આ ગ્રહ નાં કારણે મહામારી એ લીધું છે વિકરાળ સ્વરૂપ, જાણો આપણા વચ્ચે ક્યાં સુધી રહેશે કોરોના

માર્ચ ૨૦૨૦ થી જે રીતે કોવિદ -૧૯ આપણા દેશમાં પ્રવેશ કરી અને અચાનક આપણી ભાગતી દોડતી દુનિયાને એક વિરામ લગાવી દીધો હતો. જે એક અવિશ્વસનીય અને અકલ્પનીય ઘટના જ કહી શકાય. હજારો વર્ષનો ઈતિહાસ સાક્ષી છે કે, એક પછી એક સમસ્યા આવી પરંતુ આ સમસ્યા સામે તે બધી સમસ્યા નાની દેખાય છે. સામાન્ય રીતે ભારતીય જ્યોતિષમાં નવ ૯ ગ્રહો નો જ અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે, ભૂમિ મંડળ ને ૧૨ ગ્રહ પ્રભાવિત કરે છે. કેટલીક શતાબ્દી પહેલા ત્રણ બીજા ગ્રહોની શોધ થઈ હતી. તે યુરેનસ નેપ્ચ્યૂન અને પ્લૂટો ગ્રહો નો પ્રભાવ પણ પૃથ્વી ઉપર અવશ્ય પડે છે.
યમ ગ્રહ છે મૃત્યુનાં કારક
આપણા મહર્ષિઓએ પણ આ ત્રણ ગ્રહો ને તારા નાં સ્વરૂપ માં ગણાવ્યા છે. તૈતિરીય સંહિતામાં તેનો ઉલ્લેખ છે. ભારતીય વાડમય માં તેને અરુણ, વરુણ અને યમ તારા ગ્રહ નામથી જાણવામાં આવે છે. તેના સ્વરૂપ અને ગુણધર્મો નું પણ સામાન્ય વિવેચન છે. આ ગ્રહ વિશે કહેવાય છે કે, તે પ્રતિકુળ હોય ત્યારે પૃથ્વી પર મહામારી જેવી આપદા જોવા મળેછે.
રાહુ, કેતુ અને યમ નો કુયોગ છે મહામારી વધવાનું કારણ
જ્યોતિષ અનુસાર જોવામાં આવે તો આવી પરિસ્થિતિ ત્યારે થાય છે જ્યારે એકસાથે ઘણા કુયોગ બને છે. ૨૬ ડિસેમ્બર ૨૦૧૯ ના સૂર્યગ્રહણ ની આસપાસ સપ્તગ્રહી યોગ બન્યા હતા. આ કુયોગ રાહુ-કેતુ અક્ષ પર બન્યો. મુખ્યત્વે દરેક ગ્રહ કેતુ નક્ષત્ર માં જ હતા. આ કુયોગ ભારતની કુંડળીમાં આઠમા ભાવમાં બન્યો જ્યાં કેતુ પહેલેથી જ બિરાજમાન હતા. ૧૯-૧-૨૦૨૦ માં કેતુ અને રાહુ એ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કર્યો જેને કારણે મહામારી એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. કે તુ વાઇરસ જન્ય રોગો ઉત્પન્ન કરે છે. અને રાહુ તેને ફેલાવવાનું કામ કરે છે. આમ તો રાહુ થી થતાં સંક્રમણ નો ઈલાજ સરળતાથી મળી જાય છે. પરંતુ કેતુ રહસ્યમય હોવાને કારણે તેના દ્વારા આપવામાં આવેલી બીમારી નો ઈલાજ સરળતાથી મળતો નથી. કારણ કે ગુરુની સાથે હોવાને કારણે કેતુ રહસ્યમય સંક્રમણને ઉત્પન્ન કરે છે.
જાન્યુઆરી ૨૦૨૩ થી મહામારી થી રાહત મળવાની શરૂઆત થશે
જ્યારે મંગળ નો દ્રષ્ટિ સબંધ ૨૦ જુલાઈ ૨૦૨૧ બાદ શનિ અને પ્લુટો ની સાથે તૂટશે ત્યારે પરિસ્થિતિમાં સુધારો આવશે. તેની સાથે જ જ્યાં સુધી શની પ્લુટો ની સાથે છે ત્યાં સુધી કોરોના ના નવા નવા સ્વરૂપમાં આવતો રહેશે. ક્યારેક તેનો પ્રભાવ ઓછો તો ક્યારેક તેનો પ્રભાવ વધારે રહેશે. જ્યારે શનિ જાન્યુઆરી ૨૦૨૩ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ મહામારી થી રાહત મળવાની શરૂઆત થશે. ઉપરોક્ત ગ્રહોની ગોચર સ્થિતિ જોવામાં આવે તો જુલાઈથી સ્થિતિમાં સુધારા નાં સંકેતો છે. પરંતુ ઉપર જણાવ્યું તેમ આ મહા મારી જતા જતા માનવ સભ્યતા ને ખૂબ જ મોટો સંદેશ આપી જશે કે, વિકાસની દોડમાં પ્રકૃતિ નું દોહન હમેશાં કષ્ટકારી રહે છે.