આ છે બોલિવૂડના ૫ સૌથી મોટા અને મોંઘા ફિલ્મ સેટ, આ ફિલ્મોની થયેલી છે શૂટિંગ

આ છે બોલિવૂડના ૫ સૌથી મોટા અને મોંઘા ફિલ્મ સેટ, આ ફિલ્મોની થયેલી છે શૂટિંગ

બોલિવૂડની ફિલ્મો પોતાના શાનદાર સ્ટાર કાસ્ટ અને દમદાર કહાનીની સાથે સાથે ઘણીવાર સુંદર સેટ્સથી પણ લોકોના દિલ જીતી લેતી હોય છે. ક્યારેક સફેદ બરફની ચાદર પર હિરોઈનનો પીળો દુપટ્ટો ઉડતો દેખાય છે તો ક્યારેક ફૂલોની વચ્ચે હીરો અને હિરોઈન એકબીજાને પ્રેમ ભર્યા વચનો આપતા નજરે આવે છે.

ઓરીજનલ લોકેશન તો લોકોને પસંદ આવે જ છે પરંતુ ઘણીવાર ફિલ્મોના સેટ જ એટલા શાનદાર બનાવી દીધા કે લોકો તો તે સેટ્સ ના ફેન બની ગયા હતાં. સિનેમાના ઇતિહાસમાં ઘણી જ ફિલ્મો એવી રહી છે કે જેમના સેટ બનાવવામાં અઢળક રૂપિયા અને ખૂબ જ સમય લાગેલ છે. જોકે ફિલ્મો ચાલી હોય કે ના ચાલી હોય પરંતુ આ સેટ્સની સુંદરતા એ બધા જ લોકોના દિલ જીતી લીધા હતાં.

દેવદાસ

ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી પોતાની દમદાર કહાની માટે તો લોકપ્રિય છે જ પરંતુ તેમના ફિલ્મી સેટ પણ ખૂબ જ ભવ્ય હોય છે. ફિલ્મ દેવદાસ શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય અને માધુરીના કરિયરની સૌથી શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક હતી. ફિલ્મ દેવદાસના સેટની ડિઝાઇન કરવામાં લગભગ ૯ મહિનાનો સમય લાગ્યો હતો અને તેને બનાવવામાં ૨૦ કરોડ રૂપિયાથી પણ વધારેની રકમ ખર્ચ કરવામાં આવી હતી. ત્યાં સુધી કે ચંદ્રમુખીની કોઠી બનાવવામાં લગભગ ૧૨ કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

મુગલ – એ- આઝમ

બોલિવૂડની માઈલસ્ટોન કહી શકાય તેવી ફિલ્મ મુગલ-એ-આઝમ દરેક રીતે એક શાનદાર ફિલ્મ રહી હતી. આ ફિલ્મની દમદાર કહાની સાથે સાથે તેમનો સેટ પણ તે સમયના હિસાબે ખૂબ જ શાનદાર હતો. ખબરોની માનીએ તો “પ્યાર કીયા તો ડરના ક્યા” ના મ્યુઝિકલ સિક્વેંસને શૂટ કરવા માટે તૈયાર કરવામાં આવેલ સેટને બનાવવામાં લગભગ બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો. વળી આ એક જ ગીતને શૂટ કરવામાં ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ફિલ્મમાં મધુબાલા પર ફિલ્માવવામાં આવેલું સુંદર ગીત અને તેનો સેટ આજે પણ લોકોના મનમાં છવાયેલો છે.

કલંક

કરણ જોહરની ફિલ્મ કલંક એ બોક્સ ઓફિસ પર બિલકુલ પણ સારું પ્રદર્શન કર્યું ન હતું. પરંતુ ફિલ્મના સેટની ખુબ જ પ્રશંસા થઇ હતી. આ ફિલ્મને કરણ જોહરે મોગલ એ આઝમ વાળો લુક આપવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે લૂક ના મામલામાં તે ઘણા હદ સુધી સફળ પણ થયાં હતાં. પ્રેસ ઓફિસથી લઈને આલિયા-વરુણ પર બતાવવામાં આવેલ બધા જ સીન ખૂબ જ સુંદર હતા. ખબરોની માનીએ તો કરણ જોહર અને સાજિદ નાડિયાદવાલા એ ફિલ્મના સેટ પર જ લગભગ ૧૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

બાજીરાવ મસ્તાની

સંજય લીલા ભણસાલીની બીજી એક માસ્ટરપીસ ફિલ્મ હતી બાજીરાવ મસ્તાની. આ ફિલ્મને ૨૩ મોટા સેટ્સની સાથે સાથે જ ગુજરાતના આઇના મહેલમાં શૂટ કરવામાં આવી હતી. ખબરોની માનીએ તો આ સેટને બનાવવામાં લગભગ ૮ થી ૯ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ફિલ્મના કુલ બજેટમાં ૧૪૫ કરોડ રૂપિયા ફક્ત સેટ્સ અને કલાકારોના ડ્રેસ પર જ ખર્ચ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં દિપીકા-રણબીરની કેમેસ્ટ્રી અને શાનદાર સેટ્સને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.

બોમ્બે વેલવેટ

આ ફિલ્મમાં રણબીર અને અનુષ્કાની જોડીની સાથે કરન જોહર પણ વિલનના પાત્રમાં નજર આવ્યા હતા. આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ એ ૬૦ ના દશકને બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ફિલ્મને બનાવવા માટે ૧૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જેનો મોટાભાગનો હિસ્સો તો ફક્ત સેટ બનાવવામાં ખર્ચ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ૬૦ ના દશકના મુંબઈને બતાવવામાં ૧૧ મહિનાનો સમય લાગ્યો હતો. જોકે આ ફિલ્મ જબરદસ્ત ફ્લોપ રહી હતી. પરંતુ તેના સેટ્સને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *