આ રીતે રાખો પોતાના પતિને ખુશ, બીજી સ્ત્રી તરફ આંખ ઉઠાવીને પણ નહીં જુએ

કોઈ પણ સંબંધને મજબૂત બનાવી રાખવા માટે તેમાં બંને પક્ષોની ખુશી હોવી ખૂબ જ જરૂરી છે. પતિ પત્ની નો સંબંધ પણ કંઇક એવો જ છે. જ્યારે પણ કોઈ છોકરી લગ્ન કરીને સાસરે જાય છે. ત્યારે તે પોતે એ જ કોશિશ કરે છે કે, તે પોતાના પતિને ખુશ રાખી શકે. જો પતિ ખુશ રહેશે તો તેમનો સંબંધ પણ સારો અને લાંબો ચાલશે. તેમજ પતિ નારાજ રહેશે અને ખુશ નહીં રહે તો તેના સંબંધ ની ઉંમર પણ ઓછી થવા લાગેછે.
જ્યારે પતિ પોતાની પત્ની થી ખુશ નહીં રહે તો તેનો ઝુકાવ બીજી સ્ત્રી પર વધી જશે. તે કોઈ બીજી જગ્યાએ અફેર કરવાનું વિચારવા લાગશે.. તેનાથી પત્ની ની ચિંતા વધી જાય છે. એવામાં જો તમે તમારા પતિને હંમેશા તમારા બનાવી રાખવા ઈચ્છતા હોવ તો ખૂબ જ જરૂરી છે કે, તમે તેને હંમેશા ખુશ રાખો. તેનાથી તમારા વચ્ચે ન ફક્ત પ્રેમ જ વધશે પરંતુ તે તમારા પર વિશ્વાસ પણ કરશે. એટલું જ નહીં સમય આવવા પર તે તમારા માટે જીવ આપવા પણ તૈયાર થઇ જશે.
તો હવે સવાલ એ થાય છે કે, આખરે પતિને હંમેશા ખુશ કઈ રીતે રાખી શકાય. તેનો જવાબ ફિક્સ તો નથી પરંતુ તમે થોડી ટિપ્સ ફોલો કરી શકો છો. દરેક વ્યક્તિનો સ્વભાવ અને ની વિચાર અલગ હોય છે. પરંતુ થોડી વાતો દરેક માં કોમન કોમન હોય છે. જેને અજમાવીને તમે પતિ નું દિલ જીતી શકો છો.
આ રીતે કરો પતિને ખુશ
- પતિ અને પત્ની બંને અલગ અલગ ઘર, પરિવાર અને વાતાવરણમાં મોટા થયા હોય છે. એવામાં સ્વાભાવિક છે કે, તેમના રહેવાની, વિચારવાની, ઊઠવા બેસવાની પદ્ધતિ અલગ અલગ હોય. આવી સ્થિતિમાં બંને લોકોએ એકબીજાની સાથે સારી રીતે તાલમેળ કરવાની કોશિશ કરવી જોઈએ. તેની શરૂઆતમાં થોડું તમારે લેટ ગો કરવું જોઈએ અને થોડું તેમણે કરવું જોઈએ. બન્ને મળી ને એડજેસ્ટ કરશો તો લાઇફ સરળ બની જશે.
- પતિ થી કોઈ વાત છુપાવવાની ભૂલ ન કરવી. તેની સાથે દરેક વાત શેયર કરવી આ રીતે તે પોતાને તમારી વધારે નજીક મહેસૂસ કરશે. અને તેને વિશ્વાસ થશે કે તમે તેનાથી કોઈપણ વસ્તુ છુપાવતા નથી. તેનો વિશ્વાસ જીતવા માટે આ રામબાણ ઈલાજ છે.
- પતી ની પસંદ અને ના પસંદ સમજવી. ત્યારબાદ દરેક વસ્તુ તેના હિસાબે કરવી. તેનથી તે ખુશ રહેશે. તેને અહેસાસ થશે કે આ છોકરી મારા માટે પરફેક્ટ છે. મારા વિશે બધુ જાણે છે આ રીતે કોઈ બીજી છોકરી ને શોધશે નહીં.
- વૈવાહિક જીવન માં રોમાન્સ ખૂબ જ જરૂરી છે. લગ્ન બાદ હંમેશા જોવા મળેછે કે તેના કારણે પતિ જલદી બોર થઈ જાય છે. એવામાં તમે રોમાન્સ ને દિલચસ્પ બનાવો. કોઈ રોલ પ્લે કરો, નવા કપડાં પહેરો, પોતાને મેકઓવર કરો રોમાન્સને થોડો તરોતાજા કરો.
- પતિ ની પર્સનલ સ્પેસ નું પણ ધ્યાન રાખવું. તેની કેર કરો તેને માન-સન્માન આપો તેને આ રીતે તે બદલામાં તે પણ તમારી કેર કરશે અને તમને ઈજ્જત કરશે.