આ છે બોલિવૂડના સૌથી તાકતવર દમદાર અભિનેતા, નંબર ૨ એ ખભા પર ઉઠાવી લીધી હતી બાઈક

આજકાલ બોલિવૂડમાં એવી ઘણી ફિલ્મો બની રહી છે જે એક્શન અને ફાઇટથી ભરપુર રહે છે. પરંતુ પહેલાના જમાનામાં વધારે મારધાડ વાળી ફિલ્મો બનાવવામાં આવતી નહોતી. જૂના જમાનાના હીરો ખૂબ જ સિમ્પલ હતા અને તે જમાનાની ફિલ્મો પણ ખૂબ જ સિમ્પલ રહેતી હતી. પરંતુ આજકાલનો જમાનો ખૂબ જ બદલાઈ ગયો છે. જમાનાની સાથે સાથે ફિલ્મો પણ એક્શનથી ભરમાર જોવા મળે છે.
મોટાભાગની ફિલ્મો એક્શનથી ભરપૂર હોય છે. તે ફિલ્મોના આજે પણ લાખો કરોડો લોકો દિવાના છે અને આ ફિલ્મોને જોવી દર્શકોને ખુબ જ પસંદ આવે છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એવા ઘણા અભિનેતા છે. જેમણે પોતાની જબરદસ્ત એક્શનથી લાખો લોકોના દિલો પર કબજો કરી લીધો છે. અભિનેતાઓના દમદાર એક્શનને લોકો ખૂબ જ પસંદ કરે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સૌથી વધારે એક્શન કરનાર તાકતવર અભિનેતાઓના વિશે જાણકારી આપીશું. તો ચાલો જાણીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના એ તાકતવર અભિનેતાઓના વિશે
વિદ્યુત જામવાલ
એવા ઘણા લોકો હશે જેને એ વાતની જાણકારી હશે કે દુનિયાના ટોપ માર્શલ આર્ટ્સમાં વિદ્યુત જામવાલનું નામ પણ સામેલ છે. જો આપણે અભિનેતાની તાકતની વાત કરીએ તો તેમનું નામ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સૌથી તાકતવર અભિનેતાઓમાંથી એક છે. જો તમે લોકોએ તેમની ફિલ્મોને જોઈ હશે તો તેમની ફિલ્મો ખૂબ જ જબરદસ્ત અને ધમાકેદાર સ્ટંટથી ભરપૂર હોય છે. તે પોતાની ફિલ્મોમાં મોટાભાગે સ્ટંટ કરતા નજરે આવે છે.
જોન અબ્રાહમ
તમે બધા જ લોકોએ બોલીવુડના દિગ્ગજ અભિનેતા જોન અબ્રાહમને ઘણી ફિલ્મોમાં એક્શન અને ખતરનાક સ્ટંટ કરતા જરૂર જોયા હશે. જોન અબ્રાહમનું એવું કહેવું છે કે ફિલ્મોમાં ખતરનાક સ્ટંટ કરવા તેમનો ખૂબ જ મોટો શોખ છે. એકવાર જોન અબ્રાહમે તો પોતાના ખંભા પર આખી બાઈકને ઉઠાવી લીધી હતી. તેના પરથી તમે આ અભિનેતાની તાકાત વિષે અંદાજો લગાવી શકો છો.
અક્ષય કુમાર
બોલીવુડ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ખિલાડીઓ કા ખિલાડી અક્ષય કુમારને તો તમે બધા જ લોકો જાણો જ છો. તેના વિશે કોઈ ઓળખાણની જરૂર પડતી નથી. તેમણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એકથી એક ધમાકેદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેને સ્ટન્ટ અને એક્શનના ગુરુ માનવામાં આવે છે. જે પોતાની દરેક ફિલ્મમાં ધમાકેદાર એક્શન અને સ્ટંટ કરતાં જોવા મળે છે. અક્ષય કુમારના સ્ટન્ટ અને એક્શનના લાખો-કરોડો લોકો દિવાના છે.
ટાઇગર શ્રોફ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઇગર શ્રોફને તો તમે ફિલ્મ “બાગી” મા જોયા જ હશે. તે ફિલ્મમાં તેમણે ખુબ જ જબરદસ્ત કામ કર્યું હતું અને આ ફિલ્મની અંદર તેમના ઘણા જ ખતરનાક સ્ટંટ પણ જોવા મળ્યા હતા. તેની સાથે જ તે ઘણીવાર પોતાના વાસ્તવિક જીવનમાં પણ આવા ખતરનાક કામ કરતા નજરે પડે છે.
સની દેઓલ
બોલીવુડ ઇન્ડસ્ટ્રીના આ દમદાર અભિનેતાને તો કોણ જાણતું નહીં હોય. તેમણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીની દરેક ફિલ્મોમાં પોતાની તાકાતનો પરિચય આપ્યો છે. જે પોતાના વાસ્તવિક જીવનમાં પણ આ તાકાતનો ઉપયોગ કરતા નજરે આવે છે. એવું કહેવામાં આવે છે કે એક ફિલ્મના સેટ પર કોઈ કારણથી સની દેઓલને ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો ત્યારે તેમણે પોતાની ફક્ત એક આંગળીથી પોતાના જિન્સને ફાડી નાખ્યું હતું.