આ ચીજોનું દેખાવું માનવામાં આવે છે અશુભ, જીવનમાં અશુભ ઘટના બનવાના આપે છે સંકેત

આ ચીજોનું દેખાવું માનવામાં આવે છે અશુભ, જીવનમાં અશુભ ઘટના બનવાના આપે છે સંકેત

જીવનમાં જોવા મળતી અનેક ચીજો આપણને ભવિષ્યમાં થતી ઘટનાઓના સંકેત આપે છે. વારંવાર જો તમને નીચે જણાવેલી ચીજો જોવા મળે તો સમજી લેવું કે તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે. તેથી આ સંકેતોને નજર અંદાજ ના કરવો અને ભવિષ્યમાં થતી ઘટનાઓને દૂર કરવાના ઉપાય કરવા. તો આજે જણાવીશું તે સંકેતો વિશે.

કુતરાનો ખરાબ અવાજ કરવો

જો તમારી ઘરની આજુબાજુ કોઈ કૂતરો ઘરની પાસે આવીને રડવા લાગે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે અને તેનો અર્થ હોય છે કે તમારી સાથે કંઈ ખરાબ થશે અને પરિવાર પર કોઈ મુશ્કેલી આવી શકે છે. તેથી જ્યારે પણ કૂતરો અથવા કોઈ પણ પ્રાણી કારણ વગર રોવા લાગે અથવા અજીબ અવાજ કરવા લાગે તો તેને નજર અંદાજ કરવાની ભૂલ ન કરવી.

ઘરમાં ઉધઈ થવી

ઘરમાં જો ઉધઈ વારંવાર થવા લાગે તો તે અશુભ માનવામાં આવે છે. તેથી ઘરમાં ઉધઈ થવા દેવી નહીં. ઉધઈ ઉપરાંત ઘરમાં કરોળિયાના જાળા પણ ના થવા દેવા. ચામાચીડિયું અને મધમાખીનો પુડો થવો પણ અશુભ માનવામાં આવે છે.

બિલાડીઓનો ઝગડો

ઘરની આજુબાજુ જો બિલાડી આવીને ઝઘડવા લાગે તો તેને તરત જ ભગાડી દેવી. ઘરની આજુબાજુ બિલાડી ઝઘડો કરે અથવા રડવા લાગે તો તે ખૂબ જ ખરાબ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે પરિવારમાં ઝઘડા થઈ શકે છે અને કોઈ પણ વાતને લઇને વિવાદ પણ થઈ શકે છે. તેથી જો બિલાડી અચાનકથી રસ્તો કાપે તો તેને પણ અશુભ માનવામાં આવે છે અને જે કામ માટે જતા હોય તે કામમાં સફળતા પણ મળે છે.

ખરાબ સપના આવવા

જો વ્યક્તિને વારંવાર ખરાબ સપના આવતા હોય તો તે ભવિષ્યમાં થતી અનહોની નો સંકેત છે. તે ઉપરાંત રાત્રે અચાનક આંખ ખુલી જાય અને બેચેની થવા લાગે તો તે ખરાબ ઘટનાનો સંકેત છે.

કરવા આ ઉપાય

  • ખરાબ સપના આવતા હોય તો ગભરાયા વગર નીચે જણાવેલા ઉપાય કરવા. આ ઉપાયોથી ખરાબ સમય નથી આવતો.
  • મંદિરમાં જઈને હનુમાનજીની સામે સરસવનાં તેલનો દીપક પ્રગટાવવો.
  • મંગળવારનાં દિવસે હનુમાન ચાલીસાનાં પાઠ કરવા.
  • નદી અથવા તળાવમાં નારિયેળને પ્રવાહિત કરવું.
  • મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરવી અને તેમને સિંદૂર અર્પણ કરવું. પછી આ સિંદૂરને એક કાગળમાં રાખી દેવું અને પોતાના ગાદલા નીચે આ સિંદૂરને રાખવાથી ખરાબ સપના નથી આવતા.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *