આ કારણથી મહિલાઓ નથી લઈ શકતી પોતાના પતિનું નામ, કારણ છે ખૂબ જ ચોંકાવનારું, દરેક લોકોએ જાણવું જોઈએ

આમ તો જમાનો ખૂબ જ આગળ નીકળી ગયો છે પરંતુ તમે જોયું હશે કે આજે પણ ઘણી બધી જગ્યાએ મહિલાઓ પોતાના પતિનું નામ લેતી નથી. તે પોતાના પતિને બોલાવવા માટે “જી” શબ્દનો ઉપયોગ કરે છે. જો કે બદલતા સમયની સાથે ઘણું બધું બદલાઈ ગયું છે. એકવીસમી સદી છે અને આજની યુવતિઓ તો પોતાના પતિને તેમના નામથી બોલાવવા પણ લાગી છે. લવ મેરેજ હોય તો છોકરીઓ પોતાના પતિનું નામ લેતી હોય છે.
પરંતુ જો અરેંજ મેરેજ થયા હોય તો પતિનું નામ લેવામાં અમુક યુવતિઓ ખચકાતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય આ વાતો પર ધ્યાન આપ્યું છે કે આજે પણ મહિલાઓ પોતાના પતિનું નામ શા માટે લેતી નથી ? તમે તેની પાછળના કારણો જાણવાના પ્રયાસ નહીં કર્યા હોય. પરંતુ આજે તમને જણાવી દઈએ કે એવું શા માટે છે કે મહિલાઓ પોતાના પતિનું નામ નથી લઈ શકતી. વાસ્તવમાં તેની પાછળ એક મોટું ધાર્મિક કારણ છે. આજે તેના વિશે અમે તમને જણાવીશું.
આ માટે નથી લેવામાં આવતું પતિનું નામ
મહર્ષિ વેદવ્યાસજીને ભગવાનનો અવતાર માનવામાં આવે છે તેમના મોઢામાંથી નીકળતી વાણીને ગણેશજીએ સ્કંદપુરાણમાં લખી છે. કંદ પુરાણમાં લખ્યું છે કે જે ઘરમાં પતિ વ્રતા સ્ત્રી આવે છે તે ઘરમાં રહેતા લોકોનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. હવે તમને જણાવી દઈએ કે મહિલાઓ કેમ તેમના પતિનું નામ લેતી નથી. વાસ્તવમાં સ્કંદપુરાણમાં લખાયેલું છે કે પતિના નામથી બોલાવવા પર તેમની ઉંમર ઓછી થઈ જાય છે. તેથી પતિની લાંબી આયુષ્ય માટે મહિલાઓ ક્યારેય પણ તેમનું નામ સંબોધતી નથી.
તે ઉપરાંત સ્કંદપુરાણમાં તે પણ લખ્યું છે કે એ મહિલાઓ જ પતિવ્રતા સ્ત્રી કહેવાય છે જે પોતાના પતિને જમાડ્યા પછી જ ભોજન કરે છે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓ પોતાના પતિના ઉંઘ્યા પછી તે સૂતી હોય છે અને સવારે પતિના જાગ્યા પહેલા જાગી જતી હોય તો તેને જ પતિવ્રતા પત્નીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક પતિવ્રતા સ્ત્રીને ક્યારેય શણગાર ના કરવો જોઈએ. જો તેમનો પતિ કોઈ કારણથી તેમનાથી દૂર રહે તો એટલું જ નહીં એક પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિની પરવાનગી લીધા વગર કોઈપણ તીર્થસ્થાન કે ઉત્સવમાં પણ ના જવું જોઇએ.
પરંતુ આજકાલની યુવતિઓ આ વાતો પર વિશ્વાસ કરતી નથી. તે પોતાને જ પુરુષોથી ઓછી સમજતી નથી. જે ખરેખર યોગ્ય ના કહેવાય. અહીં સ્કંદપુરાણમાં લખેલી વાતોનો વિરોધ નથી કરી રહ્યા પરંતુ કોઈ સામાન્ય વ્યક્તિને ભગવાનનું સ્થાન આપવું પણ યોગ્ય નથી. જો પુરુષ મહિલાઓનું સન્માન નથી કરતાં અને મહિલાઓને પોતાનાથી નીચે સમજે છે. વાસ્તવમાં તે કોઈ માન સન્માનના હકદાર પણ નથી.
પરંતુ સ્કંદપુરાણમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે જો મહિલાઓ પોતાના પતિને ભગવાન શિવજી અને વિષ્ણુથી વધારે માને છે તેને જ પતિવ્રતા સ્ત્રી કહેવાય છે. પતિને નામથી બોલાવવા પર તેમની આયુષ્ય ઓછું થઈ જાય છે. આજકાલની મોર્ડન યુવતીઓ તે વાતો પર વિશ્વાસ કરતી નથી. પરંતુ અમુક મહિલાઓને તેની ઉપર અતૂટ વિશ્વાસ હોય છે.