આ ચીજોને કાચી ખાવાથી જીવ જવાનું પણ જોખમ રહે છે, થઈ શકે છે ફૂડ પોઈઝનીંગ

મનુષ્ય માટે ભોજન એટલા માટે બનેલું છે જેથી તે તેનું સેવન કરીને પોતાના શરીરને યોગ્ય રીતે ચલાવી શકે. જો કે ભોજન બનાવવા અને તેનું સેવન કરવાને લઈને ઘણા પ્રકારના બદલાવ કરવામાં આવ્યા છે. હવે લોકો અલગ-અલગ પ્રકારની ડીશ બનાવીને તેનું સેવન કરે છે, જેના વિશે પહેલાનાં લોકોને જાણ હતી નહીં. તેનાથી જીભને સ્વાદ તો મળે છે અને સાથોસાથ મનને સુખ પણ મળે છે. જોકે અમુક ખાદ્ય પદાર્થો એવા હોય છે જેને પકાવીને જ ખાવા જોઈએ.
અમુક લોકો કોઈ પણ ચીજને કાચી ખાવામાં અચકાતા નથી અને આવું કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. વળી ભોજનને યોગ્ય રીતે પકાવીને ન ખાવાથી જીવ પણ જઈ શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ એવી ચીજો વિશે જેને કાચી ખાવી જોઈએ નહીં.
બટેટા
શાકભાજીના રાજા બટેટાના લગભગ દરેક ડિશમાં ઉપયોગ કરવામાં આવે છે. બટેટાને કોઈ પણ શાકભાજી સાથે ખાઈ શકાય છે અથવા તો પરોઠા અને પકોડાનાં રૂપમાં પણ તેનો ઉપયોગ થાય છે. જોકે ક્યારેય પણ બટેટાને પકાવ્યા વગર કાચા ખાવા જોઈએ નહીં. બટેટામાં સ્ટાર્ચ હોય છે, જે ભોજનને યોગ્ય રીતે પચાવવાનું કામ કરે છે. પરંતુ જો તેને કાચા ખાઈ લેવામાં આવે તો પેટ ફૂલવું અને દુખાવો થવો વગેરે સમસ્યા થઈ શકે છે. તેનાથી ફૂડ પોઇઝનિંગ પણ થઈ શકે છે.
સફરજનનાં બીજ
કહેવામાં આવે છે કે દરરોજ સવારે એક સફરજન ખાવામાં આવે તો બધી જ બીમારીઓ દૂર રહે છે. સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ સફરજનનાં બીજ ઝેરનું કામ કરે છે. આ કારણને લીધે જ સફરજનને હંમેશા સુધારીને ખાવા જોઈએ. જેથી ભૂલથી પણ આ બીજ તમે ગળી ન જાવ. એમાં એક પ્રકારનું રસાયણ હોય છે જે પચવામાં સાઈનાઇડમાં બદલી શકે છે.
રાજમા
રાજમા ચાવલ તો લગભગ દરેક વ્યક્તિની ફેવરિટ હોય છે. તેમાં પ્રોટીન, ફાઇબર અને એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે. જે તેને એક સ્વાસ્થ્યવર્ધક દાળ બનાવે છે. જોકે તમારે ભૂલથી પણ રાજમાનું સેવન કાચું કરવું જોઈએ નહીં. જો તમે આવું કરો છો તો તેમાં રહેલ ફાઈટોમેગલગુટિન ટોક્સિન શરીરમાં ફૂડ પોઇઝનિંગ પેદા કરી શકે છે. આ કારણને લીધે રાજમાને મોટા ભાગે ઘણી કલાકો સુધી પલાળી રાખવામાં આવે છે. જેથી તેને બનાવતા સમયે તેનું ટોક્સિન નેચર ખતમ થઈ જાય.
દૂધ
દૂધને કમ્પ્લીટ ફૂડ કહેવામાં આવે છે. તેનું સેવન કરવાથી તમને ભોજનમાંથી મળતા બધાં જ પોષક તત્વો મળી જાય છે. ઘણા બધા લોકો સ્વાસ્થ્ય બનાવવા માટે ઘણી વખત કાચા ગાયનું દૂધ અથવા ભેંસના દૂધનું સેવન પણ કરતા હોય છે, જે બિલકુલ ખોટું છે. દૂધમાં હાનિકારક બેક્ટેરિયા જેમ કે ઇકોલી અને સાલ્મોનેલા હોય છે, જે ગરમ થવા પર ખતમ થઇ જાય છે. તેવામાં દૂધનું સેવન કરતા પહેલા તેને એક વખત ગરમ જરૂરથી કરી લેવું જોઈએ, નહીંતર તે હાનિકારક સાબિત થઈ શકે છે.
લોટ
લોટને હંમેશા પકાવીને જ ખાવો જોઈએ, પછી તમે તેની રોટલી બનાવો કે હલવો. લોટ ક્યારેય પણ કાચો રહેવો જોઈએ નહીં. ખેતર થી લઈને રસોઈ ઘર સુધી પહોંચવા દરમિયાન લોટ ઘણા જીવાણુઓનાં સંપર્કમાં આવે છે. તેવામાં તેને પકાવીને ખાવું હિતાવહ રહે છે.
બદામ
બદામને કાચી જ ખાવામાં આવે છે, પરંતુ કડવી બદામ ખાવાથી બચવું જોઈએ. જો પ્રોસેસ કર્યા વગરની ૭ થી ૧૦ બદામ ખાઈ લેવામાં આવે તો એક બાળકનું મૃત્યુ થઇ શકે છે. ઘણી બદામમાં ડાઇડ્રોજન સાઈનાઇડ અને જળનું મિક્સર મળી આવે છે. એક ડઝન કડવી બદામ ખાવાથી વ્યક્તિ મળી પણ શકે છે.
ચોખા
ઘણા બધા લોકો એવા હોય છે જે કાચા ચોખાનું સેવન કરતા હોય છે, જે બિલકુલ યોગ્ય નથી. કાચા ચોખામાં રોગ પેદા કરનાર બેક્ટેરિયા હોય છે, જે પાકી ગયા બાદ ખતમ થઇ જાય છે. તેવામાં પકાવેલા ચોખાને સેવન કરવું જોઈએ.
ઈંડા
અમુક લોકો સ્વાસ્થ્યનાં નામ ઉપર કાચા ઈંડાનું સેવન કરે છે, જે ખૂબ જ ખતરનાક છે. કાચા ઈંડામાં રોગજનક સાલ્મોનેલા હોઈ શકે છે, જેનાથી ફૂડ પોઇઝનિંગની સમસ્યા થઈ શકે છે. તેવામાં વૃદ્ધ ગર્ભવતી મહિલાઓ અને બાળકોએ તેનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.