આ બર્થ ડેટ વાળા લોકો રિસ્ક લેવાથી નથી ગભરાતા, તે પોતાની બુધ્ધી અને આવડત થી બને છે ધનવાન

અંક-જ્યોતિષમાં નંબર પ ને સાહસ નું પ્રતીક ગણવામાં આવે છે. જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની ૫, ૧૪ કે ૨૩ તારીખ નાં થયો હોય તેમનો મૂળાંક ૫ બને છે. આ અંકનાં સ્વામી ગ્રહ બુધ છે. બુધ નાં શુભ પ્રભાવથી વ્યક્તિ બુદ્ધિમાન બને છે. અને પોતાની બુધ્ધી અને આવડત કોઈપણ કાર્ય કરવામાં માટે સક્ષમ રહેશે. બોલીવુડમાં કંગના રનોત ની બર્થ ડેટ નો મૂળાંક પણ ૫ થાય છે. કંગના નો જન્મ ૨૩ માર્ચનાં થયો છે. આ મૂળાંક નાં લોકો હંમેશા ચુનોતી ઓને ચેલેન્જ નાં રૂપમાં સ્વીકાર કરે છે. અને તેનો સામનો કરીને વિજય પ્રાપ્ત કરે છે. આ લોકો સાહસી અને કર્મશીલ હોય છે.
આ વ્યક્તિઓ નવી નવી યોજનાઓ પર કામ કરી ને લાભ મેળવે છે. તે લોકો વ્યાપાર કે કોઈ પણ કામમાં રિસ્ક લેવા માટે હંમેશા તૈયાર રહે છે. મૂળાંક પ વાળા લોકો કોઈ પણ વિષયને લઈને વધારે સમય સુધી પરેશાન નથી રહેતા અને કોઈપણ વાત ને લઈને વધારે સમય સુધી પ્રસન્ન પણ નથી રહેતા. આ લોકો કોઈ પણ વ્યક્તિને જોઇને તેના મનની વાત જાણી શકે છે. આ લોકો ઘણી ભાષાઓ નાં જાણકાર હોય છે. આ લોકો ધાર્મિક ગ્રંથો અને ગુપ્ત વિદ્યાઓનું અધ્યયન પણ કરે છે. આ લોકોની આર્થિક સ્થિતિ હંમેશાં સારી રહે છે. તેની બુદ્ધિ અને આવડતથી તે સરળતાથી ધન કમાઈ શકે છે.
મૂળાંક ૫ વાળાનાં પ્રેમ સબંધો સ્થાયી રહેતા નથી. તે લોકો ખૂબ જલદીથી પ્રેમમાં પડી જાય છે. અને તેમના મિત્રોની સંખ્યા પણ વધારે હોય છે. સામાન્ય રીતે તેમનું ગૃહસ્થ જીવન સુખી રહે છે. આ લોકો વેપાર અને ઉદ્યોગ ધંધામાં સારી સફળતા મેળવી છે. આ લોકો સારા મેનેજર, વકીલ, જજ, અધિકારી બની શકે છે. એમ માનવામાં આવે છે કે, દુનિયાનો સૌથી લકી નંબર અને ભાગ્યશાળી હોય છે, આ તારીખે જન્મેલા લોકો તેઓના માટે ૫,૧૪ અને ૨૩ તારીખ શુભ ગણવામાં આવે છે. શુક્રવાર, ગુરુવાર, શનિવાર અને બુધવારનો દિવસ તેમના માટે શુભ રહેછે. લીલો, સફેદ રંગ તેના માટે અનુકૂળ રહે છે.