આ મહિના માં મિથુન રાશિમાં થવા જઈ રહી છે મોટી હલચલ, આ બે ગ્રહો કરી રહ્યા છે પ્રવેશ

ગ્રહોનાં રાશિ પરિવર્તન નો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી પ્રભાવ આપણા જીવન પર પડે છે. મે મહિનામાં વૃષભ રાશિ પછી હવે મિથુન રાશિમાં ગ્રહોનું પ્રવેશ થવા જઈ રહ્યું છે. જેની સીધી અસર મિથુન રાશિના જાતકો ઉપર થશે. આ રાશિ ઉપરાંત અન્ય રાશિઓ પર પણ તેનો શુભ અશુભ પ્રભાવ જોવા મળશે.
બુધ દેવ નું મિથુન રાશિમાં ગોચર
સંચાર, વાણી, વાણીજ્ય, બુદ્ધિ વગેરે નાં કારક ગ્રહ બુધ ૨૬ મે ૨૦૨૧ નાં પોતાની સ્વરાશિ મિથુનમાં ગોચર કરશે. આ રાશિમાં બુધ દેવ ૩ જુન ૨૦૨૧ સુધી બિરાજમાન રહેશે. આ વચ્ચે ૩૦ મે ૨૦૨૧ નાં બુધ ગ્રહ મિથુન રાશિમાં વક્રી થશે અને ૨૩ જૂન સુધી વક્રી અવસ્થામાં રહેશે.
શુક્રદેવ કરશે મિથુન રાશિમાં પ્રવેશ
ત્યારબાદ શુક્ર દેવ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર નો આ પ્રવેશ ૨૯ મે નાં થશે. મિથુન રાશિમાં શુક્ર દેવ ૨૨ જુન સુધી બિરાજમાન રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ લક્ઝરી લાઇફ, મનોરંજન, ફેશન, પ્રેમ રોમાન્સ વગેરેનાં કારક ગણવામાં આવે છે.
શની દેવ ચાલશે ઉલટી ચાલ
૨૩ મે ૨૦૨૧ નાં મકર રાશિમાં ન્યાય નાં દેવતા શનિ મહારાજ વક્રી થશે. ત્યારબાદ ૧૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધી વક્રી અવસ્થામાં રહેશે ત્યાર બાદ માર્ગી થઇ અને ગોચર કરશે. શનિ ની ઉલટી ચાલ નો પ્રભાવ દરેક રાશિ પર શુભ-અશુભ રૂપમાં જોવા મળશે. આ સમયે મિથુન રાશિમાં શનિ ની ઢૈયા પણ પ્રભાવી છે.
આ ગ્રહ નાં અશુભ પ્રભાવથી બચવા માટે કરો આ ઉપાય
- બુધ ગ્રહ નાં અશુભ પ્રભાવથી બચવા માટે અને શુભ ફળ પ્રાપ્ત કરવા માટે બુધવાર નાં દિવસે કિન્નરો નાં આશીર્વાદ લેવા. અને લીલા રંગના વસ્ત્ર તેમને ભેટ કરવા.
- શુક્ર દોષથી બચવા માટે શુક્રવાર નાં દિવસે કન્યાઓ ને મીઠી ખીરનું ભોજન કરાવવું. સંભવ હોય તો તે દિવસે ગુલાબી રંગ નાં વસ્ત્ર ધારણ કરવાં.
- શનિ દોષથી બચવા માટે શનિવાર નાં દિવસે શનિદેવ નાં મંદિરે સરસવ ની તેલ ચડાવવું. અને આ દિવસે મસ્તક પર કાળું તિલક કરવું.