આ કારણે રવિ શાસ્ત્રી સાથે તૂટ્યો હતો અમૃતા સિંહ નો સંબંધ, પછી વિનોદ ખન્ના સાથે થયો પ્રેમ, ત્યાર બાદ સૈફ સાથે થયા લગ્ન

આ કારણે રવિ શાસ્ત્રી સાથે તૂટ્યો હતો અમૃતા સિંહ નો સંબંધ, પછી વિનોદ ખન્ના સાથે થયો પ્રેમ, ત્યાર બાદ સૈફ સાથે થયા લગ્ન

બોલીવુડની જાણીતી અભિનેત્રી અમૃતા સિંહ નું નામ સૈફ અલી ખાન થી પહેલા દિગ્ગજ અભિનેતા સની દેઓલ અને ભારતનાં પૂર્વ જાણીતા ક્રિકેટર રહેલા રવિ શાસ્ત્રી ની સાથે જોડાયેલું હતું. સની દેઓલ અને અમૃતા સિંહ એ વર્ષ ૧૯૮૩ માં એક જ ફિલ્મ થી હિન્દી સિનેમામાં કરિયરની શરૂઆત કરી હતી. બન્નેની પહેલી ફિલ્મ હતી “બેતાબ” સાથે કામ કરતા દરમિયાન બંનેના અફેર ની ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ તે અફવા જ હતી. બંનેના સંબંધને લઈને વધારે કંઈ સામે આવ્યુ નહીં.

 

સની દેઓલ પછી અમૃતા સિંહ નું નામ રવિ શાસ્ત્રી  સાથે જોડાયેલું ૯૦ ના દશક ની વચ્ચે બંનેનું અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યું. બંનેના અફેરનો ખુલાસો એક મેગેઝિન દ્વારા થયો હતો. તે મેગેઝીન નાં ફોટોશૂટમાં માટે બન્ને સાથે આવ્યા હતા. રવિ અને અમૃતાએ ફોટોશૂટ ની મદદથી પોતાના સંબંધ પર મહોર લગાવી હતી .

થઈ ગઈ હતી સગાઈ

 

અનેક મીડિયા રિપોર્ટ માં આ વાતને લઈને દાવો કરવામાં આવ્યો હતો કે, તે બંને પોતાના સંબંધને લઈને ખૂબ જ ગંભીર હતાં. બંને સાત ફેરા લઈને હંમેશા માટે એક બીજાના થવાના હતા. અને બંને એ સગાઈ પણ કરી લીધી હતી. પરંતુ બંનેના લગ્ન થાય તે પહેલા જ તે બંનેના સંબંધોમાં તિરાડ પડી ગઇ.

સંબંધ પૂર્ણ થયા પછી રવિ શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યું માં કહ્યું હતું કે, હું એક્ટ્રેસ પત્નીને ક્યારેય નથી ઈચ્છતો. મારી ઈચ્છા છે કે ઘર તેની પહેલી પ્રાથમિકતા હોય. બીજી બાજુ અમૃતાસિંહ એ એક ઈન્ટરવ્યું માં રવિ શાસ્ત્રીને જવાબ આપતા કહ્યું હતું કે, અત્યાર નાં સમયમાં મારી ફિલ્મ કારકિર્દી જ મારી પહેલી પ્રાથમિકતા છે. પરંતુ આગળ આવતા વર્ષોમાં હું ફૂલ ટાઇમ મધર અને પત્ની બનવાની પસંદગી કરીશ

વિનોદ ખન્ના સાથે જોડાયું નામ

અમૃતા સિંહ નું નામ દિગ્ગજ અને દિવંગત વિનોદ ખન્ના સાથે જોડાયેલું હતું. વર્ષ ૧૯૮૯ માં આવેલી ફિલ્મ “બટવારા” માં વિનોદ અને અમૃતા એ સાથે કામ કર્યું હતું. તે દરમિયાન બંનેના અફેર નાં સમાચારો આવ્યા હતા. કહેવામાં આવે છે કે, ખૂબ જલ્દી તેમના સંબંધોનો અંત આવી ગયો હતો.

૧૯૯૦માં રવી એ ઋતુ અને અમૃતા એ ૧૯૯૧ માં સૈફ અલી ખાન જોડે લગ્ન કરી લીધા

રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહ બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા હતા. ૧૯૯૦માં રવિ શાસ્ત્રીએ ઋતુ જોડે લગ્ન કરી લીધા. અને અમૃતા સિંહે પોતાનાથી ૧૨ વર્ષ નાના સૈફ અલી ખાન સાથે ૧૯૯૧માં લગ્ન કરી લીધા. તે બંનેના બે બાળકો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન અને પુત્રી અભિનેત્રી સારા અલી ખાન છે. પરંતુ ૧૩ વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. વર્ષ ૨૦૦૪ માં બંને નાં છૂટાછેડા થઈ ગયા.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *