આ લોકો થાય છે બ્લેક ફંગસ નાં સરળતાથી શિકાર, જાણો તેનાથી બચવાના ઉપાયો

કોરોના વાઇરસ કહેર વચ્ચે મ્યુકરમાયકોસીસ નામનાં સંક્રમણ થી લોકો પરેશાન થઈ ગયા છે. મ્યુકરમાયકોસીસ ને સામાન્ય ભાષા માં બ્લેક ફંગસ કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે મગજ, ફેફસા અને સ્કીન પર હુમલો કરે છે પરંતુ કોરોના કાળ માં તેનું સંક્રમણ આંખો પર પણ થવા લાગયું છે. પરીસ્થિતિ એ છે કે, દર્દી ની આંખોની રોશની જતી રહે છે. ઘણી વાત જાન બચાવવા માટે આંખ પણ કાઢવી પડે છે. કેટલીક બાબતમાં નાક હાડકાઓ અને ગળાના જડબા ઓ ગળવા લાગે છે.
બ્લેક ફંગસ થી આ લોકો ને રહેછે વધારે જોખમ
બ્લેક ફંગસ માં મુત્યુ દર ૫૦ ટકા સુધીનો છે. તે એ લોકોને વધારે પ્રભાવિત કરે છે જેને પહેલાથી કોઇ પ્રકારની બીમારી હોય છે. જેમ કે ડાયાબિટીસ. તેમજ કોરોના નો ઈલાજ કરાવતી વખતે જ્યારે દર્દી આઈ સી યુ માં હોય છે ત્યારે તેને તેને સ્ટેરોયડસ આપવામાં આવે છે. તેનાથી શરીરની કીટાણું સાથે લડવાની ક્ષમતા અસ્થાયી રૂપથી ખતમ થઇ જાય છે. આ દરમિયાન બ્લેક ફંગસ તમારા પર એટેક કરી દે છે.
ઇન્ડિયન કાઉન્સેલિંગ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર સ્ટેરોયડસ નો ઉપયોગ ઓછો કરવાની ડોક્ટર ને સલાહ આપવામાં આવે છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા ની પૂરી કોશિશ કરવી. ઇમ્યુનિટી સિસ્ટમને પ્રભાવિત કરનાર દવાઓનું સેવન ઓછું કરવું. હાઇપરગ્લાઇસીમીયા એટલે કે, લોહીમાં ગ્લુકોઝ ની વધારે માત્રાને નિયંત્રણમાં રાખવાના પ્રયત્નો કરવા.
ડાયાબિટીસ નાં રોગીઓ અને કોવિડ ની બિમારી બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા લોકોએ સમય સમય પર પોતાનું બ્લડ ગ્લુકોઝ ચેક કરાવવું. ઓક્સિજન થેરેપીનો ઉપયોગ કર્યા બાદ ઉપયોગ કર્યા દરમ્યાન હયુમિડીફાઈર માં સાફ અને કીટાણું રહિત પાણીનો ઉપયોગ કરવો. તમારી રીતે કોઈપણ એન્ટિબાયોટિક કે એન્ટિફંગલ દવાઓ ન લેવી.
જો તમને બ્લેક ફંગસ સાથે જોડાયેલ કોઇ પણ સંકેત જોવા મળે તો તેને નજરઅંદાજ ન કરો. કોરોના બાદ જો નાક બંધ બંધ થઈ જતું હોય તે બેક્ટેરિયલ સાઈનુસાઈટીસ કે બ્લેક ફંગસ પણ હોઈ શકે છે. એવામાં ડોક્ટર પાસે તપાસ જરૂર કરાવવી જોઇએ. યાદ રહે કે, બ્લેક ફંગસ નો શરૂઆતમાં જ ખ્યાલ આવી જાય તો તેનો ઇલાજ થઇ શકે છે. તેથી આ બીમારીમાં બેદરકાર ના રહેવું. ઍક્ટિવ રહો અને દરેક ક્ષણ પણ નજર રાખવી. બ્લેક ફંગસ નાક નાં માધ્યમથી આંખો સુધી થઈ જાય છે. તેનો ઈલાજ ન થાય તો તે મગજ પર પણ હુમલો કરી શકે છે. જે જાનલેવા સાબિત થઈ શકે છે.