આ બોલિવૂડ સ્ટાર્સ એ આવી રીતે ખર્ચ કરી પોતાની પહેલી કમાણી, જાણો શાહરૂખથી લઈને ઋત્વિકની કહાની

પોતાની પહેલી સેલેરી દરેક લોકોને યાદ હોય છે. સામાન્ય વ્યક્તિથી લઈને બોલીવુડ સિતારાઓને જ્યારે તેમની પહેલી સેલરી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે ખૂબ જ રસ લઈને કહાની જણાવી હતી. ભલે આજે આ બોલિવૂડ સ્ટાર્સ કરોડપતિ છે પરંતુ એક ટાઈમમાં તેમણે પણ ખૂબ જ મુસીબતોનો સામનો કર્યો છે.
આજે આ સ્ટાર્સની પાસે એટલા પૈસા છે કે તે દુનિયાની કોઈપણ વસ્તુ ખરીદી શકે છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તે પોતાની મહેનતની કમાણીમાંથી મળેલા અમુક પૈસાથી પણ ખુશ થઈ જતા હતા. આજની આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે ક્યા બોલીવુડ સ્ટારે પોતાની પહેલી કમાણીને કઈ રીતે ખર્ચ કરી હતી.
શાહરુખ ખાન
શાહરુખ ખાનના નામને તો કોઈ પરિચયની જરૂર નથી. દુનિયાભરના લોકો તેમને બાદશાહ કે કિંગ ખાનના નામથી જાણે છે. એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખે જણાવ્યું હતું કે એકવાર તેમણે એક્સ્ટ્રા પૈસા કમાવવા માટે ગાયક પંકજ ઉધાસના કોન્સેપ્ટમાં કામ કર્યું હતું. જેના માટે તેમને ૫૦ રૂપિયા મળ્યા હતા અને આ પૈસા તેથી તેમણે તાજમહેલની ટિકિટ ખરીદી હતી.
કલ્કિ કોચલિન
કલ્કિ કોચલિન બોલિવુડની એક ચર્ચિત અભિનેત્રી છે. ભલે તેમણે ખૂબ જ ઓછી ફિલ્મોમાં અભિનય કર્યો છે. પરંતુ તેમની અભિનય પ્રતિભાથી દુનિયા વાકેફ છે. એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે પોતાની પહેલી સેલરી પોતાના ઘરના ભાડામાં ખર્ચ કરી હતી. જોકે તેમણે સેલરીનો ખુલાસો કર્યો નહોતો.
ઈરફાન ખાન
ઈરફાન ખાનનું નામ બોલિવૂડના સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં સામેલ છે. આજે ઈરફાન જે જગ્યા પર પહોંચ્યા હતા ત્યાં પહોંચવા માટે તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. ઈરફાન બોલિવૂડના એક એવા ભાગ્યશાળી કલાકાર હતાં જેમને હોલિવૂડમાં પણ કામ કરવાની તક મળી હતી. ઇરફાને પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વધારે પૈસા કમાવવા માટે તેમણે બાળકોને ટ્યૂશન આપવાનું કામ કર્યું હતું. તેનાથી તેમને મહિનાના ૨૫૦૦૦ મળ્યા હતા જેનાથી તેમણે પોતાના માટે એક સાયકલ ખરીદી હતી.
અર્જુન કપૂર
આજકાલ અર્જુન કપૂર પોતાની ફિલ્મોથી વધારે મલાઈકાની સાથે પોતાના સંબંધને લઇને ચર્ચામાં બની રહે છે. અર્જુન એ ખુલાસો કર્યો હતો કે તેમની પહેલી કમાણી અઢાર વર્ષની ઉંમરમાં ૩૫ હજાર રૂપિયા હતી. જેનાથી તેમણે ફિલ્મ “કલ હો ના હો” ના ડાયરેક્ટર નિખિલ અડવાણીની મદદ કરી હતી.
રણદિપ હુડા
ફિલ્મ સરબજીતથી લોકોનું દિલ જીતવા વાળા રણદીપ હુડા હાલના દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર છે. તમને જણાવી દઈએ કે રણદીપ હુડાએ ઓસ્ટ્રેલિયામાં એક રીક્ષા સાફ કરીને પોતાની પહેલી કમાણી કરી હતી. જેના માટે તેમને ૪૦ ડોલર મળ્યા હતા. આ પૈસાથી તેમણે એક જાર ખરીદી હતી.
ઋત્વિક રોશન
ઋત્વિક રોશન બોલિવૂડના એક મશહૂર અભિનેતા છે. તે એક સુપરસ્ટારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઋત્વિક ગુડ લુકિંગ તો છે જ સાથે જ તેમનો દમદાર અભિનય પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. તેમની રિલીઝ થયેલી ફિલ્મ સુપર-૩૦ દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. ઋત્વિક રોશનને માત્ર ૬ વર્ષની ઉંમરમાં ફિલ્મ “આશા” માટે ૧૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. આ પૈસાથી તેમણે પોતાના માટે એક રમકડાની કાર ખરીદી હતી.