આ કારણનાં લીધે રણબીરની સાથે નથી રહેતી નીતુ કપૂર, અભિનેત્રીએ પોતે જ કર્યો તેનો ખુલાસો

બોલિવૂડ અભિનેત્રી નીતૂ કપૂરે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન અનેક મુદ્દાઓ પર વાત કરી છે. તેમણે એ પણ જણાવ્યું છે કે તે પોતાના બાળકોથી અલગ શા માટે રહે છે. અભિનેત્રીએ કહ્યું કે તેમની ઇચ્છા હતી કે તેમના બાળકો પોતાના જીવનમાં સેટલ રહે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જ રિશી કપૂરને ગુમાવી ચૂકેલ નીતુ પોતાના બાળકોની સાથે નહી પરંતુ એકલી રહે છે.
નીતુ કહે છે “મારું કહેવું છે કે મારા દિલમાં રહો. મારા માથા ઉપર નહી”. જ્યારે મહામારી દરમિયાન રીધિમાં મારી સાથે એક વર્ષ રહી ત્યારે હું ખૂબ જ તણાવમાં હતી કારણ કે તે પાછી જઈ શકી નહી. હું ઉદાસ થઈ જતી હતી. હું તેને કહેતી હતી કે તુ પરત જા, ભરત એકલો છે. હું ખરેખર તેને દૂર મોકલી રહી હતી કારણ કે મને મારી પ્રાઈવેસી પસંદ છે અને હું તેવું જીવન જીવવાની ઈચ્છા રાખું છું.
નીતુ કપૂરે જણાવ્યું કે જ્યારે રીધિમાં અભ્યાસ માટે લંડન ગઈ હતી ત્યારે તે રડતી હતી. તેમણે કહ્યું કે મને યાદ છે જ્યારે રિદ્ધિમા અભ્યાસ માટે લંડન જઈ રહી હતી ત્યારે હું રડ્યા કરતી હતી. જો કોઈ તેને મળી અને ગુડબાય પણ કહેવા આવતું હતું ત્યારે હું રડવા લાગતી હતી પરંતુ ઘણા વર્ષો બાદ જ્યારે રણબીર ગયો ત્યારે હું રડી નહીં.
ત્યારે રણબીરે કહ્યું કે “માં તું મને પ્રેમ કરતી નથી પરંતુ એવું ના હતું. ત્યાં સુધીમાં તો હું મારા જીવનમાં બાળકો વગર રહેવાનું શીખી ગઈ હતી તેથી જ્યારે ફરીવાર આવું થયું ત્યારે હું તૈયાર હતી. મારું માનવું છે કે જ્યારે તે વિદેશમાં હતાં ત્યારે હું એકલા રહેવાનું શીખી ગઈ હતી.
નીતુ આગળ કહે છે કે તેમનું પોતાનું જીવન છે. મને સારું લાગે છે જ્યારે તે આવે છે પરંતુ મારી ઈચ્છા એ છે કે તે પોતાના ઘરે પાછા જતા રહે. હું તેમને કહું છું કે મને દરરોજ મળવા ના આવો પરંતુ ટચમાં રહો. હું ઈચ્છતી નથી કે તે દરેક સમયે મારી આજુબાજુ રહે. હું ખૂબ જ ઇન્ડિપેન્ડન્ટ છું. મને આવું જ જીવન પસંદ છે.