ અને ચિત્રની સમક્ષ ઊભા રહી શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ અને તેમની પૂજા દરમિયાન કમળનું ફૂલ અર્પિત કરવું.

  • જો પતિ-પત્ની વચ્ચે કોઈ પણ વાતે ઝઘડો થતો હોય તો પોતાના દાંપત્ય જીવનમાં પ્રેમ જાળવી રાખવા માટે શુક્રવારના દિવસે બેડરૂમમાં કોઈ પ્રેમી પક્ષીનો ફોટો લગાવી શકો છો.
  • જો તમે શુક્રવારના દિવસે કોઇ પણ મંદિરમાં જઈ શંખ, કોડી, કમળ, પતાસા, માતાજીને અર્પિત કરો છો તો તેનાથી લક્ષ્મીજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. કારણ કે આ ચીજો તેમને ખૂબ જ પસંદ છે.
  • જો તમે સંપત્તિ અને સંતાનની પ્રાપ્તિ કરવા માંગતા હોય તો શુક્રવારના દિવસે લક્ષ્મીજીની ઉપાસના અવશ્ય કરવી. તે ઉપરાંત તમે વીર લક્ષ્મી માતાની ઉપાસના કરો છો, તો તેનાથી સૌભાગ્યની સાથે સાથે સ્વાસ્થ્યમાં પણ લાભ મળે છે.
  • જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ કમજોર હોય તો શુક્રવારના દિવસે ગાયનું પીળું ઘી કોઇ મંદિરમાં દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિની કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત બનશે.

  • જો તમારા કોઈપણ કાર્યમાં સમસ્યા ઉત્પન્ન થતી રહેતી હોય તો તેવી સ્થિતિમાં તમે શુક્રવારના દિવસે કાળી કીડીઓને ખાંડ નાખી શકો છો. તેનાથી તમારા કામકાજની સમસ્યાઓ દૂર થશે. એટલું જ નહીં તમને તમારા કાર્યમાં સફળતા પણ મળશે.
  • કદાચ તમને આ ખબર નહીં હોય કે માતા લક્ષ્મીજીનું એક રૂપ અન્ન પણ છે. ઘણા લોકોની આદત હોય છે કે ગુસ્સામાં તે ભોજનની થાળી ફેંકી દે છે, પરંતુ તેનાથી પારિવારિક સુખ, ધન અને વૈભવને નુકસાન થાય છે. તેથી હંમેશા અન્ન નું સન્માન કરવું જોઈએ.

અહીં તમને શુક્રવારના દિવસે સરળ ઉપાય જણાવ્યા છે. જો તમે આ ઉપાયને કરો છો તો તેનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી ઉપર સદાય બની રહેશે અને જીવનમાં ચાલી રહેલી ધન સંબંધી દરેક સમસ્યાઓ માંથી છુટકારો પણ મળશે. શાસ્ત્રો અનુસાર ભક્ત આ સાધારણ ઉપાય કરી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *