આ ક્રિકેટસ ની લવ સ્ટોરી રહી ગઈ અધૂરી, ૩ નંબર વાળા ની કહાની છે દર્દ ભરી

બોલિવુડ અને ક્રિકેટ નો સંબંધ ખૂબ જ જૂનો છે. ઘણા સમયથી એવું ચાલતું આવ્યું છે કે, કોઇ ક્રિકેટર ને કોઈ અભિનેત્રી સાથે પ્રેમ થયો હોય. અને ઘણા ઓછા સંબંધો દૂર સુધી પહોંચી શક્યા હોય ઉદાહરણ તરીકે વિરાટ-અનુષ્કા અને મન્સુર અલીખાન શર્મિલા ટાગોર ને લઈ લો. તેમજ ઘણા ક્રિકેટર અભિનેત્રીઓ થી જુદા થયા છે. તેમાંથી પાંચ ક્રિકેટર્સ ની લવ સ્ટોરી અધૂરી રહી છે. તેમને આ દુઃખ માં થી બહાર આવતા ધણો સમય લાગ્યો હતો.
આ ૫ કિકેટસ ની લવ સ્ટોરી રહી ગઈ અધૂરી
યુવરાજસિંહ અને કિમ શર્મા
ભારતીય ક્રિકેટમાં સૌથી સારી બેટિંગ કરતા યુવરાજ સિંહનાં લગ્ન વર્ષ ૨૦૧૬ માં અભિનેત્રી હેઝલ ની સાથે થયા હતા. પરંતુ એ પહેલા યુવરાજસિંહ નું અફેર અનેક અભિનેત્રીઓ સાથે રહ્યા છે. તેમાંથી એક છે કીમ શર્મા જેમને તમે ફિલ્મ મોહબતે માં જોઈ છે. અને ત્યારબાદ તેની કારકિર્દીનો ગ્રાફ નીચે રહ્યો છે. યુવરાજ સિંહ અને કિમ શર્મા એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ અમુક પર્સનલ કારણથી બંને સાથે રહી શક્યા નહીં અને અલગ થઈ ગયા.
જહીર ખાન અને ઈશા શરવાની
પૂર્વ ભારતીય તેજ બોલર ક્રિકેટર જાહીર ખાને બોલિવૂડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે વર્ષ ૨૦૧૭ માં લગ્ન કર્યા છે. પરંતુ તેમનું અફેર પણ બીજી અભિનેત્રીની સાથે હતું. તેમનું અફેર બોલિવૂડ અભિનેત્રી ઈશા શારવાની સાથે હતું અને તેમના વિશે દરેકને ખબર પડી હતી. જહીર અને ઈશાની પહેલી મુલાકાત વર્ષ ૨૦૦૫ માં એક ઇવેન્ટમાં થઈ હતી. એવું કહેવામાં આવે છે કે, આ બંનેનું અફેર ૮ વર્ષ સુધી રહ્યુ. આ બંને વચ્ચે ઘણી વખત બ્રેકઅપ થયું. પરંતુ ઘણી વખત બંને સાથે પણ આવી ગયા.
મહેન્દ્રસિંહ ધોની પ્રિયંકા
ફિલ્મ એમ એસ ધોની માં ભારતીય ક્રિકેટર ધોની ના જીવનને પડદા પર ઉતારવામાં આવ્યુ છે. ત્યારે દરેકને ખબર પડી કે, તેમનો પહેલો પ્રેમ સાક્ષી નહીં પરંતુ પ્રિયંકા હતી. એક એવું નામ જેને કોઈ પરિચય ની જરૂર નથી. ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના પહેલા પ્રેમને એક્સિડન્ટમાં ગુમાવ્યો છે. પરંતુ સમયની સાથે બધું સારું થઇ ગયું. અને ધોની નાં જીવનમાં સાક્ષી આવી. ધોની અને પ્રિયંકા એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. પરંતુ આ પ્રેમ ને કોઈની નજર લાગી ગઈ અને કિસ્મતથી બંને હંમેશા માટે અલગ થઈ ગયાં.
ઇમરાન ખાન અને ઝીનત અમાન
પાકિસ્તાન નાં વર્તમાન પ્રધાનમંત્રી અને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન નું નામ અનેક મુદ્દાઓ માં આવે છે. તેમણે અત્યાર સુધી ત્રણ લગ્ન કર્યા છે. પરંતુ એક સમય હતો જ્યારે તેમનું દિલ બોલિવૂડની પોપ્યુલર અભિનેત્રી ઝીનત અમાન માટે ધડકતું હતું. ઇમરાન ઝીનત અમાન ને ખુબ જ પ્રેમ કરતા હતા. પરંતુ પરસ્પર નાં મતભેદ નાં લીધે બંને દૂર થઈ ગયા.
સૌરવ ગાંગુલી અને નગમા
સૌરવ ગાંગુલી અને બોલીવુડ અભિનેત્રી નગ્મા નો સંબંધ જગજાહેર થઈ હતો. વર્ષ ૨૦૦૧માં દક્ષિણ ભારતમાં અનેક ન્યૂઝપેપરમાં બંનેના ફોટા છપાયા ત્યારે સનસની બનીને દેશમાં ફેલાઈ ગઈ. ત્યારબાદ ઘણા દિવસો સુધી તેમના પ્રેમ પ્રસંગ વિશે મીડિયામાં ખબર આવતી રહી. થોડાક સમય પહેલાં સૌરવ ગાંગુલી ટીમ ઇન્ડિયાના કેપ્ટન હતા. અને પરિણીત પણ હતા. વધારે નામ ખરાબ ના થાય તેથી સૌરવ ગાંગુલી નગમા થી દુર જતા રહ્યા. અને જ્યારે સૌરવ નગમા સાથે લગ્ન કરવા માટે પત્નીને છૂટાછેડા આપવા માંગતા હતા. પરંતુ તે થઈ શક્યું નહીં. જોકે સૌરવ ગાંગુલી એ હંમેશા બંને નાં અફેર ના સમાચાર ને નકાર્યા છે.