આ બર્થ ડેટ વાળા લોકોની હોય છે સૌથી અલગ ઓળખ, એમ એસ ધોની પણ છે આ જન્મતારીખ

આ બર્થ ડેટ વાળા લોકોની હોય છે સૌથી અલગ ઓળખ, એમ એસ ધોની પણ છે આ જન્મતારીખ

અંક જ્યોતિષ માં મૂળાંક ૭ નું પ્રતિનિધિત્વ કેતુ ગ્રહ કરે છે. જે લોકોનો જન્મ મહિનાની ૭,૧૬,૨૫ તારીખ નાં થયો છે તેમનો મૂળાંક ૭ હોય છે, ઘણા લોકો તેને ચંદ્ર માં નો અંક પણ માને છે. આ મૂળાંક વાળા લોકો સ્વતંત્ર વિચારવાળા  અને પોતાની અલગ ઓળખ બનાવે છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની, બોલિવૂડમાં કટરીનાકેફ અભિનેતા વિકી કૌશલ નો બર્થ ડેટ નો પણ આ મૂળાંક છે. આ લોકો ને કઈ ને કઈ નવું કરવાનો શોખ હોય છે. આ લોકો ક્યારેય ખાલી બેસતા નથી. તેમના મગજમાં દરેક સમયે કંઇ ને કંઇ ચાલતું રહેતું હોય છે.

Advertisement

મૂળાંક ૭ વાળા લોકોની કલ્પના શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે. આ લોકો પોતાની વાત સ્વતંત્ર રીતે ડર વગર સત્ય સાફ સાફ શબ્દોમાં કહે છે. આ લોકોમાં આત્મવિશ્વાસની કોઇ કમી હોતી નથી. પરંતુ નાની-નાની વાતો પર તેઓ ચિડાઈ જાય છે. આ મૂળાંકના લોકો સારી શિક્ષા પ્રાપ્ત કરે છે. તેઓ ગ્રંથોનાં જ્ઞાતા હોય છે. અને મૌલિકતાના આધારે ધન એકત્રિત કરવામાં સફળ રહે છે. પરંતુ તે લોકો વધારે ધન સંગ્રહ કરી શકતા નથી. ધન પણ ઓછું ખર્ચ કરે છે. તેમનું વધારે પડતું ધન દાન પુણ્ય નાં કાર્યોમાં ખર્ચ થાય છે. જોકે તેઓની ધન સંબંધી પરેશાની ક્યારેય આવતી નથી. આ લોકોના મિત્ર લાંબા સમય માટે બનતા નથી. તેથી તેમના મિત્રોની સંખ્યા ઓછી હોય છે.

પ્રેમ સબંધ ની વાત કરીએ તો, આ લોકો પ્રેમમાં દેખાડો કરી શકતા નથી. પરંતુ એની અંદર ખૂબ જ પ્રેમ હોય છે. આ લોકોનું વૈવાહિક જીવન ખૂબ જ સુખી રહે છે. પોતાની કલ્પના શક્તિ નાં કારણે કવિ, લેખક, દાર્શનિક નાં રૂપમાં તેઓ વધારે સફળ થાય છે. આ ઉપરાંત ડોક્ટર, જ્યોતિષ સરકારી અધિકારી પણ બની શકે છે. ૭ મૂળાંક વાળા લોકો માટે ૭, ૧૬,૨૫ શુભ અંક હોય છે. તેમજ રવિવાર, સોમવાર અને ગુરુવાર તેના માટે શુભ રહે છે. તેમજ પીળો અને કબૂતરી રંગ તેના માટે શુભ રહે છે.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.