આ બર્થ ડેટ વાળા લોકો જન્મજાત હોય છે કલાકાર, મહાનાયક અમિતાભ બચ્ચન નાં જન્મ ની પણ આજ તારીખ છે

આ બર્થ ડેટ વાળા લોકો જન્મજાત હોય છે કલાકાર, મહાનાયક અમિતાભ બચ્ચન નાં જન્મ ની પણ આજ તારીખ છે

જે લોકોનો જન્મ મહિના ની ૨,૧૧,૨૦ કે ૨૯ તારીખ નાં થયો હોય તેનો મૂળાંક ૨ બને છે. આ અંકનાં સ્વામી ગ્રહ ચંદ્ર હોય છે. આ મૂળાંકવાળા લોકો ખૂબ જ કલ્પનાશીલ અને ભાવુક હોય છે. આ લોકો વધારે સમય સુધી એક કામમાં સ્થિર રહી શકતા નથી. આ લોકો જન્મજાત કલાકાર હોય છે. સદી નાં મહાનાયક અમિતાભ બચ્ચનની બર્થ ડેટ નો મૂળાંક પણ આજ છે. જાણો આ મૂળાંક વાળા લોકો વિશે વિસ્તારમાં

આ મૂળાંકવાળા લોકો બુદ્ધિજીવી હોય છે. તેમનો દિમાગ ખૂબ જ તેજ હોય છે. અને તેનું પોતાના પર સારૂ નિયંત્રણ રહે છે. એ જ કારણ છે કે સમાજ માટે તે સારા પ્રેરક સિદ્ધ થાય છે. આ લોકોમાં આત્મવિશ્વાસ ની થોડી કમી રહે છે. જેના કારણે તે કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં વિલંબ કરે છે. પ્રેમ અને સૌંદર્ય નાં ક્ષેત્રમાં તે મહારથી કહેવામાં આવે છે. આ લોકોમાં બીજાને મોહિત કરવાની કળા હોય છે. આ લોકો બીજાનાં હિતનો પૂરો ખ્યાલ રાખે છે. બીજાનાં મનની વાત જાણવામાં તેઓ પ્રવીણ હોય છે.

આ લોકો સારી શિક્ષા પ્રાપ્ત કરે છે. તેમની આર્થિક સ્થિતિ ની વાત કરીએ તો, આ લોકોને ધન એકત્રિત કરવાની સારી આદત હોય છે. સામાન્ય રીતે તેમની આર્થિક સ્થિતિ સારી હોય છે. આ લોકો ધન કમાવવાની યોજના બનાવવામાં માહિર હોય છે. મૂળાંક ૧, ૨,૪ અને  ૭ વાળા તેમના સારા મિત્રો બને છે.

જો તેમના પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો પ્રેમની બાબતમાં તેઓ વધારે સફળ રહેતા નથી. ઘણી વાર તેમના પ્રેમ સંબંધમાં તેમણે નુકસાન ઊઠાવવું પડે છે. જોકે તેમનું પરિવારીક જીવન સુખદ રહેછે. આ લોકો સારા વેપારી બને છે. કૃષિ કાર્ય, તરલ પદાર્થો દવાઓ સાથે જોડાયેલા કામ, ન્યાય, શિક્ષણ વિભાગ, બેંક, સ્વાસ્થ્ય વિભાગ થી તેમને સારો લાભ થાય છે. આ લોકો સંગીત, લેખન વગેરે ક્ષેત્રમાં સારું નામ મેળવે છે.તેમના માટે ૧,૨,૪ અને ૭ તારીખ શુભ રહેશે. સાથે જ રવિવાર, સોમવાર, ગુરુવાર અને શુક્રવાર નો દિવસ તેમના માટે સારો ગણવામાં આવે છે. સફેદ અને લીલો રંગ તેમના માટે અનુકૂળ રહે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *