આ મોંઘી સ્કુલમાં અભ્યાસ કરે છે બોલીવુડ સ્ટાર્સનાં બાળકો, જાણો તેમની વાર્ષિક ફી અને ઍડ્મિશન એમાઉન્ટ વિશે

આ મોંઘી સ્કુલમાં અભ્યાસ કરે છે બોલીવુડ સ્ટાર્સનાં બાળકો, જાણો તેમની વાર્ષિક ફી અને ઍડ્મિશન એમાઉન્ટ વિશે

બોલીવુડ સ્ટાર્સ ફિલ્મોમાં કામ કરી માત્ર નામ નથી મેળવતા, પરંતુ તેમની આવક પણ ખુબ જ વધારે હોય છે. આ વાત કોઇનાથી છુપાયેલી નથી કે બોલીવુડ સ્ટાર્સ એક ખુબ જ આલિશાન અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવે છે. તેમના ઘર, કપડા, શોખ બધું જ વધારે મોંઘું હોય છે. તેના માટે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવા કોઇ મોટી વાત નથી. આ લાઈફસ્ટાઇલ પોતાના બાળકોને પણ આપે છે. બોલીવુડમાં ઘણા સ્ટાર્સ છે, જેમના બાળકો હાલનાં સમય સ્કુલમાં અભ્યાસ કરી રહ્યા છે.

દરેક માતા-પિતાની જેમ તે પણ પોતાના બાળકોને સ્કુલમાં ભણવા માટે મોકલે છે. આ સ્ટાર કિડ્સ સ્કુલ પણ મોટા હાઇ સ્ટાન્ડર્ડ હોય છે. જેટલી તમારી કોલેજ ની ફીસ નથી હોતી તેનાથી વધારે આ સ્ટાર કિડ્સની સ્કુલ ની ફીસ હોય છે.

અભ્યાસ ખુબ જ જરૂરી હોય છે, પરંતુ અત્યારના દિવસોમાં તેના નામ ઉપર સ્કુલ વાળા ખુબ જ મોટી રકમ વસૂલ કરતા હોય છે. જ્યાં એક સામાન્ય માણસ પોતાના બાળકોને સ્કુલમાં અભ્યાસ માટે વર્ષના ઘણા પૈસા ખર્ચ કરે છે, તો ત્યાં આ સ્ટાર્સ પોતાના બાળકોને સ્કુલ અભ્યાસ પર લાખો રૂપિયા ખર્ચ કરે છે. આજે તમને આ સ્ટાર કિડ્સ સ્કુલનાં નામ અને તેમના હાઈફાઈ ફીસ વિશે જણાવીશું. જ્યારે તમે તેમની રકમ વિશે જાણશો તો તમારા હોશ ઉડી જશે.

આ લિસ્ટમાં સૌથી પહેલા નામ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલનું આવે છે. આ સ્કુલ મશહૂર બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીનાં નામ પર રાખવામાં આવી છે. તેની શરૂઆત ૨૦૦૩માં મુકેશ અંબાણી ની વાઈફ નીતા અંબાણીએ કરી હતી. બોલીવુડ સેલિબ્રિટીઝ માટે આ સ્કુલ ખુબ જ પોપ્યુલર છે. તેનું કારણ છે કે આ સ્કુલમાં સૌથી વધારે સ્ટાર કિડ્સ અભ્યાસ કરે છે.

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા આ સ્કુલમાં આવે છે. તે સિવાય શાહરૂખ ખાનનો પુત્ર અબરામ પણ અહીં અભ્યાસ માટે આવે છે. ઋત્વિક રોશનના બંને પુત્ર રીદાન અને રિયાન પણ અહી અભ્યાસ કરે છે. ત્યારબાદ કરિશ્મા કપુરનો પુત્ર કીયાન, ચંકી પાંડેની પુત્રી રાઈસા અને સોનુ નિગમનો પુત્ર નીવાન પણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થી છે.

મુંબઈ મિરર ની રિપોર્ટ અનુસાર ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલની વર્ષની ફી આ પ્રમાણે છે. LKG થી ક્લાસ ૭ સુધી ૧,૭૦,૦૦૦ રૂપિયા, ક્લાસ ૮ થી ૧૦ સુધી (ICSE) ૧,૮૫,૦૦૦ રૂપિયા અને ક્લાસ ૮ થી ૧૦ સુધી ( IGCSC ) ૪,૪૮,૦૦૦. તે સિવાય એડમિશન ફી ૨૪ લાખ રૂપિયા છે.

જુહુ માં ઇકોલે મોન્ડિયાલે વર્લ્ડ સ્કુલ માં અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનો પુત્ર આરવ અને પુત્રીની નીતારા અભ્યાસ કરે છે. આ સ્કુલની ફીસ વર્ષની આ પ્રકારે છે. પ્લે સ્કુલ, નર્સરી, કેજી 1 અને 2 – 6,90,000 રૂપિયા, ક્લાસ ૧ થી ૧૦ સુધી ૯,૯૦,૦૦૦ રૂપિયા અને ૧૧ થી ૧૨ સુધી ૧૦,૯૦,૦૦૦ રૂપિયા.

ઓબરોય ઇન્ટરનેશનલ સ્કુલમાં માધુરી દીક્ષિતનાં પુત્ર આરીન અને રયાન અભ્યાસ કરે છે. તેમની વર્ષની ફીસ ૫,૭૦,૦૦૦ છે. જ્યારે એડમિશન ફી ૧ લાખ ૨૦ હજાર રૂપિયા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *