આ છે સેમસંગનો અત્યાર સુધીનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ

આ છે સેમસંગનો અત્યાર સુધીનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ

દક્ષિણ કોરિયાની દિગ્ગજ કંપની સેમસંગે પોતાના નવા સ્માર્ટફોન ગેલેક્સી A-42 ની ઘોષણા કરી દીધી છે. આ કંપનીનો અત્યાર સુધીનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન છે. કંપનીએ પોતાના વર્ચ્યુઅલ ઇવેન્ટ “લાઈફ અનસ્ટોપેબલ” માં ગેલેક્સી A-42 5G ની વિશે જાણકારી આપી છે. આ સ્માર્ટફોનની ડિઝાઇન અને અમુક ફીચર્સ વિશે પણ જાણકારી આપી છે. જોકે હજુ તેના તમામ ફિચર્સ પરથી કંપનીએ પડદો ઉઠાવ્યો નથી.

Advertisement

વર્ષના અંત સુધીમાં થઈ શકે છે લોન્ચ

આ સ્માર્ટફોનને આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. હાલમાં તેમની કિંમતના વિશે કંપની તરફથી કોઈ આધિકારિક ઘોષણા કરવામાં આવી નથી. જોકે તેમની કિંમત સેમસંગના 5G સ્માર્ટફોન ગેલેક્સી E-51 થી ઓછી હોવાની આશા રાખવામાં આવી રહી છે. જણાવી દઈએ કે તેમને ૩૬,૬૦૦/- રૂપિયાની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો અને ગેલેક્સી- J-4 ની કિંમત લગભગ ૨૫૦૦૦ રૂપિયા હોઈ શકે છે.

આપવામાં આવી છે ૬.૬ ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે

જો તેમની ડિઝાઈનની વાત કરીએ તો તેમની બોડી પ્લાસ્ટિકની છે અને તેને સ્કેવેયર શેપમાં ડિઝાઇન કરવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ૬.૬ ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે અને ફિંગરપ્રિન્ટ સેન્સર પર આપવામાં આવ્યું છે. સેલ્ફી કેમેરા માટે ડિસ્પ્લેમાં નોચ આપવામાં આવેલ છે અને કેમેરાની નીચે ફ્લેશ છે. સ્માર્ટફોનની જમણી બાજુમાં પાવર અને વોલ્યુમ બટન આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે તેમની અને માર્ચમાં લોન્ચ થયેલ ગેલેક્સી A-41 ની ડિઝાઇન લગભગ એકસરખી જ છે.

બેટરી છે ખૂબ જ દમદાર

ગેલેક્સી A-42 5G માં ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. જોકે તેમાં કઈ ચિપસેટ છે તેના વિશે કંપનીએ હજુ સુધી કોઈ જાણકારી આપી નથી. ખબરો મુજબ તેમાં ઓછામાં ઓછી 4GB રેન્ડમ એક્સેસ મેમરી (RAM), 128 GB STORAGE અને 5000mah ની બેટરી આપવામાં આવી છે. તેની સાથે જ કનેક્ટિવીટી માટે તેમાં વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ, 5G, હેડફોન જેક અને એક Type C પોર્ટ પણ આપવામાં આવ્યું છે.

સાથે આપવામાં આવશે વાયરલેસ ચાર્જર

તેની સાથે જ તમને જણાવી દઈએ કે તેમાં ચાર્જિંગ માટે વાયરલેસ ચાર્જર પણ આપવામાં આવશે. જે એક સાથે ત્રણ ડિવાઇસને ચાર્જ કરી શકશે. જો કે હજુ સુધી એ જણાવવામાં નથી આવ્યું કે તે કેટલી સ્પીડમાં સ્માર્ટફોનને ચાર્જ કરી શકશે.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.