આ દિવસે લાગી રહ્યું છે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ,જાણો તેની સાથે જોડાયેલ પૌરાણીક કથા

આ દિવસે લાગી રહ્યું છે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ,જાણો તેની સાથે જોડાયેલ પૌરાણીક કથા

આ વર્ષે કુલ ચાર ગ્રહણ લાગશે. જેમાંથી બે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ ૨૬ મે નાં વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગશે. આ ગ્રહણ બુધવાર બોપર નાં ૧૨ કલાક ને ૧૮ મિનિટથી શરૂ થશે. જે સાંજનાં ૭ કલાક અને ૧૯ મિનિટ સુધી રહેશે. આ ગ્રહણ નો કુલ સમય ગાળો ૭ કલાક અને ૧ મિનિટ સુધીનો રહેશે. તે એક ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. જે ભારતમાં જોવા મળશે નહીં. એવામાં તેનો સૂતક કાળ પણ માન્ય નહીં રહે.

શું હોય છે સૂતક કાળ

ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે ગ્રહણ પૂર્ણ થઈ જાય ત્યારે તેનો સૂતક કાળ માન્ય હોય છે. સૂતક કાળ ગ્રહણ થી લગભગ નવ કલાક પહેલાં શરૂ થાય છે. જે ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી રહે છે. સૂતક કાળ દરમ્યાન કોઇપણ માંગલિક કાર્ય કરવામાં આવતા નહીં. ગ્રહ દરમ્યાન ઊંઘવાનું અને પૂજા પાઠ કરવાનું વર્જિત ગણવામાં આવે છે. એટલું જ નહીં ગ્રહણ માં ઘણા લોકો ભોજન પણ કરતા નથી. માન્યતા છે કે, ગ્રહણ દરમ્યાન ભોજન દૂષિત થઈ જાય છે. જોકે ખાવાની વસ્તુઓમાં તુલસીપત્ર રાખવાથી ગ્રહની અસર તેના પર પડતી નથી. ગર્ભવતી મહિલાઓ એ ગ્રહણ દરમ્યાન ખૂબ જ સંભાળીને રહેવાનું હોય છે. ગ્રહણ દરમ્યાન નીકળતી કિરણો હાની કારક ગણવામાં આવે છે. તેથી તેની ખરાબ અસર ગર્ભમાં રહેલ બાળક પર પડી શકે છે.

ગ્રહ સાથે જોડાયેલ પૌરાણિક કથા

ગ્રંથોમાં ગ્રહણ સાથે જોડાયેલ એક કથાનું વર્ણન કરવામાં આવે છે. કથા અનુસાર સમુદ્રમંથન દરમિયાન સર્વ ભાનુ નામના એક અસુરે કપટ થી અમૃત પાન કરવાની કોશિશ કરી હતી. પરંતુ ચંદ્રમા અને સૂર્ય દેવે તેને અમૃતપણ કરતા  જોઈ લીધા હતા. અને તેઓએ તરત જ વિષ્ણુ ભગવાનને જઈને જાણકારી આપી હતી. આ વાતથી જ્યારે વિષ્ણુ ભગવાન ગુસ્સો આવ્યો ત્યારે તેમણે ક્રોધિત થઈ સર્વ ભાનુ   નું વધ કર્યું હતું. જોકે ત્યાં સુધી અત્યાર સુધીમાં તે થોડાંક અમૃત નું પાન કરી ચૂક્યા હતા. જેનાથી બીજા બે અન્ય અસુર ઉત્પન્ન થયા. જેને રાહુ અને કેતુ કહેવાય છે. અમૃત નાં પ્રભાવથી તે અમર થઈ ગયા. અને ચંદ્રમા અને સૂર્ય દેવ સાથે બદલો લેવા માટે તેમને ગ્રહણ લગાવવા લાગ્યા. માન્યતા છે કે, જ્યારે રાહુ અને કેતુ પૂરી રીતે ચંદ્ર અને સૂર્ય ગ્રહણ ને જકડી લે છે. ત્યારે વાતાવરણમાં નકારાત્મકતા ફેલાઈ છે. જે હાનિકારક હોય છે. અને આજ કારણે જ ગ્રહણ દરમ્યાન શુભ કાર્ય કરવાનું વર્જિત ગણવામાં આવે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *